Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGov. of GujaratGujarat

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરને લઈને ગુજરાત સરકાર એલર્ટ

ગેસ સપ્લાય અંગે સમીક્ષા બેઠક

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં ગેસ સપ્લાય, સ્ટોક, આયાત, વિતરણ અને વિકલ્પો અંગે ચર્ચા કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૬ માર્ચ ૨૦૨૬ — મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવની અસર વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.

વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઊર્જા વિભાગના અધિકારીઓ અને સરકારી ગેસ કંપનીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા.

બેઠકમાં રાજ્યમાં એલએનજી (LNG) અને એલપીજી (LPG)ના પુરવઠા, ઉપલબ્ધ સ્ટોક તેમજ ભવિષ્યમાં ઉભી થઈ શકે તેવી સંભાવિત સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ રાજ્યમાં હાલ ગેસ સપ્લાયની સ્થિતિ, આયાતની વ્યવસ્થા અને ગેસ વિતરણ તંત્ર અંગે પ્રસ્તુતિ આપી હતી.

ગુજરાત ઉદ્યોગપ્રધાન રાજ્ય હોવાથી અહીં મોટા પાયે ઉદ્યોગો નેચરલ ગેસ પર આધારિત છે. ટેક્સટાઇલ, કેમિકલ, સેરામિક સહિતના અનેક ઉદ્યોગોમાં ગેસનો વ્યાપક ઉપયોગ થાય છે. તેથી વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠામાં થતી હલચલનો પ્રભાવ રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્ર પર પણ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગેસ કંપનીઓ સાથે પૂર્વ તૈયારીરૂપે ચર્ચા કરવામાં આવી છે.

બેઠક દરમિયાન અધિકારીઓને ગેસ સપ્લાય ચેઇન ઉપર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને ઉદ્યોગો તેમજ ઘરેલુ વપરાશકર્તાઓને પુરવઠામાં કોઈ ખલેલ ન પડે તે માટે જરૂરી આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં ગેસ આયાત, સ્ટોરેજ ક્ષમતા અને વિતરણ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જરૂર પડે તો વિકલ્પરૂપે ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે પણ પગલાં લેવા પર વિચાર કરવામાં આવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક દરમિયાન જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગેસ પુરવઠાની સ્થિતિ ઉપર સતત મોનિટરિંગ શરૂ કર્યું છે. કોઈપણ સંજોગોમાં રાજ્યના નાગરિકો અને ઉદ્યોગોને ગેસ પુરવઠામાં અછત અનુભવવી ન પડે તે માટે તમામ ગેસ કંપનીઓને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારત પોતાની ગેસ જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે અને તેમાં મધ્ય પૂર્વના દેશો મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં વધતા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા ઊભી થવાની શક્યતા રહે છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે સમયસર સમીક્ષા કરીને રાજ્યમાં ગેસ સપ્લાયની સ્થિતિ પર નજર રાખવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં પણ પરિસ્થિતિ મુજબ સમીક્ષા કરીને જરૂરી પગલાં લેવામાં આવશે તેવી માહિતી સૂત્રોએ આપી હતી.

Related posts

ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપને UCC યાદ આવે છે

Master Admin

રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ જારી

Master Admin

ગઠિયાએ કમિશનર કચેરીમાં હોવાનું કહી વૃદ્ધા સાથે ૧૮ લાખની છેતરપિંડી આચરી

Master Admin

1 comment

hacklink panel March 9, 2026 at 10:46 am

hacklink,hacklink panel,hacklink satın al , hacklink,
hacklink panel,hacklink satın al , hacklink,hacklink panel,hacklink satın al

Reply

Leave a Comment

Translate »