Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

આધુનિક યુગમાં ગુરુ કોણ!? – ના ગુરુ ના ચેલા, ઔર અકેલે મૈં મેલા!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

“ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ…” નો મંત્ર આપણે બાળપણથી સાંભળતા આવ્યા. પરંતુ આજે ૨૦૨૬ માં જ્યારે દરેક માહિતી મોબાઈલમાં છે, ત્યારે “ગુરુ” શબ્દનો અર્થ બદલાઈ ગયો છે.

૧. પ્રાચીન કાળના ગુરુ દૃજ આજના ગુરુ
પહેલા ગુરુકુળમાં શિષ્ય રહીને વિદ્યા, સંસ્કાર અને જીવન જીવવાની કળા શીખતો. ગુરુ ત્યાગી હતો. દક્ષિણા ના નામે ફક્ત ગુરુભક્તિ માંગતો.
આજે? “ગુરુ” ના નામે મોટા-મોટા આશ્રમ, છઝ્ર રૂમ, લક્ઝરી કાર અને કરોડોનું ટર્નઓવર. શિષ્યને જ્ઞાન ઓછું અને ડર વધારે અપાય છે.

૨. “ગુરુ કંઠી બાંધવી” નો ધંધો
“કંઠી બાંધો, દીક્ષા લો, ૫૧૦૦ રૂપિયા આપો” – આ એક બિઝનેસ મોડેલ બની ગયું છે.
કેટલાક કહેવાતા બાવા સ્ત્રીઓને “મુક્તિ” અને “મનોકામના” ના નામે ફસાવે છે. આશ્રમમાં થતા ગોરખ ધંધા, જમીન કૌભાંડો, અને શોષણના કિસ્સા છાપામાં રોજ આવે છે.
સંત કબીરે કહ્યું હતુંઃ ’ગુરુ કે મિલે તો પાણી પીજે, ભેંસ કે મિલે તો દૂર હટ જીજે’
એટલે જ આજે દરેક સ્ત્રી અને યુવાને સાવધાન રહેવું પડશે.

૩. તો પછી સાચો ગુરુ કોણ?
વેદોએ જવાબ આપી દીધો છેઃ ’માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ’
આધુનિક યુગમાં તમારો પહેલો ગુરુ તમારી માતા છે જેણે બોલતા શીખવ્યું.
બીજા ગુરુ તમારા પિતા છે જેણે પગભર થતા શીખવ્યું.
ત્રીજા ગુરુ તમારા શિક્ષક છે જેણે અક્ષર જ્ઞાન આપ્યું.
ચોથા ગુરુ છે પુસ્તક, ઈન્ટરનેટ અને તમારો પોતાનો અનુભવ.
કોઈને “ગુરુ” બનાવવાની જરૂર નથી. કોઈની “કંઠી” બાંધવાની જરૂર નથી. ભગવાને બુદ્ધિ આપી છે, તેનો ઉપયોગ કરો.

૪. “ના ગુરુ ના ચેલા” નો સિદ્ધાંત
સંતોએ કહ્યુંઃ ’મન મંદિર, તન વસ્ત્ર, સત્ય એ જ તીર્થ’
તમારી અંદર જ બ્રહ્મ છે. કોઈ આશ્રમમાં જઈને મોક્ષ નહીં મળે. મોક્ષ મળશે સત્ય બોલવાથી, પ્રામાણિક કામ કરવાથી, માતા-પિતાની સેવા કરવાથી.

એ વાસ્તે પણ આ ગુરુ પૂર્ણિમા એ કૃત સંકલ્પ લો. કોઈ ઢોંગી બાવાના પગે નહીં પડીએ. ફક્ત માતા-પિતાના આશીર્વાદ લઈશું.
કારણ કે ’ના ગુરુ ના ચેલા, ઔર અકેલે મૈં મેલા’ – મારો મેળો તો મારા કર્મ અને મારા સંસ્કારથી જ ભરાશે! જય માતા પિતા! જય સત્ય! જય ગુરુદેવ!જય શક્તિ!

Related posts

આત્મલિંગ સત્ય,ગોકર્ણ પ્રેમ અને ભદ્રકાલી કરુણા છે.

Reporter1

બદલાતી ભારતીય સંસ્કૃતિ,સ્થળાંતરિત બાળકોની જવાબદારી અને વૃદ્ધ માતાપિતાનું રક્ષણ-પાંચ મજબૂત, સમકાલીન કાયદાઓની જરૂરિયાત

Master Admin

હઠીલા એવા ચામડીના રોગો

Master Admin

Leave a Comment

Translate »