Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

અદાણી ટોટલ ગેસે સીએનજીના ભાવમાં ૧.૫૦ રૂપિયાનો કર્યો વધારો

મોંઘવારીનો ઝટકો

ભાવ વધારા બાદ શહેરમાં અદાણીના સ્ટેશન પર CNG ભાવ ૮૩.૭૭ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૩ એપ્રિલ ૨૦૨૬ — નવા મહિનાની શરૂઆત સાથે જ વાહનચાલકોને મોંઘવારીનો નવો ઝટકો લાગ્યો છે. નાયરા અને શેલ જેવી કંપનીઓ દ્વારા તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરવામાં આવેલા વધારા બાદ હવે અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા CNG ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ૨ એપ્રિલ, ૨૦૨૬થી અમલમાં આવી ગયો છે.

અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં CNG છૂટક ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૧.૫૦ રૂપિયાનો વધારો કર્યો છે. આ બાદ શહેરમાં અદાણીના સ્ટેશન પર ઝ્રદ્ગય્નો ભાવ ૮૩.૭૭ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અદાણી દ્વારા CNG ભાવમાં ૬૦ પૈસા પ્રતિ કિલો અને ૭ ફેબ્રુઆરીએ ૫૦ પૈસા પ્રતિ કિલોનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આમ વર્ષ ૨૦૨૬માં આ ત્રીજી વખત ભાવ વધારો ઝીંકાયો છે.

આ વધારો મુખ્યત્વે વૈશ્વિક ગેસ કટોકટી અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે ઊભી થયેલી સપ્લાય અસ્થિરતા સાથે જોડાયેલો છે. આ વધારાની અસર માત્ર અદાણી ટોટલ ગેસમાં ગેસ ભરાવતા વાહનચાલકો પર જ પડશે. આપને જણાવી દઈએ કે, ગુજરાત ગેસ લિમિટેડે હજુ સુધી ઝ્રદ્ગય્ના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગુજરાત ગેસના CNG ભાવ ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી સ્થિર છે અને તેમાં કોઈ વધારો અથવા ઘટાડો નથી થયો. અત્યારે ગુજરાત ગેસના CNG ભાવ ૮૦.૨૬ પ્રતિ કિલોગ્રામ છે.

CNG વાપરતા ઓટો-રિક્ષા, ટેક્સી અને અન્ય વાહનોના માલિકો માટે આ વધારો વધારાનો ખર્ચ ઉમેરશે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં રોજિંદા ઉપયોગમાં લેવાતા લાખો વાહનો ઝ્રદ્ગય્ પર આધારિત છે. જોકે, ગુજરાત ગેસના સ્ટેશન પર ભાવ સ્થિર રહેવાથી કેટલાક વપરાશકર્તાઓ તે તરફ વળી શકે છે.

કયા શહેરમાં કેટલો ચાલી રહ્યો છે ભાવ? – અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા CNG ભાવમાં વધારો કરાયા બાદ અમદાવાદમાં CNG ભાવ ૮૩.૭૭ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. જ્યારે આજે ૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ બરવાળામાં CNG ભાવ ૮૪.૭૨ રૂપિયા પ્રતિ કિલો, ખેડામાં ૮૨.૮૬ રૂપિયા પ્રતિ કિલો, નવસારીમાં ૮૪.૪૫ રૂપિયા પ્રતિ કિલો, પોરબંદરમાં ૮૨.૨૬ રૂપિયા પ્રતિ કિલો, સુરેન્દ્રનગરમાં ૮૨.૬૧ રૂપિયા પ્રતિ કિલો, વડોદરામાં ૮૨.૧૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

Related posts

મ્યુનિ. કોર્પો.ની આવાસ યોજનાના ૨૦૦ લાભાર્થીને મકાન પરત લેવાની નોટિસ

Master Admin

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડોદરા અને નવસારીની મુલાકાતે, રાજ્યને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

Master Admin

આગામી સાત દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

Master Admin

Leave a Comment

Translate »