Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

સપ્તાહના છેલ્લા દિવસે રોકાણકારોને આજે સાત લાખ કરોડનું નુકસાન થયું

  • સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું
  • શુક્રવારે સેંકસેક્સ ૭૦૦ અંક તૂટીને ૮૧,૫૩૭ તો નિફ્ટી ૨૪૧ અંક તૂટીને ૨૫૦૪૮ અંક પર બંધ થયો, જ્યારે બેન્ક નિફ્ટીમાં ૭૦૦ અંકનો ઘટાડો

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૬: ભારતીય શેર બજાર માટે શુક્રવારનો દિવસ અપશુકનિયાળ રહ્યો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧ ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો, ગુરુવારની તેજી બાદ સપ્તાહના છેલ્લા દિવસે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં કડકો થયો જેમાં રોકાણકારોના ૭ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બીજી તરફ બજેટ પહેલા ડોલરની સરખામણીએ રૂપિયો પણ કડડભૂસ થયો છે. રૂપિયો છેલ્લા છ મહિનામાં નીચલી સપાટીએ આવી ૯૧.૯૪ પર સ્થિર થયો છે. આજે દિવસભર દરમિયાન રૂપિયો ૦.૩૪ ટકા જેટલો જ્યારે ચાલુ સપ્તાહમાં ૧.૧૮ ટકા અને મહિનામાં ૨.૩ ટકા જેટલો ઘટી ગયો છે.

આજે શુક્રવારે સેંકસેક્સ ૭૦૦ અંક તૂટીને ૮૧,૫૩૭ તો નિફ્ટી ૨૪૧ અંક તૂટીને ૨૫૦૪૮ અંક પર બંધ થયો, જ્યારે બેન્ક નિફ્ટીમાં ૭૦૦ અંકનો ઘટાડો જોવા મળ્યો, જેથી રોકાણકારોને ૭ લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું, મ્જીઈ માર્કેટ કેપ ૪૫૮.૫૦ લાખથી ઘટીને ૪૫૧.૫૬ પર આવી ગયું, મ્જીઈના ૩૦માંથી ૬ શેરોને છોડીને બાકીના ૨૪ શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો, સૌથી વધારે ઘટાડો ઝોમેટો, ઈન્ડિંગો અને બજાજ ફાઈનાન્સ જેવા શેરોમાં જોવા મળ્યો.

શેર બજારમાં આજે ૩૨૮ જેટલા શેર છેલ્લા ૫૨ સપ્તાહના સૌથી નીચા સ્તરે રહ્યા જ્યારે ૬૯ શેર આજે છેલ્લા એક વર્ષની સરખામણીએ રેકોર્ડ હાઇ રહ્યા, જો શેર બજારમાં આવેલા ઘરખમ ઘટાડાના કારણો પર નજર કરીએ તો વિદેશી રોકાણકારો હાલ નફો બુક કરી રહ્યા છે, દ્ગજીઈના આંકડાઓ પ્રમાણે, વિદેશી સંસ્થાકીય રોકાણકારે છેલ્લા શત્રમાં ૨,૧૪૪.૦૬ કરોડ રૂપિયાના શેર વેચ્યા, જેનાથી વિરુદ્ધમાં ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ ૩,૮૭૭.૭૮ કરોડ રૂપિયાના શેર ખરીદી શેર બજારને સમર્થન આપ્યું હતું. માર્કેટ નિષ્ણાંત અનુસાર, હાલમાં નિફ્ટી ૨૫ હજારના સ્તર પર મજબૂતીથી ટકી રહ્યો છે, વૈશ્વિક ભૂ-રાજનૈતિક તણાવના કારણે શેર બજાર પર દબાણ વધ્યું છે, વિદેશી રોકાણકારો તેમના પોર્ટફોલિયો બદલી રહ્યા છે, જેના કારણે શેર બજાર આજે ક્રેશ થઈ છે. ઉપરાંત અનેક કંપનીઓના પરિણામો રોકાણકારોને આકર્ષી રહ્યા નથી. વિદેશી રોકાણકારોએ કરેલી વેચવાલીને કારણે રૂપિયો ૦.૩૦ પૈસા નબળો પડ્યો, હાલ વૈશ્વિક અનિશ્ચિતાઓને કારણે બજારમાં રોકાણકારો સતર્કતા દાખવી રહ્યા છે.

Related posts

A Groundnut Revival: How Tag Soil Helth Saved Jaga Bhai’s Farm in Gujarat

Reporter1

WOODBURNS Indian Whisky wins the country a first historic Grand Gold and Revelation Blended Whisky award at Spirits Selection by Concours Mondial de Bruxelles 2025

Reporter1

અમદાવાદ શહેરમાં એન્ડ-ટુ-એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇન અને એક્ઝિક્યુશન સોલ્યુશન્સ સાથે Space N Living ને લોન્ચ કરાયું

Master Admin

Leave a Comment

Translate »