Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

“શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમની કેબિનેટ મંત્રીમંડળ ના લીધે મારા ઘરમાં બબાલ…!!!???”

અનંતનો નિર્મલાનંદ-૭૭”
અનંત દવે ‘ઢ ’ (અમદાવાદ)

email : msoph@rediffmail.com

====================

સવાર પડું પડું થઈ રહી હતી….!!!
હું અર્ધનિંદ્રા માં હતો…!!!
મારો ઉઠવાનો સમય થઈ ગયેલ…!!!
એવામાં મારી પત્ની નો અવાજ કાને પડ્યો…!!!
“સાંભળો છો…?? મારે તમારું એક કામ છે…!!!”
એક તો.. એને… મારું કામ હોય…!!!
એવા સમયમાં…
તમે નહીં જ માનો…!!! પણ…આનો આવો મધુર અવાજ… કે.. જે… અમારા છોકરાઓ મોટા કરવામાં… કે…. એમના પણ છોકરાઓ ને… ઉછેરવામાં… વર્ષો થી લુપ્ત થઈ ગયેલ…. જે આજે… ફરી એકવાર.. મારા કાનમાં ગલીપચી કરી રહ્યો હતો…!!!
તોય…બાપુ…આપણે.. એના વધારે લાડ ની અપેક્ષા એ… એની વાતનો પ્રતિભાવ આપતા… ઉંઘમાં હોવાનો ડોળ કરતાં… બોલ્યો…!!!
“થોડુ…સુવા દે…ને…અલી…!!!??”
“તારે જે કામ હોય…તે…બોલ..!!
બાપુ… મને મનમાં થયું જ… કે.. નક્કી આજે મારો દાડો… સુધરી જવાનો…!!!
અને…એણે… મારા માથા ના વાળમાં.. ધીરે ધીરે હાથ ફેરવતા ફેરવતા એ.. જ.. મધુર અવાજ માં બોલી…!!!
“હેં… આ એપ્રિલ મહિના નું તમારું પેન્શન… આ મે મહિના ની બીજી તારીખે તો… જમા થઇ જ.. જવાનું ને…કાં…???”
એવડી ઇ… તો… પ્રેમ થી જ બોલી હતી…!!!
પણ… હું મારા વર્ષો ના અનુભવ થી એને કળી ગયેલો…!!!
હવે…મારી તો… ઉંઘ ઉડી ગઈ હતી…!!!
કે… ખરેખર… એ… કોઇ … જબરદસ્ત પ્લાનિંગ કરી… બરોબર નો સમય નક્કી કરી… મને આખે આખ્ખો વેતરી નાખવાની… વ્યવસ્થિત ગોઠવણી કરી ને… બોલી રહી હતી… એ નક્કી થઈ ગયું હતું…!!!
(તમે જ કહો.. તમને પણ અનુભવ તો… હશે જ.. બાકી.. આજના જમાનામાં… કોઇ પત્ની… એમને એમ… સવારના પહોરમાં… કોઇ કારણ વગર… આટલા વરસ વિત્યા પછી… માથામાં હાથ ફેરવીને ગેલમાં આવી ને… થોડું વાત કરતી હશે…???!!!)
તોય પુછવું પડે… એટલે મેં મારી ફરજ માં આવે એટલે પુછ્યું….
“અલી… પેન્શન નું… તારે… શું… કામ છે…બોલ..???”
મને તરત જ બોલી…
“પાછું… ઘરમાં કરિયાણું ભરવું પડશે…!!!”
મારા પર તો.. જાણે.. વજ્રઘાત થયો..!!
આમાં… સાહેબ… તમે તો શું… કોઇને પણ થાય… કે.. કરિયાણું જ ભરવાનું છે.. ને…!!! એમાં તે વળી શું થઈ ગયું.. ??
“…પણ.. મને તો આ શબ્દો પર તો… ફાળ પડી…!!!”
“મને કાપો તો લોહી ના નીકળે…!!!”
“આ વાત આપને સમજાવવા માટે… આપને થોડું ભૂતકાળ માં લઈ જઉં… પછી …તમે જ સામેથી કહેશો.. કે… આમાં… હું જરાય ખોટો નથી…!!!”
(એના બોલેલા વાક્ય….’પાછું કરિયાણું લેવું પડશે…!!!’ એમાં ’પાછું’ શબ્દ નો કયો ગુઢ અર્થ થાય છે.. એ… જો..જો..?? )
હ્લ.. ન્.. છ.. જી.. ૐ… મ્… છ.. ઝ્ર… દ્ભ..
=======================
યાદ કરો હંમણા નો જ એ… ૨૭ મી ફેબ્રુઆરી ૨૦૨૬ નો એ ગોઝારો દિવસ… અમેરિકા અને ઈઝરાઇલે સંયુક્ત રીતે ઈરાન ના આયાતુલ્હા ખોમીની ને મારી યુદ્ધ ની શરુઆત કરી પુરા વિશ્વમાં ખડભડાટ મચાવી દીધો…!!! નક્કી થઈ ગયું… કે યુદ્ધ હવે લાંબુ ચાલશે…!!!
