Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of Indianational

વિકાસના બણગા ફૂંક્યા છતાં ગુજરાત તો મહારાષ્ટ્ર કરતા પાછળ

સરકારી આંકડાએ આપ્યો પુરાવો

અર્થવ્યવસ્થામાં સૌથી મોટી છલાંગ કર્ણાટક લગાવી રહ્યું છે, તે ચાર રાજ્યોમાં સૌથી તેજીથી આગળ વધી રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ માર્ચ ૨૦૨૬ — દેશના ચાર મોટા રાજ્યોમાં વિકાસ દરના આંકડા પર એક નજર કરીએ તો ચાર વર્ષોમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બહુ જ પાછળ રહી ગયા છે. એટલુ જ નહિ, ચાર મોટા રાજ્યોમાં સૌથી નબળો મહારાષ્ટ્રનો વિકાસદર રહ્યો છે. જ્યારે કે આ મામલે કર્ણાટકે બાજી મારી લીધી છે. સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્રએ ગત ચાર વર્ષોમાં ભારતના ચાર મોટ રાજ્યોમાં સૌથી ધીમો વિકાસ કર્યો છે.

જોકે, તેમ છતા તે દેશની સૌથી મોટો રાજ્ય અર્થવસ્થામાં સામેલ છે. જેનો અંદાજિત જીએસડીપી ૨૦૨૪-૨૫ માં ૪૨,૬૭,૭૭૧ કરોડ રૂપિયા રહ્યો. કોરોનાકાળ બાદ મહારાષ્ટ્રનો જીએસડીપી (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ ની વચ્ચે લગભગ ૪૩ ટકા રહ્યો છે. પરંતું વૃદ્ધિ દરના મામલા તે કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુથી લગભગ પાછળ રહ્યું છે. જોકે, કેટલાક આંકડામાં મહારાષ્ટ્ર હજી પણ ચાર રાજ્યોમાં સૌથી આગળ છે. મહારાષ્ટ્રએ આ જ સમયગાળાાં જીએસડીપીમાં લગભગ ૬૫ ટકાનો વધારો કર્યો છે. મહારાષ્ટ્રનો વૃદ્ધિ દર કર્ણાટકતી ૫૦ ટકાથી વધુ પાછળ છે.

આ બધામાં ગુજરાત પણ મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે. પરંતું તેમાં તમિલનાડુ પણ કાંટે કી ટક્કર આપી રહ્યું છે. ગુજરાતની અર્થવ્યવસ્થા તેજીથી વધી રહી છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં ગુજરાતનો ય્જીડ્ઢઁ લગભગ ૧૮.૭૯ ટકા હતો, જે હવે વધીને અંદાજે ૨૭.૯૦ લાખ કરોડ થઈ ગયો છે. આ દરમિયાન અંદાજે ૪૮ ટકા વધારો થયો છે. તો બીજી તરફ, તમિલનાડુની અર્થવ્યવસ્થામાં પણ અંદાજે ૪૭ ટકાનો વધારો નોંધાયો છે. તેનો ય્જીડ્ઢઁ વધીને લગભગ ૩૧.૫૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

એક્સપર્ટસનું કહેવું છે કે, દક્ષિણી રાજ્યોમાં વધી રહેલું ઈન્વેસ્ટમેન્ટ, મજબૂત સ્ટાર્ટઅપ, ઈકોસિસ્ટમ અને આઈટી સેક્ટરની મજબૂતાઈને કારણે તેમની અર્થવ્યવસ્થા તેજીથી વધી રહી છે. આ જ કારણ છે કે, દક્ષિણના રાજ્યો હવે દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થા મહારાષ્ટ્રની નજીક પહોંચી રહ્યા છે, અને મહારાષ્ટ્રને પડકાર આપી રહ્યાં છે.

હાલ અર્થવ્યવસ્થામાં સૌથી મોટી છલાંગ કર્ણાટક લગાવી રહ્યું છે. તે ચાર રાજ્યોમાં સૌથી તેજીથી આગળ વધી રહ્યું છે. ૨૦૨૧-૨૨ માં કર્ણાટકનો ય્જીડ્ઢઁ અંદાજે ૧૭.૦૨ લાખ કરોડ રૂપિયા હતો, જે વર્ષ ૨૦૨૪-૨૫ માં વધીને લગભગ ૨૮.૦૯ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. એટલે કે, અંદાજે ૬૫ ટકા વધારો નોંધાયો છે. એક્સપર્ટસનું કહેવું છે કે, આઈટી અને સર્વિસ સેક્ટરની તેજીએ કર્ણાટકની અર્થવ્યવસ્થાને મજબૂતી આપી છે.

વિકાસદર ઓછો હોવા છતાં મહારાષ્ટ્ર કદના મામલામાં સૌથી આગળ છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા તમિલનાડુથી લગભગ ૧૧ લાખ કરોડ રૂપિયા વધારે છે. તો ગુજરાતથી લગભગ ૧૪ લાખ કરોડ રૂપિયા અને કર્ણાટકથી અંદાજે ૧૫ લાખ કરોડ રૂપિયા વધારે છે. ફાઈનાન્સિયલ વર્ષ ૨૦૨૪-૨૫ માં મહારાષ્ટ્રનો ય્જીડ્ઢઁ અંદાજે ૪૨.૬૭ લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં તે અંદાજે ૨૯.૮૧ લાખ કરોડ રૂપિયા હતું. માત્ર ચાર વર્ષમાં તે ૪૩ ટકાનો વધારો લઈને આવ્યું. આ દરમિયાન મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં અંદાજે ૧૨.૮૬ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જે ચાર રાજ્યોમાં સૌથી વધુ છે.

Related posts

દેશના કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર

Master Admin

કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે

Master Admin

ઝોડિયાક એનર્જી લિમિટેડ – Q1 FY27માં મજબૂત નાણાકીય કામગીરી

Master Admin

Leave a Comment

Translate »