Nirmal Metro Gujarati News
article

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી

 

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલ ના ૧૦૭૫ માં પ્રાગટ્ય વર્ષે તારીખ ૩૦/૦૩/૨૫ રવિવાર ના રોજ ચેટીચંડ ના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટ થી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે મણિનગર માર્કેટ બપોરે ૪ કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી,નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા,જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે ૧૦ વાગે પૂર્ણ થઇ હતી.

આ શોભાયાત્રામાં કુલ 40 જેટલા ટ્રકો સાથે સહભાગી ૧૩ મંડળો દ્વારા અંદાજે ૧૩ જેટલી ઝાંખીઓ,૨૭ પ્રસાદી ના ટ્રક તથા બહેરાણા સાહેબ ની જ્યોત સાહેબ ,૧૩ જેટલા ગ્રુપ પુરુષોની છેજ, ૮ જેટલા ગ્રુપ મહિલાઓ ની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રા માં ભાવપૂર્વક જોડાયા હતા. આ શોભાયાત્રામાં અત્યાર ના કરંટ અફેર ને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવ્યા હતા.

આ શોભાયાત્રા કાર્યક્રમ માં ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજ ના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા .

Related posts

આત્મલિંગ સત્ય,ગોકર્ણ પ્રેમ અને ભદ્રકાલી કરુણા છે.

Reporter1

હું અહીં ભાઈચારો,મહોબ્બત,શાંતિ અને અહિંસાનો સંદેશ દેવા આવ્યો છું.”

Reporter1

IBM and BharatGen Collaborate to accelerate AI adoption in India powered by Indic Large Language Models

Reporter1
Translate »