Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.૨૦ લાખની ખંડણી મંગાઇ

રાજકોટ નજીકના સરધારમાં રહેતા પિતા-પુત્રો સહિત ચાર સામે ગુનો

કચ્છ પંથકથી કારમાં બેસાડી ઘરે લઇ આવી ગોંધી રાખી હતી, બંદૂક બતાડી ધમકી પણ આપી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ, તા.૫ જૂન ૨૦૨૬ — કચ્છ પંથકની યુવતીને રાજકોટ નજીકના સરધાર ગામમાં સવા બે માસ સુધી ગોંધી રાખી, અવારનવાર દુષ્કર્મ ગુજારી, મુક્ત કરવા માટે હથિયાર બતાવી, રૂા.૨૦ લાખની ખંડણી માંગવા અંગે આરોપી રામ છૈયા, તેના ભાઇ શ્યામ, પિતા મુકેશ અને સંબંધી રાજા ઉર્ફે રાજેશ મેણંદભાઇ ચાવડા વિરુદ્ધ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણેક વર્ષ પહેલાં તેની સાથે રામ અભ્યાસ કરતો હતો ત્યારે તેની સાથે વાત કરી સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરતો હતો. ધો.૧૨નો અભ્યાસ પૂર્ણ કરી તેણે બે વર્ષ નર્સિંગ કર્યું હતું. ગત જાન્યુઆરી માસમાં નર્સિંગનું રિઝલ્ટ લેવા ગઇ ત્યારે કોલેજની બહાર રામ કારમાં આવ્યો હતો. તેનો હાથ પકડી કારમાં બેસાડયા બાદ કોરા કાગળમાં સહીં અને તેના ફોટા લીધા હતા. ત્યાર પછી તેને રાજકોટ મૂકી જતો રહ્યો હતો. ગઇ તા.૨૩ માર્ચે કચ્છમાં ફઇના ઘરે જવા માટે બસ સ્ટેન્ડથી ઉતરી ત્યારે અલ્ટો કારમાં રામ બે અજાણ્યા શખ્સો સાથે ધસી આવ્યો હતો. તેનો ફોન પડાવી તેને નવાગામ (સરધાર) પોતાના ઘરે લઇ આવ્યો હતો. જ્યાં તેને એક રૂમમાં પુરી અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં રામ, તેનો ભાઇ અને પિતા જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રાસ આપતા હતા.ઘરમાં ગોંધી રખાયેલી પીડિતાએ પોતાને છોડી દેવા માટે આજીજી કરતા આરોપીઓએ પૈસાની માગણી કરી હતી. રામના સંબંધી રાજેશે તેના માથાના ભાગે બંદૂક જેવું હથિયાર મુકી તેના પિતા રૂા.૨૦ લાખ આપે પછી જ મુક્ત કરવાની વાત કરી હતી. પંદરેક દિવસ પહેલાં રામનો મોબાઇલ યુવતીના હાથમાં આવી જતાં તેમાંથી તેના ભાઇનો નંબર મેળવી આપવિતી કહેતાં તેના પરિવારના સભ્યો સરધાર પહોંચ્યા હતા. તેમણે રામના પરિવારજનોને પુત્રી પાછી આપી દેવાનું કહ્યું હતું પરંતુ માન્યા ન હતા અને રૂપિયાની માગણી ચાલુ રાખી હતી. આખરે તેના ભાઇએ તેના રૂમનો દરવાજો તોડી નાંખ્યો હતો. આ પછી તેને કારમાં બેસાડી લઇ ગયો હતો. ગભરાઇ જતાં તત્કાળ ફરિયાદ નોંધાવી ન હતી. આજે પરિવારજનો સાથે જઇ આજી ડેમ પોલીસને આપવિતી કહેતા ગુનો દાખલ કર્યો હતો.

Related posts

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીની તારીખ જાહેરઃ ૧૫ જૂન બાદ ધમાકેદાર ચોમાસું બેસશે

Master Admin

અમદાવાદમાં ઈડીના દરોડાઃ ગેરકાયદે કોલ સેન્ટરોના ૬ સ્થળો પર ત્રાટકી ટીમ

Master Admin

‘નલ સે જલ’ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ

Master Admin

Leave a Comment

Translate »