Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

મોંઘવારીના બે ભાવ : ૫૦૦ રૂપિયાનો ગુનો!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

સત્ય ઘટના આધારિત, અત્રે નામ બદલી કટાક્ષ લેખમાં કાલ્પનિક પાત્ર રાખ્યું છે! ખેર, ભારતમાં મોંઘવારીના બે ભાવ છે સાહેબ. એક ભાવ શ્રીમંત માટે, બીજો ભાવ ગરીબ માટે.

૧. રમાબહેનની વાત
રમાબહેન. ઉંમર ૪૨. વેસુની એક સોસાયટીમાં ૪ ઘરે કામ કરે. સવારે ૭થી રાતે ૭ સુધી દોડે. શેઠાણીના ઘરે ૮ વર્ષથી છે. વાસણ, પોતું, કપડાં, ક્યારેક રસોઈ. પગાર ૪૦૦૦ રૂપિયા મહિને.
ગયા મહિને રમાબહેન શેઠાણી પાસે ગયા. આંખમાં પાણી અને હાથમાં હિંમત લઈને. કહેઃ “બહેન, માફ કરજો. પણ બધું એટલું મોંઘું થઈ ગયું છે કે ૪૦૦૦માં ઘર નથી ચાલતું. ટામેટા ૧૦૦, ગેસ ૯૦૦, દીકરાની સ્કૂલની ફી ૨૫૦૦ થઈ ગઈ. તમે ૫૦૦ વધારી આપો ને? ૪૫૦૦ કરી આપો.”

૨. શેઠાણીનો પ્રતિભાવ
બસ, આટલું સાંભળતાની સાથે શેઠાણીનો ચહેરો એવો થઈ ગયો જાણે રમાબહેને ૫ લાખની માંગણી કરી દીધી હોય! ગુસ્સામાં કહ્યુંઃ “શું ૫૦૦-૫૦૦ કરો છો? તને કામ નથી કરવું? દરવાજો ખુલ્લો છે. જા, તારી જગ્યાએ ૧૦ ઊભી છે.”રમાબહેનની આંખ નીચી થઈ ગઈ. ૮ વર્ષની વફાદારી, ૮ વર્ષનો વિશ્વાસ – એક સેકન્ડમાં ૫૦૦ રૂપિયાના કારણે ખતમ.

૩. મોંઘવારીના બે ચહેરા
બીજે જ દિવસે શેઠાણીનો ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ સ્ટોરીમાં દેખાયા. પાર્લરમાં બેઠા છે. કેપ્શનઃ “સ્ી ૈંદ્બી ૈજ ૈદ્બર્િંટ્ઠહં ??” બિલઃ હેરસ્પા ૨૫૦૦.બપોરે મોલમાંથી દીકરી માટે બ્રાન્ડેડ ડ્રેસ લીધો ૩૫૦૦નો. કારણ? “એની બર્થડે છે ને”.રાત્રે ફેમિલી સાથે ર્ઢદ્બટ્ઠર્ં. બિરયાની, પિઝા, ડેઝર્ટ. કુલ બિલ ૧૨૦૦. કેપ્શનઃ “ર્હ્લર્ઙ્ઘ ૈજ ર્ઙ્મદૃી ??”એક દિવસના ૭૨૦૦ રૂપિયા “એન્જોયમેન્ટ” માટે ઓછા ન પડ્યા. પણ રમાબહેનના ૫૦૦ રૂપિયા “બોજ” બની ગયા.

૪. સમાજનો બેવડો ન્યાય
આ જ આપણા સમાજની તાસીર છે સાહેબ. અમીર માણસ ૧૦,૦૦૦નો ફોન બદલે એ “અપગ્રેડેશન”. ગરીબ માણસ ૫૦૦ પગાર વધારો માંગે એ “લાલચ”.અમીર માણસ વિદેશ ટૂરે જાય ૨ લાખ ખર્ચીને એ “લાઇફ એક્સપિરિયન્સ”. ગરીબ માણસ છોકરાને સારી સ્કૂલમાં ભણાવવા ૫૦૦ વધારે માંગે એ “નખરા”.આપણે બધાના વધારાના ખર્ચા જોઈએ છીએ – નવી કાર, બીજો ફ્લેટ, બ્રાન્ડેડ ઘડિયાળ. પણ કામવાળી, ડ્રાઇવર, ચોકીદારના ૫૦૦-૧૦૦૦ રૂપિયા દેખાતા જ નથી. કારણ કે એ ગરીબ છે. ગરીબની વેદનાની કિંમત નથી, પણ ગરીબના પરસેવાની કિંમત તો બહુ મોટી છે!

