Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

મહાકાલના દરબારમાં બધા સમાન છે, ત્યાં કોઈ VIP હોતું નથી

  • મહાકાલ મંદિરમાં VIP દર્શન મુદ્દે સુપ્રીમ કોર્ટ
  • VIP અને લાગવગ ધરાવનાર હસ્તીઓ નિયમો તોડીને અંદર જવા દેવામાં આવે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશ,તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૬: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં સામાન્ય લોકોના પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે VIP દર્શન અને ગર્ભગૃહમાં પ્રવેશની વ્યવસ્થાને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા જીઝ્રએ સ્પષ્ટ કહ્યું છે કે, ’મહાકાલના દરબારમાં બધા સમાન છે, ત્યાં કોઈ VIP હોતું નથી.’

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, ગર્ભગૃહમાં કોણ પ્રવેશ કરશે અને કોણ નહીં, તેનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર (કલેક્ટર) પાસે છે. કોર્ટે અરજદારને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાની માંગણી મંદિર સમિતિ સમક્ષ મૂકે, આ સાથે કોર્ટએ પણ ટાંક્યું કે ધાર્મિક સ્થળોના આંતરિક નિયમો અને વ્યવસ્થામાં કોર્ટ દખલગીરી કરશે નહીં.

અરજદારનો આરોપ હતો કે છેલ્લા અઢી વર્ષથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ગર્ભગૃહમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ VIP અને લાગવગ ધરાવનાર હસ્તીઓ નિયમો તોડીને અંદર જવા દેવામાં આવે છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આ વ્યવસ્થા બંધારણના સમાનતાના અધિકાર (કલમ ૧૪)નું ઉલ્લંઘન છે. જેનો અરજદાર તરફથી પક્ષ રાખતા વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ’ગર્ભગૃહમાં કોને પ્રવેશ આપવો તે અંગે એક સમાન નીતિ હોવી જોઈએ. શું વ્યક્તિ વિશેષને ગર્ભગૃહમાં જવાની મંજૂરી છે? તમે VIP પ્રવેશની મંજૂરી આપી ન શકો અને જો આપો તો બીજાને વંચિત ન રાખી શકો

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૫માં મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે પણ આવી જ એક અરજીને નકારી દીધી હતી, હાઈકોર્ટે પણ તે સમયે કહ્યું હતું કે ઉજ્જૈન જિલ્લા કલેક્ટર અને મંદિર પ્રશાસન જ આ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.

મહાકાલ મંદિરમાં કોરોના મહામારીના સમયથી ગર્ભગૃહમાં સામાન્ય દર્શન બંધ છે. શ્રદ્ધાળુઓ હાલ બહારથી જ બાબા મહાકાલના દર્શન કરી શકે છે. જોકે, અવારનવાર VIP નેતાઓ અને મોટા અધિકારીઓના ગર્ભગૃહ પ્રવેશ દ્રશ્યો સામે આવે છે, જેથી સામાન્ય ભક્તોમાં રોષ જોવા મળે છે.

કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે મંદિરની વ્યવસ્થા જાળવવીએ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટનું કામ છે. હવે જોવાનું એ રહેશે કે શું મંદિર પ્રશાસન આગામી સમયમાં નિયમોને વધુ પારદર્શક બનાવી સામાન્ય જનતા માટે ગર્ભગૃહના દ્વાર ખોલશે કે પછી હાલની વ્યવસ્થા જ ચાલુ રાખશે.

Related posts

હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ આર્કવે બાય અદાણી ના રહેવાસીઓએ સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું

Master Admin

નર્મદા પરિક્રમાનો આગામી ૧૯ માર્ચથી પ્રારંભ થશે

Master Admin

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ નિમિત્તે ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન

Master Admin

Leave a Comment

Translate »