Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ગુજરાતમાં કાળો જાદુ હવે ગુનોઃ કાયદો શું કહે છે,સજા કેટલી, ભુવા-તાંત્રિકોને ૭ વર્ષની જેલ!બચાવ કોને?

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)

ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત

મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

ગુજરાતમાં વર્ષોથી ચાલતી એક કુરિવાજ સામે હવે કાયદાનો હથોડો પડ્યો છે. ભુવાના નામે, તાંત્રિકના નામે, બાવા-બાબાના નામે લોકોને છેતરવાની, ડરાવવાની, મારવાની પ્રથા સામે હવે કાયદો છે.
આ કાયદાનું ગુજરાતી ભાષામાં નામ છેઃ – ગુજરાત માનવ બલિ અને અન્ય અમાનુષી, દુષ્ટ અને અઘોરી પ્રથાઓ તથા કાળા જાદુના નિવારણ અને નાબૂદી અધિનિયમ, ૨૦૨૪.
કાયદાનો ઈતિહાસ
આ કાયદો અચાનક આવ્યો નથી. અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય સામાજિક સંસ્થાઓએ ગુજરાત હાઈકોર્ટમાં ૈઁંન્ કરી હતી. તેમની દલીલ હતી કે આદિવાસી વિસ્તારોમાં, ગામડાઓમાં કાળા જાદુના નામે, માનવ બલિના નામે, ડાકણના નામે સ્ત્રીઓને હેરાન કરવામાં આવે છે, બાળકોના બલિ અપાય છે. હાઈકોર્ટમાં સરકારે જવાબ આપ્યો કે અમે કાયદો લાવીએ છીએ.
પરિણામે ૧૪ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ગુજરાત સરકારી ગેઝેટ ઈટંટ્ઠિ ર્દ્ગ. ૧૨, ઁછઇ્‌ ફ માં ય્ેદ્ઘટ્ઠટ્ઠિં મ્ૈઙ્મઙ્મ ર્દ્ગ. ૧૨ર્ ક ૨૦૨૪ તરીકે વિધેયક પ્રસિદ્ધ થયું. ૨૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ વિધાનસભામાં પાસ થયું. રાજ્યપાલની મંજૂરી પછી ૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ગુજરાત સરકારી ગેઝેટ ઈટંટ્ઠિ ર્દ્ગ. ૧૦, ઁછઇ્‌ ૈંફ માં ય્ેદ્ઘટ્ઠટ્ઠિં છષ્ઠં ર્દ્ગ. ૮ર્ ક ૨૦૨૪ તરીકે પ્રસિદ્ધ થયું.
આ કાયદો મહારાષ્ટ્ર (૨૦૧૩) અને કર્ણાટક (૨૦૧૭) ના કાયદાની હરોળમાં છે. મહારાષ્ટ્રમાં ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યા પછી કાયદો આવ્યો હતો. ગુજરાતમાં ૈઁંન્ અને સામાજિક દબાણ પછી કાયદો આવ્યો.
કલમ ૧ – નામ, વિસ્તાર, અમલ
આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડે છે. કલમ ૧(૩) મુજબ રાજ્ય સરકાર જાહેરનામાથી અમલની તારીખ નક્કી કરશે. એટલે ગેઝેટમાં પ્રસિદ્ધ થવું એટલે તરત અમલ નહીં, સરકાર અલગ જાહેરનામું બહાર પાડશે.
કલમ ૨ – વ્યાખ્યા – કાળો જાદુ એટલે શું?
કાયદા મુજબ કાળો જાદુ એટલે અલૌકિક કે જાદુઈ શક્તિના નામે, ચમત્કારના નામે લોકોને છેતરવા, ડરાવવા, નુકસાન પહોંચાડવા કરાતી કોઈપણ ક્રિયા.
આ વ્યાખ્યા ખૂબ જ મહત્વની છે. કાયદો જાદુને નહીં, છેતરપિંડીને ગુનો માને છે. તમે પૂજા કરો તો ગુનો નથી, પણ પૂજાના નામે પૈસા પડાવો તો ગુનો છે.
કલમ ૩ – પ્રતિબંધિત કૃત્યો – અનુસૂચિ
