Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો પ્રહાર

ઓમ બિરલાના દાવાને સંપૂર્ણ ખોટા અને બકવાસ ગણાવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: લોકસભામાં છેલ્લા ચાર દિવસથી હોબાળો ચાલી રહ્યો છે. ત્રીજા દિવસે વિપક્ષની ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી પાસે આવી ગયા હતા, જેને અધ્યક્ષ ઓમ બિરલાએ અણધારી ઘટનાને અંજામ આપવાની યોજના હોવાનો દાવો કર્યો હતો. હવે આ દાવા મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો છે.
પ્રિયંકા ગાંધીએ ઓમ બિરલાના દાવાને સંપૂર્ણ ખોટા અને બકવાસ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘વડાપ્રધાન હવે સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે. વડાપ્રધાન ગૃહમાં આવવાની હિમ્મલ કરી શક્યા નથી, તેથી તેઓ લોકસભા અધ્યક્ષ પાસે જૂઠ બોલાવી રહ્યા છે.’

પ્રિયંકાએ ગૃહ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘અધ્યક્ષનો દાવો સંપૂર્ણ ખોટો છે. એ વાતનો કોઈ જ સવાલ નથી કે, વડાપ્રધાન સાથે અણધારી ઘટના ઉભી કરવાની યોજના હતી. વડાપ્રધાન લોકસભા અધ્યક્ષની પાછળ છુપાઈ રહ્યા છે અને તેઓ આ બધુ અધ્યક્ષ પાસે બોલાવી રહ્યા છે. વડાપ્રધાનમાં ગૃહમાં આવવાની હિમ્મત નથી. આ કેવી બકવાસ વાત છે કે, ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાનની ખુરશી સામે ઉભી થઈ ગઈ હતી, તેથી પીએમ ગૃહમાં આવી શક્યા નથી.’

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, તેમણે જ PM મોદીને સંસદમાં ભાષણ ન આપવા સલાહ આપી હતી કારણ કે કોંગ્રેસના સાંસદો પહેલેથી જ તેમની ખુરશી ઘેરીને ઊભા હતા. તેમણે કહ્યું હતું કે, ‘હું ખૂબ દુખી થઈને કહી રહ્યો છું કે ગઈકાલે મારી ચેમ્બરમાં કેટલાક સદસ્યો જે વ્યવહાર કર્યો તેવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. વિપક્ષના સદસ્યોએ ગઈકાલે જે કર્યું તે કલંક સમાન છે. PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના હતા. તે પહેલા મારી પાસે જાણકારી આવી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે. જે બાદ મેં PM મોદીને આગ્રહ કર્યો કે તમે સદનમાં ન આવશો. હું PM મોદીનો આભારી છું કે તેમણે મારી વાત સ્વીકારી. જો PM મોદી લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અપ્રિય ઘટના થઈ હોત.’

Related posts

કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ

Master Admin

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય

Master Admin

SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 14 જુલાઈ, 2026 ના રોજ ખૂલશે પ્રાઇસ બેન્ડ રૂ. 545 – રૂ. 574 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ

Reporter1

Leave a Comment

Translate »