Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારોને સહાય

થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ગોંદિયા નજીક ખજરી ગામે મહારાષ્ટ્ર પરિવહનની બસ એક બાઈક સવાર ને બચાવવા જતાં અકસ્માતનો ભોગ બની હતી અને તે દુઃખદ ઘટનામાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. એ સિવાય સેલવાસ નજીક અકસ્માતમાં સુરતના ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા. વિવિધ અકસ્માતમાં આ પ્રમાણે ૧૯ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૮૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી પ્રવીણભાઈ તન્ના અને તેમના સાથીદારો દ્વારા આ સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે અને એ જ પ્રમાણે નવસારી સ્થિત રામકથાના શ્રોતા શ્રી પ્રગનેશ પટેલ દ્વારા સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ-મુખ્યમંત્રી સંઘર્ષ – શું તે બંધારણીય ગરિમાનો પ્રશ્ન છે કે ચૂંટણી રણનીતિનો? – ચૂંટણી રાજકારણ, બંધારણીય સંસ્થાઓ અને સંઘીય માળખા વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે

Master Admin

સ્લોવાકિયાથી ફ્રાન્સ સુધી, ભારતની રાજદ્વારી શક્તિ વિસ્તરે છે અને વૈશ્વિક મંચ પર પ્રભાવ વધે છે

Master Admin

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૬ જાહેર-ભારત ૧૪૭ દેશોમાંથી ૧૧૬મા ક્રમે છે-ચોથું સૌથી મોટું અર્થતંત્ર હોવા છતાં ખુશીના ધોરણે આટલું નીચું કેમ છે?

Master Admin
Translate »