Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઇન્ડોનેશિયામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

ઇન્ડોનેશિયા ફરી એકવાર કુદરતી આપત્તિનો ભોગ બન્યું

આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી માત્ર ૨૦ કિલોમીટર નીચે હતું, જે પ્રમાણમાં ઓછી ઊંડાઈ ગણાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ડોનેશિયા,તા.૩ માર્ચ ૨૦૨૬ — વિશ્વભરમાં ભૂકંપની વધતી જતી ઘટનાઓ વચ્ચે મંગળવારે ઇન્ડોનેશિયા ફરી એકવાર કુદરતી આપત્તિનો ભોગ બન્યું છે. મંગળવારે સવારે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ નજીક અત્યંત શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, મંગળવારે સવારે ભારતીય સમય મુજબ અંદાજે ૧૦ઃ૨૬ વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૨ માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી માત્ર ૨૦ કિલોમીટર નીચે હતું, જે પ્રમાણમાં ઓછી ઊંડાઈ ગણાય છે. ઊંડાઈ ઓછી હોવાને કારણે આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી.

ભૂકંપનું ઉદ્ગમ સ્થાન સુમાત્રા ટાપુ નજીક દરિયાઈ વિસ્તારમાં હતું. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયા પેસિફિક મહાસાગરના ’રિંગ ઓફ ફાયર’ પર સ્થિત છે. આ એક એવો ભૌગોલિક વિસ્તાર છે જ્યાં અનેક ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, પરિણામે અહીં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓ બનતી રહે છે.

રાહતની વાત એ છે કે આટલી મોટી તીવ્રતા હોવા છતાં, હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે ઇમારતો ધરાશાયી થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તુર્કી અને સીરિયા જેવા દેશોમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે લોકોમાં આ કુદરતી આફત પ્રત્યે ભારે સંવેદનશીલતા અને ડર જોવા મળી રહ્યો છે.

Related posts

૬૬ ટકા લોકો નાખુશ : અમેરિકામાં ઘટી ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા

Master Admin

ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હુમલાથી ફફડાટ! રશિયાના એન્જિનિયરોએ ભાગવું પડ્યું

Master Admin

‘હોર્મુઝ કોઈ પણ કિંમતે બંધ નહીં થવા દઈએ’ :ડોનાલ્ડ ટ્રમ્પ

Master Admin

Leave a Comment

Translate »