Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગુજરાતમાં હવે બે નહીં ત્રણ દિવસ થશે માવઠું

૯ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

આગામી ૩ દિવસમાં ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના અલગ-અલગ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૦ઝ્ર ને વટાવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૭ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં ધીરે ધીરે ઉનાળાનો પ્રકોપ દેખાઈ રહ્યો છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. લોકો સવારે અને સાંજે જ જાણે ઘરની બહાર નીકળી રહ્યા છે. બપોરના બળબળતા તડકામાં તો લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આ કાળઝાળ ગરમી બાદ વરસાદ પડવાની પણ આગાહી આપી દીધી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, ૧૭ એપ્રિલના સવારે ૮.૩૦ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિતના આખા ગુજરાતમાં દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ હતું; સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક અન્ય ભાગોમાં સામાન્ય કરતાં ઓછું; બાકીના પ્રદેશમાં સામાન્ય તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૪૧.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે, પશ્ચિમી વિક્ષેપ મધ્ય અને ઉપલા સ્તરના ઉપઉષ્ણકટિબંધીય પશ્ચિમી ક્ષેત્રમાં ટ્રફ રચાયું હતું. દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને નજીકના રાજસ્થાન પર અપર એર સર્ક્‌યુલેશન છે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણપશ્ચિમ મધ્યપ્રદેશ સુધી પૂર્વ રાજસ્થાનમાં ૦.૯ કિમી ઉપર એક ટ્રફ ફેલાયેલું છે. ગઈકાલે દક્ષિણપૂર્વ રાજસ્થાનથી મણિપુર સુધીનો પૂર્વ-પશ્ચિમ ટ્રફ ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને દક્ષિણપૂર્વ આસામ પર ફેલાયેલું અપર એર સર્ક્‌યુલેશન લેસ માર્ક બન્યું છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની અપેક્ષા નથી. આગામી ૩ દિવસમાં ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના અલગ-અલગ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૦ઝ્ર ને વટાવી જવાની શક્યતા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૧૯ એપ્રિલ એટલે રવિવારના રોજ ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

૨૦ એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી તથા દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, ૨૧ એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Related posts

વાવ-થરાદમાં PM મોદીનું સંબોધન, રૂ. ૧૯,૮૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ

Master Admin

ગુજરાતીઓના અતિ પ્રિય એવા માઉન્ટ આબુનું બદલાઈ ગયું નામ

Master Admin

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી

Master Admin

1 comment

Gavin3655 April 18, 2026 at 1:00 am Reply

Leave a Comment

Translate »