કાયદાની અનુસૂચિમાં ૧૨ પ્રકારના ગુના ગણાવ્યા છેઃ
૧. માનવ બલિઃ માનવ બલિ આપવી, તે માટે ઉશ્કેરવું, તૈયારી કરવી.
૨. ભૂત કાઢવુંઃ ભૂત-પ્રેત, ડાકણ કાઢવાના નામે માર મારવો, સાંકળથી બાંધવું, ગરમ સળિયાથી ડામવું, વાળ ખેંચવા, ભૂખ્યા રાખવા.
૩. ચમત્કારનો દાવોઃ પાણીમાંથી સોનું કાઢવું, હવામાંથી ભસ્મ કાઢવી, ખાલી હાથે સોનાની ચેઈન કાઢવી – આવા ચમત્કારના નામે છેતરવું.
૪. દાણા જોવાઃ દાણા જોવા, અંગારા જોવા, દોરા-ધાગા, તાવીજ-ગંડા કરીને રોગ મટાડવાનો દાવો કરવો.
૫. ધનવર્ષાઃ ગુપ્ત ધન બતાવવું, ધનનો વરસાદ કરાવવો, નોકરી-સંતાન માટે પૈસા પડાવવા.
૬. ડાકણઃ સ્ત્રીને ડાકણ કહીને હેરાન કરવી, તેનો બહિષ્કાર કરવો, ગામમાંથી કાઢવી.
૭. અઘોરી ક્રિયાઃ સ્મશાનમાં નગ્ન પૂજા, માંસ-મદિરાનું સેવન કરાવવું, અશ્લીલ ક્રિયા કરાવવી.
૮. અપહરણઃ બાળક કે મહિલાને બલિ માટે અપહરણ કરવું.
૯. પશુ બલિઃ પશુ બલિના નામે ક્રૂરતા આચરવી.
૧૦. રોગનો ઈલાજઃ કેન્સર, એઈડ્‌સ, વંધ્યત્વ જેવા રોગ મટાડવાના નામે તાવીજ આપવું, દવા બંધ કરાવવી.
૧૧. વશીકરણઃ વશીકરણ, મૂઠ મારવી, જાદુ-ટોણાના નામે ડરાવવું.
૧૨. પ્રચારઃ આ બધાનો પુસ્તક, પોસ્ટર, વીડિયો, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવો.
કલમ ૪ – ફરિયાદ કોણ કરી શકે?
પીડિત પોતે, તેના સગા-વહાલા, કે કોઈપણ જાગૃત નાગરિક ફરિયાદ કરી શકે છે. પોલીસે પણ સુઓ મોટો કાર્યવાહી કરવાની રહેશે. એટલે હવે કોઈએ ફરિયાદ ન કરી તો પોલીસ છટકી શકે નહીં.
કલમ ૫ અને ૬ – વિજિલન્સ ઓફિસર અને તપાસ
દરેક પોલીસ સ્ટેશન માટે ૈઁં કે તેથી ઉપરના અધિકારીને વિજિલન્સ ઓફિસર તરીકે નિમવામાં આવશે. તપાસ ૈઁં રેન્કથી નીચેના અધિકારી કરી શકશે નહીં. આ જોગવાઈ એટલા માટે છે કે નાનો કર્મચારી દબાણમાં આવીને કેસ બગાડે નહીં. વિજિલન્સ ઓફિસર પુરાવા, સાધનો, તાવીજ, પુસ્તકો જપ્ત કરી શકશે.
કલમ ૭ – સજા – સૌથી મહત્વની કલમ
– પ્રથમ ગુનોઃ ૬ મહિનાથી ૩ વર્ષ સુધીની કેદ અને રૂ. ૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીનો દંડ
– વારંવાર ગુનોઃ ૫ વર્ષથી ૭ વર્ષ સુધીની કેદ અને રૂ. ૧,૦૦,૦૦૦ સુધીનો દંડ
– ગુનાનો પ્રકારઃ કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર. એટલે પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે અને જામીન કોર્ટ જ આપી શકે છે.
આ સજા મ્દ્ગજી ૨૦૨૩ની કલમો ઉપરાંતની છે. જો માનવ બલિમાં હત્યા થઈ હોય તો મ્દ્ગજીની હત્યાની કલમ પણ લાગશે, જેની સજા આજીવન કેદ કે ફાંસી સુધીની છે.
કલમ ૮ – કોર્ટ
આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (ત્નસ્હ્લઝ્ર) ચલાવશે. આ કેસ સેશન્સ કોર્ટમાં નહીં જાય, પણ ગંભીર ગુનામાં મ્દ્ગજીની કલમો સાથે સેશન્સમાં જઈ શકે છે.
