Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા ૬ વર્ષમાં ૧.૩૦ કિલોનો જથ્થો ઝડપાયો

દરિયા કિનારા હેરાફેરીનું એપી સેન્ટર

ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ માફિયાઓ માટે હબ બની ગયું છે. ૨૦૨૦થી ૨૦૨૫ એમ ૬ વર્ષમાં ગુજરાતમાંથી ૧.૩૦ લાખ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં ૭૧,૪૮૭ કિલો ગાંજા,૫૬,૪૭૭ કિલો અફીણ, ૨૦૪ કિલો કોકેઇન અને ૨૦૪૭ કિલો સિન્થેટિક ડ્રગ્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ્સ માફિયાઓનાં હોટ ફેવરીટ બની ગયા છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ ડ્રગ્સની ડીલીવરી કરાય છે.ગુજરાતના બંદરો અને દરિયાઈ સીમામાં ઘૂસાડાયેલા ડ્રગ્સની દેશના અન્ય પોર્ટ ઉપર અથવા તો દરિયામાં અધવચ્ચે ડિલિવરી કરાતી હોય છે અને તેને ખાનગી જગ્યાએ છુપાવી દેવામાં આવે છે. અફઘાનિસ્તાનથી આવતું ચરસ સુગર કોકેન હાઈ ક્વોલીટીનું હોય છે અને તે ઈરાન થઈને વાયા કરાચી થઈ ગુજરાતના દરિયાકાંઠેથી પસાર કરાવીને બીજા દેશો સુધી પહોંચાડાય છે.જાણકારોના મતે, ગુજરાતના યુવાનોમાં દેખાદેખીના કારણે દારૂના દૂષણે માઝા મૂકી છે. આ માટે કેટલાક સામાજિક કારણો પણ જવાબદાર છે. જેમ કે, ઘર-પરિવારથી દૂર રહેતા કેટલાક યુવક-યુવતીઓ દેખાદેખીમાં દારૂના રવાડે ચઢી જાય છે. નાર્કોટિક્સ પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૨૫-૨૬માં ૪.૨૬ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી.

Related posts

ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં ધૂળ ખાતી સરદાર સાહેબની પ્રતિમા

Master Admin

અમદાવાદના નિકોલમાંથી પોલીસે ૨ કરોડનું સમુદ્રી સોનું ઝડપ્યું

Master Admin

મહેસાણાના ૧૦ ગામમાં ઉઠ્યો ચૂંટણી બહિષ્કારનો સૂર

Master Admin

Leave a Comment

Translate »