૫. કાયદો અને માણસાઈ શું કહે?
ગુજરાત સરકારનો લઘુત્તમ વેતન કાયદો કહે છે કે ઘરકામ કરનારને યોગ્ય વેતન મળવું જોઈએ. મોંઘવારી વધે તો વેતન પણ વધવું જોઈએ.ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “કર્મણ્યેવાધિકારસ્તે”. એટલે જે મહેનત કરે એને એનું ફળ મળવું જોઈએ.પણ આપણો અહંકાર શું કહે? “એની જગ્યાએ બીજી આવી જશે. ગરીબીનો લાભ ઉઠાવો”.

૬. નુકસાન કોનું?
રમાબહેનને કાઢી મૂક્યા. એનું ઘર ચાલશે? એનો દીકરો ભણશે? ખબર નહીં. પણ શેઠાણીનું નુકસાન નક્કી છે.
નવી કામવાળી આવશે. એને બધું શીખવવું પડશે. એ વિશ્વાસ નહીં કરે. ચોરીનો ડર રહેશે. ૮ વર્ષનો ભરોસો ૫૦૦ રૂપિયામાં વેચી દીધો.સાહેબ, ૫૦૦ રૂપિયા વધારવા એ ખર્ચો નથી. એ રોકાણ છે. માણસાઈમાં રોકાણ. વફાદારીમાં રોકાણ. તમારા ઘરના સુખ-ચેનમાં રોકાણ.જે શેઠાણી ૫૦૦ બચાવવા માટે ૮ વર્ષનો વિશ્વાસ તોડે છે, એનું ઘર ક્યારેય સુખી ન રહે. કારણ કે લક્ષ્મી પૈસા જોઈને નહીં, માણસાઈ જોઈને આવે છે.એ વાસ્તે પણ મોંઘવારી બધા માટે છે. તો રહેમ પણ બધા માટે હોવી જોઈએ. શેઠ- શેઠાણીઓને વિનંતીઃ તમારા ઘરના પાયામાં રમાબહેન જેવા અદ્રશ્ય હાથ છે. એ હાથને મજબૂત રાખો. ૫૦૦ વધારી આપો. તમારું બજેટ નહીં તૂટે, પણ એમનું ઘર જરૂર બચી જશે.

અને રમાબહેન જેવા ભાઈ-બહેનોને કહેવું છેઃ ડરો નહીં. તમારી મહેનતની કિંમત માંગવી એ ગુનો નથી. હિંમતથી માંગો. કાયદો તમારી સાથે છે.

રખે એ યાદ રાખો – જે સમાજ ગરીબના ૫૦૦ની કદર ન કરે, એ સમાજ ક્યારેય મહાન ન બને!માટે,શેઠાણી જેવા સ્વભાવગત ગરીબ નહીં થઇ ભીખારીવેડા છોડો! જય માનવતા!જય માણસાઈ!જય ભારત!

Related posts

અયોધ્યા શ્રી રામ મંદિર ભેટ અને દાન મામલોઃ વિશ્વાસ, જવાબદારી અને પારદર્શિતાની એક કસોટી

Master Admin

અમેરિકા-ઈરાન તણાવમાં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરેઃ શું યુદ્ધનો અંત આવશે? શું કોઈ કરાર શક્ય સ્થાયી શાંતિની આશા આપશે?-બદલાતા ભૂરાજનીતિમાં એક નવો અધ્યાય – એક વ્યાપક વિશ્લેષણ

Master Admin

Olympic Champion Tatiana Navka’s World-Class Ice Show ‘Scheherazade’ Premieres in India at EKA Arena Ahmedabad

Reporter1

Leave a Comment

Translate »