બહારનું ખાતા પહેલા સો વાર વિચારજો
અસલી પનીરની બજાર કિંમત લગભગ ૩૮૦થી ૩૯૦ રૂપિયા પ્રતિ કિલો છે ત્યાં આ નકલી પનીર ૧૮૦થી ૨૨૦ રૂપિયામાં વેચાતું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૭ માર્ચ ૨૦૨૬ — શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં સુરત પોલીસની ર્જીંય્ ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી પનીર બનાવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, લોકોના આરોગ્ય સાથે ખતરનાક રમખાણ કરતા આરોપીઓ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરીને પનીર તૈયાર કરતા હતા, જે માનવ શરીર માટે ગંભીર રીતે હાનિકારક માનવામાં આવે છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પનીર બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. અહીં બનાવાતું પનીર દેખાવમાં અસલી જેવું લાગતું હોવા છતાં તેમાં દૂધની જગ્યાએ પામોલીન તેલ, થોડું દૂધ અને મિલ્ક સોલિડ જેવા ઘટકોનો ઉપયોગ કરીને ‘એનાલોગ પનીર’ તૈયાર કરવામાં આવતું હતું. આ બનાવટમાં ફૂડ ગ્રેડના કેમિકલના બદલે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, જે સામાન્ય રીતે કારખાનામાં વપરાતું જોખમી કેમિકલ છે.
વિશેષજ્ઞોના મતે આવા એસિડનો ખોરાકમાં ઉપયોગ કરવાથી માનવ શરીરના પાચનતંત્ર પર ગંભીર અસર પડી શકે છે. લાંબા સમય સુધી આવા પદાર્થોનું સેવન કરવાથી કિડની, પેટ અને અન્ય આંતરિક અંગોને નુકસાન થવાની શક્યતા રહે છે. એટલે કે, આ નકલી પનીર લોકોને ધીમે ધીમે ઝેર આપવાના સમાન હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ર્જીંય્ની તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે, આ કારખાનું સુરતમાં હોવા છતાં તેનું હ્લજીજીછૈં લાયસન્સ મહારાષ્ટ્રના વસઈના સરનામે નોંધાયેલું હતું. આરોપી આ લાયસન્સનો ઢોંગ કરીને વર્ષોથી સુરતમાં ગેરકાયદેસર રીતે પનીરનું ઉત્પાદન કરી બજારમાં સપ્લાય કરતો હતો.
આ પનીર ખાસ કરીને સસ્તું હોવાથી બજારમાં સરળતાથી વેચાઈ જતું હતું. જ્યાં અસલી પનીરની બજાર કિંમત લગભગ ૩૮૦થી ૩૯૦ રૂપિયા પ્રતિ કિલો હોય છે. ત્યાં આ નકલી પનીર માત્ર ૧૮૦થી ૨૨૦ રૂપિયામાં વેચવામાં આવતું હતું. સસ્તી કિંમતને કારણે અનેક ડેરીઓ અને વેપારીઓ દ્વારા આ પનીર ખરીદવામાં આવતું અને પછી ગ્રાહકો સુધી પહોંચતું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેરકાયદે નેટવર્ક છેલ્લા લગભગ બે વર્ષથી પાંડેસરા અને ગણેશનગર વિસ્તારમાં સક્રિય હતું. આરોપી દરરોજ અંદાજે ૪૦૦ કિલો જેટલું નકલી પનીર તૈયાર કરીને સુરત શહેરની અનેક ડેરીઓ અને ખાદ્ય વેપારીઓને સપ્લાય કરતો હતો. દરોડા દરમિયાન ર્જીંય્ અને ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પરથી કુલ ૧૪૦૧ કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું છે.
સાથે સાથે પનીર બનાવવામાં વપરાતી સામગ્રી સહિત કુલ અંદાજે ૨૮.૪૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે મુખ્ય આરોપી મહેશકુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ પનીર ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. સુરત પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે શહેરના નાગરિકોને સસ્તું પનીર ખરીદતા પહેલા સાવચેત રહેવાની અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ખૂબ ઓછી કિંમતે મળતું પનીર શંકાસ્પદ હોઈ શકે છે, તેથી ગ્રાહકોએ પ્રમાણિત અને વિશ્વસનીય સ્થળેથી જ ખાદ્ય પદાર્થોની ખરીદી કરવી જોઈએ.

