Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે

રાહુલ ગાંધીના તીખા પ્રહાર

ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ પરેશાન છે, જ્યારે વડાપ્રધાન હસીને રીલ બનાવી રહ્યા છે : રાહુલ ગાંધી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ મે ૨૦૨૬ — કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા ‘મેલોડી’ ટૉફી મામલાને લઈને શાબ્દિક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, આર્થિક તોફાન માથા પર છે, અને આપણા વડાપ્રધાન ઈટાલીમાં ટૉફી વહેંચી રહ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ પરેશાન છે, જ્યારે વડાપ્રધાન હસીને રીલ બનાવી રહ્યા છે અને ભાજપના નેતાઓ તાળીઓ પાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ તેને નેતૃત્વ નહીં, નાટક ગણાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ખાસ ‘મેલોડી’ ટૉફી ગિફ્ટ કરી. મેલોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માટે પીએમ મોદીનો આભાર માન્યો. ત્યારબાદ ‘મેલોડી’ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું.

કૉંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, નરેન્દ્ર મોદીએ છેલ્લા ત્રણ મહિનામાં દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે જે પગલાં ભરવા જોઈતા હતા, તે ન ભર્યા. તેનાથી ઉલટું, તેઓ મેલોનીજી સાથે ટૉફી ખાઈ રહ્યા છે અને વીડિયો બનાવી રહ્યા છે, જાણે બધું મજાક ચાલી રહ્યું હોય. પછી જ્યારે આર્થિક તોફાન આવશે, ગરીબોને નુકસાન થશે, ખેડૂતોને ખાતર નહીં મળે, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવા લાગશે અને મોંઘવારી વધશે, ત્યારે મોદી હાથ જોડીને કહેશે- ભાઈઓ અને બહેનો, જો મારી ભૂલ હોય તો મને ફાંસી પર લટકાવી દો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ દિવસની વિદેશ યાત્રાના છેલ્લા પડાવમાં ઈટાલીના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની માટે ટૉફીનું એક પેકેટ ગિફ્ટ કર્યું, જેનું નામ મેલોડી છે. એવું લાગ્યું કે આ તે બંને નેતાઓ માટે ઓનલાઈન ખૂબ જ ઉપયોગમાં લેવાતા વાઈરલ હેશટેગ ઈંસ્ીર્ઙ્મઙ્ઘૈ તરફ એક રમુજી ઈશારો હતો. ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા એક હળવા-ફૂલ વીડિયોમાં, બંને વડાપ્રધાનોને સ્મિત કરતા અને હસતા જોવામાં આવ્યા. આ વીડિયોમાં ભારતીય વડાપ્રધાન, જેમણે વાદળી રંગનો બંધગળાનો સૂટ પહેર્યો હતો, મેલોની (જેમણે સફેદ સૂટ પહેર્યો હતો) ને પ્રખ્યાત મેલોડી ટૉફીઓની એક બેગ આપતા નજરે પડ્યા. આ ક્લિપને સોશિયલ મીડિયા પર શેર કરતા ઈટાલિયન વડાપ્રધાને લખ્યું, ગિફ્ટ માટે આભાર.

Related posts

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં, કેન્દ્રિય ઉર્જા મંત્રીની સ્પષ્ટતા

Master Admin

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે ૨૮૪ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત

Master Admin

તેલ અને ગેસ પછી, હવે દવાઓનું સંકટ, યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન

Master Admin

Leave a Comment

Translate »