Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો

અગાઉની અદાવત રાખીને ત્રણ શખસોએ ફાયરિંગ કરી

ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ – અમદાવાદના વેજલપુરમાં ફતેહવાડી નજીક આવેલી એક ચાની કીટલી પર અગાઉની અદાવત રાખીને ત્રણ શખસોએ ફાયરિંગ કરીને અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યાની આસપાસ મુદસર અહેમદખાન પઠાણ પોતાની ચાની કીટલી પર હતા. આ દરમિયાન અરબાઝ નામનો શખસ અને તેના અન્ય બે મિત્રો ત્યાં આવી પહોંચ્યા હતા. અગાઉ કીટલી પર બેસવા જેવી બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને આ ત્રણેય શખસોએ મુદસર સાથે બોલાચાલી શરૂ કરી હતી અને બેફામ ગાળો આપી હતી. હુમલાખોરો ‘ફૈઝાન ક્યાં છે? આજે તેને જાનથી મારી નાખવો છે’ તેમ કહીને ધમકાવવા લાગ્યા હતા.ઉગ્ર ઝઘડો થતાં અરબાઝે પોતાની બંદૂક કાઢી મુદસર પર ફાયરિંગ કર્યું હતું. આ ગોળી મુદસરના જમણા પગના પંજાના ભાગે વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલાખોરોએ બીજી ગોળી પણ ચાની કીટલી તરફ ચલાવી હતી, જેના કારણે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બૂમાબૂમ થતા આજુબાજુના લોકો ભેગા થઈ જવાથી અરબાઝ અને તેના બે મિત્રો છરીઓ અને હથિયારો સાથે ત્યાંથી નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

નરોડામાં અદ્યતન “HCG આસ્થા ડે કેર સેન્ટર”નો પ્રારંભ – કેન્સર સારવાર હવે વધુ સરળ અને સુલભ

Master Admin

ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

Master Admin

રોકાણની સામે ૧૦ ટકા વળતરની લાલચમાં ચાંદખેડાના વૃદ્ધે રૂપિયા ૩૦ લાખ ગુમાવ્યા

Master Admin

Leave a Comment

Translate »