કલમ ૯ – સંસ્થાની જવાબદારી
જો કોઈ સંસ્થા, મંડળ, આશ્રમ દ્વારા ગુનો થાય તો તેના સંચાલક, ટ્રસ્ટી પણ જવાબદાર ગણાશે. એટલે આશ્રમના નામે ધંધો કરનાર છટકી શકશે નહીં.
કલમ ૧૦ – પ્રચાર પર પ્રતિબંધ
આવી પ્રથાઓની જાહેરાત કરવી, પોસ્ટર લગાવવા, યુટ્યુબ પર વીડિયો મૂકવા, વોટ્‌સએપ પર મેસેજ ફોરવર્ડ કરવા પણ ગુનો ગણાશે. આજે સોશિયલ મીડિયામાં ભુવાઓના વીડિયો વાયરલ થાય છે, તે પણ આ કલમ હેઠળ આવશે.
કલમ ૧૧ – નિયમો બનાવવાની સત્તા
ગૃહ વિભાગને નિયમો બનાવવાની સત્તા આપવામાં આવી છે. નિયમો બન્યા પછી વિજિલન્સ ઓફિસરની નિમણૂક, ફરિયાદની રીત, જાગૃતિ કાર્યક્રમની વિગતો સ્પષ્ટ થશે.
કલમ ૧૨ – મુક્તિ – ગેરસમજ દૂર કરો
આ કલમ સૌથી મહત્વની છે, કારણ કે લોકોમાં ગેરસમજ છે કે આ કાયદો ધર્મ વિરુદ્ધ છે.
કાયદો સ્પષ્ટ કહે છે – આ કાયદો સાચી ધાર્મિક પૂજા, વ્રત, ઉપવાસ, કીર્તન, યજ્ઞ, હવન, જ્યોતિષ, વાસ્તુ, આયુર્વેદ, ધાર્મિક વિધિને લાગુ પડતો નથી. મંદિરમાં પૂજા કરવી ગુનો નથી. ઘરમાં પાઠ કરવો ગુનો નથી. કથા કરવી ગુનો નથી.
ગુનો ત્યારે જ છે જ્યારે પૂજાના નામે છેતરપિંડી થાય, માર મારવામાં આવે, પૈસા પડાવવામાં આવે, સ્ત્રીને ડાકણ કહેવામાં આવે.
ફરિયાદ કેવી રીતે કરવી?
૧. નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપો – કોણ, ક્યારે, ક્યાં, શું કર્યું, કેટલા પૈસા લીધા.
૨. પુરાવા રાખો – વીડિયો, ઓડિયો, રસીદ, વોટ્‌સએપ ચેટ.
૩. ફરિયાદમાં લખો – “ય્ેદ્ઘટ્ઠટ્ઠિં છષ્ઠં ર્દ્ગ. ૮ર્ ક ૨૦૨૪, કલમ ૩ મુજબ કાર્યવાહી કરવા વિનંતી છે.”
૪. પોલીસ ન સાંભળે તો જીઁ / ડ્ઢઝ્રઁ ને અરજી આપો, કે કોર્ટમાં પ્રાઈવેટ ફરિયાદ કરો.
૫. પીડિત મહિલા હોય તો મહિલા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ થઈ શકે છે.
નિષ્કર્ષ – કાયદો છે, હવે અમલ જોઈએ
કાયદો પુસ્તકમાં છે, પણ ગામડામાં ભુવા હજુ ફરે છે. કાયદો ત્યારે જ સફળ થશે જ્યારે પોલીસ જાગૃત થશે, જ્યારે નાગરિક ફરિયાદ કરશે, જ્યારે મીડિયા આવા કિસ્સા ઉજાગર કરશે.
ધર્મને બચાવવો હોય તો અંધશ્રદ્ધાને દૂર કરવી પડશે. સાચી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની લીટી આ કાયદાએ દોરી આપી છે. હવે તે લીટી પર ચાલવાનું કામ આપણું છે.
સાચી ભક્તિને કાયદાનો ડર નથી, ઢોંગીને જ ડર છે.!એક ગહન, ગુઢ અને રહસ્યમય અભ્યાસ મુજબ!

Related posts

Morari Bapu to honour primary teachers from 33 districts of Gujarat with Chitrakut Award

Reporter1

બોફોર્સથી વેપાર સોદા સુધીની સફર અને બદલાતા ભારતમાં કોંગ્રેસની સ્થિર વિચારસરણી

Master Admin

કાલિકા જીવન અને મૃત્યુનું સમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે

Reporter1

Leave a Comment

Translate »