Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી મ્ત્નઁની પોસ્ટર વોર

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી…

હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટનો નિર્ણય બાકી : ભાજપના પ્રહાર

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — રાઉઝ એવન્યૂ કોર્ટમાં આજે દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મૂખ્યમંત્રી મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટના આ નિર્ણય બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટના ચૂકાદાના થોડા કલાકોમાં દિલ્હી ભાજપે આક્રમક પોસ્ટર શેર કરી પ્રહારો કર્યા છે.

દિલ્હી ભાજપે શેર કરેલા પોસ્ટરમાં કેજરીવાલની મોટી તસવીર જોવા મળી છે અને તેમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના પાપ હજુ ધોવાયા નથી. તેમાં એવું પણ લખાયું છે કે, ‘આ નિચલી કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય બાકી છે. મની લોન્ડ્રિંગ કેસ પેન્ડિંગ છે અને તમે અનેક કૌભાંડોમાં પણ આરોપી છો.’ આ ઉપરાંત દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, ‘કોર્ટે સુનાવણી દરમિયાન પુરાવાઓ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તપાસ એજન્સીએ પુરાવાઓ નષ્ટ કરાયા હોવાનો વારંવાર આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, નષ્ટ કરાયેલા કથિત મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આવ્યા નથી. તેમણે સંકેત આપ્યો છે કે, તપાસ એજન્સી કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ કરવા પર વિચાર કરી શકે છે.’

સચદેવાએ લિકર પોલિસી મામલે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે, ‘જો લિકર પોલિસી યોગ્ય હતી તો તપાસ શરૂ થતાની સાથે જ તે પોલિસી પરત કેમ ખેંચવામાં આવી? કોન્ટ્રાક્ટરોનું કમિશન ૬ ટકાથી વધારીને ૧૨ ટકા કેમ કરવામાં આવ્યું? બાય વન, ગેટ વન ફ્રી જેવી યોજનાનો ઉદ્દેશ્ય શું હતો? આવા નિર્ણયોના કારણે સમાજ પર પ્રભાવ પડ્યો છે.’

ભાજપે સ્પષ્ટ કહ્યું એ કે, કોર્ટનો નિર્ણય આ સ્તર સુધી સીમિત છે અને કાયદાકીય પ્રક્રિયા હજુ પેન્ડિંગ છે. સચદેવાએ કહ્યું કે, સંપૂર્ણ ન્યાય પ્રક્રિયા પુરી થયા બાદ સંપૂર્ણ સત્ય સામે આવશે.’

Related posts

નેપાળની હોનારત માત્ર એક ‘શરૂઆત’ છે, વૈશ્વિક તાપમાન વધતાં માનવજાત પર મોટું ‘સંકટ’?

Master Admin

SIRના કામમાં કોંગ્રેસના આક્ષેપ વચ્ચે ચૂંટણીપંચે જાહેર કરી વિગતો

Master Admin

રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના ૧૧ ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ

Master Admin

Leave a Comment

Translate »