હવે.. દુનિયામાં અનાજ.. કરિયાણું… પાણી.. પેટ્રોલ ડિઝલ ની જોરદાર તંગી ઉભી થશે.. !!! આ બધુ જ્ઞાન એની ઓટલા પરિષદ અને આ ફેસબુક અને વોટ્‌સ એપ અને સમાચાર ચેનલો એ એટલું ભરી દીધેલ કે… મારી ઘરવાળી એવી ભુરાઇ થયેલ કે..બોલી બોલી ને મારા કાન તો એવા પકવી નાખેલ… “બસ .. આજને આજ ઓછામાં ઓછું ચાર મહિના ચાલે તેટલું કરિયાણું ભરી લેવું પડશે… બાજુવાળા પેલા..કાંતાબેન કે..તા..તા.. કે… આ યુદ્ધ તો… રશિયા યુક્રેન કરતાં વધુ ચાલશે… જો.. જો…!!!”
એં..મારું માનો.. આપણે જો.. અત્યારે નહીં ભરી લઇ એ તો…બે દાડા માં..તો… બધુ… મોંઘુંદાટ થઈ જશે..!!! પછી કાળાબજારી થશે…!!!
તમ તમારે ચિંતા ના કરો.. એં… મેં ખરીદી નું બધુ લીસ્ટ બનાવી તૈયાર રાખેલ છે…!!!
મેં એને બેસાડી ને બહુ સમજાવી… જો ટીવી પર નરેન્દ્રભાઈ મોદી અને તેના મંત્રીમંડળ ના નેતા રોજ ઠેરવી ઠેરવી ને કે.. છે.. કે.. “આપણા દેશમાં બધુ અનાજ.. પેટ્રોલ.. ડિઝલ પુરતા પ્રમાણ માં છે…”
“કોઇએ… ચિંતા કરવાની નથી…”
“અને …એ બાબતમાં… કોઇએ જરાપણ ખોટી અફવા ફેલાવવી નહીં..!!”
પણ…આપણું માને એ બીજા…
બોલો… એણે મારા ત્રણેય સાઢુ પાસે મને ફોન કરાવી… મને શરમ માં નાખી… એણે બળજબરી થી… ઠેક જુન મહિના સુધી ચાલે… એટલા કરિયાણા ની સાથે…નહાવા ધોવાના સાબુ શેમ્પુ… વોશિંગ પાવડર… સૌંદર્ય પ્રસાધનો… તો ઠીક… પાછી અથાણાં બનાવવાની સિઝન વચમાં આવશે… એટલે… એને લગતી વસ્તુ જેવી… મરચું…ખાંડ… તેલ… મસાલા… બધું ખરીદી ને જીંદગી માં અમારા કુળમાં પહેલીવાર.. ટેમ્પો ભરીને બધો સામાન લાવવો પડ્યો…!!!
પાછું આડોસી પાડોશી ની ચડસા ચડસી માં.. જ્યાં પાંચ લીટર ના તેલના કેરબામાં … લગભગ બે મહિના કરતાં વધારે.. નીકળી જાય છે.. ત્યાં… એવા પાંચ પાંચ કેરબા એ ખરીદી ને… મારી ઘરવાળી ઘરમાં લાવી….!!!
પાછો બધો સામાન તો એટલો બધો થઈ ગયો… કે… એને સમાવવા માટે… એણી એ.. કપડા નો એક મોટો કબાટ ખાલી કરી… કપડા બધા બેગોમાં ભરી… માળીયામાં ચડાવી દીધી…!!! અને કબાટમાં ચાર મહિનાની ખરીદી નો બધો સામાન ઘરમાં જ સગે વગે કરી દીધો… બોલો…!!!
તમે નહીં માનો… કોઇ કરિયાણા ની નાની દુકાનમાં નહીં હોય… એના કરતાં વધારે સામાન મારા ઘરમાં આણે… મને અમેરિકા – ઈરાન ના યુદ્ધ થી ડરાવી ડરાવી ને… માર્ચ મહિનાની પહેલી તારીખે..તો… ઘુસાડી દીધો…!!!
મારો માયલો જાણે છે.. કે.. ચાર મહિના માટે લાવેલ… આ સામાનના કાવડિયા ની વ્યવસ્થા કરતાં કરતાં મને ફેણ ચડી ગઈ….!!!
હવે…અહી કઙ્મટ્ઠજરહ્વટ્ઠષ્ઠા તો પુરું થયું..ભઇલા… પણ… મુળ મુદ્દા ની વાત તો.. હવે શરુ થાય છે….!!!
મારે આપને સાબિત કરવાનું છે….કે “શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેબિનેટ મંત્રીમંડળ થી મારા ઘરમાં બબાલ” કેવી રીતે થઈ તે વાત આવતીકાલ કરીશું… આપને નિર્મલાનંદ મળશે તેની ખાત્રી સાથે

Related posts

નીતિ નિર્માતાઓ માટે મજબૂત વળતર અને જવાબદારી પદ્ધતિઓ વિકસાવવાનો સમય આવી ગયો છે જેથી આરોપીઓને લાંબી ન્યાયિક પ્રક્રિયામાં કિંમતી સમય બગાડવો ન પડે.

Master Admin

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે. ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ

Reporter1

All Gujarat Federation of Tax Consultants (AGFTC) and Income Tax Bar Association (ITBA) successfully organize Two-Day Tax Conclave 2025

Reporter1

1 comment

Javier929 May 3, 2026 at 5:28 pm Reply

Leave a Comment

Translate »