Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsPolitics

અહીં બીજું ચંડોળા તો નહીં જ બનવા દઈએ

ભાજપના અમિત ઠાકરનો વીડિયો વાયરલ

તેમણે જણાવ્યું કે, જેને ગાર્ડન જોઈએ છે તે ભાજપને વોટ આપશે અને જેને ચંડોળા જોઈએ છે તે કોંગ્રેસને વોટ આપશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૦ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે જ્યાં જુઓ ત્યાં રાજકીય ગરમાવો દેખાઈ રહ્યો છે. અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકરનું આવું જ એક નિવેદન હાલ ઘણું જ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેઓ અમદાવાદમાં એક સભા સંબોધી રહ્યા છે. જ્યાં તેઓએ જણાવ્યું કે, “અમે બુટલેગર સાથે સેટિંગ કરી અંદર બેસી વોટ લેતા નથી. અમે તો ડંકાની ચોટ પર અહીં બોલીએ છીએ અને ત્યાં પણ બોલીએ છીએ.” અમદાવાદના સરખેજ વોર્ડમાં પ્રચાર દરમિયાન ભાજપના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે સભા સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જમીનો ખાલી પડી રહી છે તેને લોકો એન્ક્રોચ કરી લેશે. અમને આપશો તો અહીં ગાર્ડન બનાવીશું. અહીં બીજું ચંડોળા તો નહીં જ બનવા દઈએ. આ સાથે તેમણે જણાવ્યું કે, જેને ગાર્ડન જોઈએ છે તે ભાજપને વોટ આપશે અને જેને ચંડોળા જોઈએ છે તે કોંગ્રેસને વોટ આપશે.

સરખેજ વોર્ડમાં મહિલા અનામત બિલનો વિરોધ કરતાં કોંગ્રેસનો વિરોધ કરવા ભાજપે રેલીનું આયોજન કર્યું હતું. આ વોર્ડમાં ભાજપની મહિલા હુંકાર રેલી યોજાઈ હતી. આ રેલી દરમિયાન અમદાવાદમાં વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે કહ્યું હતું કે, લોકો મને પૂછે તો એક જ સવાલ કરું છું જુહાપુરાને જોધપુર બનાવવું હોય તો ભાજપને મત આપો. જુહાપુરાને ચંડોળા બનાવવા માટે કોંગ્રેસ અને છૈંસ્ૈંસ્ તો છે જ.

Related posts

અમદાવાદના થલતેજમાં AMCની ટીમ પર પથ્થરમારો, ૪ વાહનોમાં તોડફોડ

Master Admin

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આજે શપથવિધિ

Master Admin

ગઝનીથી ઔરંગઝેબ સુધીના ઇતિહાસમાં દફનાઈ ગયા, સોમનાથ ત્યાં જ ઊભું છે

Master Admin

Leave a Comment

Translate »