Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

રવિ સિઝન માટે ૩૦ એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર

આગામી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૩ માર્ચ ૨૦૨૬ — રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ? દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે તેમ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો. વળી ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી. જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે. સામાન્યતઃ રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ પરિસ્થિતિઓ ધ્યાને લઈ ખેડૂત આગેવાનો દ્વારા રવિ સિઝનનું પાણી માર્ચ અને એપ્રિલમાં પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી. આ બાબતે ગત તારીખ ૧૧ માર્ચ ૨૦૨૬ ના રોજ ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચર્ચા થઈ હતી, તેમાં નક્કી થયા મુજબ ચાલુ વર્ષે રવિ સીઝન પાછળ લંબાયેલ હોવાથી પીવાના પાણી અને અન્ય આરક્ષણને ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં રવિ સીઝન માટે આગામી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે? તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જે ગામોમાં જમીનની માપણી (પ્રમોલગેશન) પૂરી થઈ ગઈ છે, પણ તેમાં ક્ષતિઓ (ભૂલો) રહી ગઈ છે, તે સુધારવા માટે હવે આખા રાજ્યમાં ભૂમિ સીમાંકન નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોની વાંધા અરજીઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ આવશે, જેનાથી ગુડ ગવર્નન્સ (સુશાસન) અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પણ મોટો વેગ મળશે.

Related posts

સુરતમાં પનીર બાદ નકલી ઘીનો પર્દાફાશ ૨૦૦૦ કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો પકડાયો

Master Admin

ગુજરાતમાં કોંગ્રેસના વોટર્સના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરવાનું કાવતરું રચાયું

Master Admin

રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ જારી

Master Admin

Leave a Comment

Translate »