Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

૭ હજાર લિટર દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરના જથ્થાનો નાશ કરાયો

જામનગરના હરિપરમાં ડેરીઓ પર દરોડા

જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામે રાજકોટ રેન્જ ટીમે નકલી દૂધના કારોબાર પર દરોડા પાડ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર, તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૬ — જામનગર કાલાવડ તાલુકાના હરિપર ગામે નકલી દૂધના કારોબાર અંગે રાજકોટ રેન્જ ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે ગામમાં છ ધંધાર્થીઓનાં રહેણાંક મકાનો તથા ડેરીઓમાં દરોડા પાડી મોટી માત્રામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ સહિતની સામગ્રી કબજે કરી હતી. દરોડા દરમિયાન ૭,૧૫૦ લિટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, ૧૨૦ કિલો વનસ્પતિ ઘી તથા ૧૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. આ જથ્થાને લઇને ખાદ્ય સુરક્ષા વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દૂધના નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ બાદ જ તેમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવી હતી અને તે આરોગ્ય માટે કેટલું જોખમી છે તે અંગે સ્પષ્ટતા થશે. આ દરમિયાન, આરોગ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે મળી આવેલો શંકાસ્પદ જથ્થો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ફૂડ સેફ્ટી વિભાગે તપાસ આગળ ધપાવી છે અને દૂધના નમૂનાઓના રિપોર્ટ બાદ જવાબદારો સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

હરિપર ગામે થયેલી કાર્યવાહીમાં મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ મળી આવતા તંત્ર પણ દોડતું થયું હતું. જપ્ત કરાયેલા શંકાસ્પદ દૂધ તથા અન્ય સામગ્રીને આરોગ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related posts

માઇક્રોને ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું

Master Admin

ધો.૧૨ સાયન્સનું ૮૪.૩૩% અને સા.પ્રવાહનું ૯૨.૭૧% રિઝલ્ટ

Master Admin

નથિંગ બીફોર કોફી (Nothing Before Coffee) ભાવનગર, ગુજરાતમાં પોતાનું 1લું આઉટલેટ શરૂ કરે છે

Master Admin

Leave a Comment

Translate »