Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

યુકેમાં રાજકીય ભૂકંપ! ૭૨ સાંસદોનો સ્ટાર્મર વિરુદ્ધ બળવો

કેબિનેટમાં બે ભાગલાઃ ગૃહમંત્રીએ જ રાજીનામું માંગ્યું

લેબર પાર્ટીના કુલ ૪૦૩ સાંસદોમાંથી અત્યાર સુધીમાં ૭૧ સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૨ મે ૨૦૨૬ — બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ હવે પીએમ સ્ટાર્મર સામે રાજીનામું આપવા અથવા પદ છોડવાની સમયમર્યાદા નક્કી કરવાનું દબાણ આકાશે આંબી રહ્યું છે. મંગળવારની વહેલી સવાર સુધીમાં બગાવત કરનારા લેબર સાંસદોની સંખ્યા વધીને ૭૨ પર પહોંચી ગઈ છે. લેબર પાર્ટીના કુલ ૪૦૩ સાંસદોમાંથી અત્યાર સુધીમાં ૭૧ સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે. આ સાંસદોનું કહેવું છે કે, કાં તો પીએમ તુરંત પદ છોડે અથવા તો સ્પષ્ટ કરે કે તેઓ ક્યારે રાજીનામું આપશે.બ્રિટિશ સરકારની કેબિનેટમાં અત્યારે બે ફાંટા પડી ગયા છે. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ગૃહમંત્રી શબાના મહમૂદે ખુલ્લેઆમ વડાપ્રધાનને રાજીનામાની તારીખ જાહેર કરવા જણાવ્યું. જોકે, કેબિનેટના મોટાભાગના મંત્રીઓ હજુ પણ પીએમની પડખે છે, પરંતુ શબાના મહમૂદ જેવું કદાવર નામ વિરોધમાં આવતા સરકારની સ્થિરતા સામે સવાલો ઉભા થયા છે. આટલા મોટા વિરોધ વચ્ચે પણ પીએમ કિયર સ્ટાર્મર મક્કમ દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે, “હું મારા પર શંકા કરનારાઓને ખોટા સાબિત કરીશ. હું સ્વીકારું છું કે મારી સરકારથી કેટલીક ‘ભૂલો’ થઈ છે, પરંતુ મોટા રાજકીય નિર્ણયો હંમેશા સાચા લેવામાં આવ્યા છે. પદ છોડવું એ દેશને અરાજકતામાં ધકેલવા જેવું હશે.”

Related posts

મિલિટરી ઓપરેશનમાં વધુ ૬૭ તાલિબાનોને ઠાર માર્યા

Master Admin

અમેરિકાના પૂર્વ NSA એ જ ટ્રમ્પને બરાબરના તતડાવ્યાં

Master Admin

ઈરાન-અમેરિકાના યુદ્ધની અસરને લીધે દુનિયાભરમાં મોંઘવારીથી લોકો ત્રાહિમામ

Master Admin

Leave a Comment

Translate »