Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ઘર ઘર દિવાળી અને મ્હારા ઘરે અંધારું છે : ઈદ હોય કે, દિવાળી!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

ઘર ઘર દિવાળી અને મારા ઘરે અંધારું છે, બધાના આંગણે દીવા છે, મારા આંગણે એકલતા છે.
આ એક વાક્યમાં આખી દિવાળી છે. આ એક વાક્યમાં આખી ઈદ છે. આ એક વાક્યમાં આખું જીવન છે.
લોકો હસે છે, હું યાદોને સંભાળું છું. જેના વગર દિવાળી હતી, એ જ આજે નથી. એટલે દિવાળી હોવા છતાં, મારા ઘરે દિવાળી નથી. જેના વગર ઘર આખું લાગતું હતું, એના વગર ઘર ખાલી લાગે છે. જેના હાસ્ય વગર દિવાળી અધૂરી હતી, એ હાસ્ય આજે ક્યાંય સંભળાતું નથી.
પણ સાચું કહું તો – મારા ઘરે અંધારું નથી, મારા ઘરે શાંતિ છે. જેને બહારના દીવા જોવા છે, એને અંધારું લાગે છે. જેને અંદરનો દીવો દેખાઈ ગયો, એને અંધારું ક્યારેય નડતું નથી. અંધારું બહાર નથી, અંધારું અંદર હોય છે. અજવાળું પણ બહાર નથી, અજવાળું પણ અંદર હોય છે. જે માણસ અંદરથી અંધારું છે, એના ઘરમાં હજાર દીવા હોય તો પણ અંધારું જ રહે છે. જે માણસ અંદરથી અજવાળું છે, એના ઘરમાં એક પણ દીવો ન હોય તો પણ અજવાળું જ રહે છે.
દિવાળી ઓછી જોઈ, ફટાકડા વધારે ફોડ્યા.
આજની દિવાળી આ જ છે. દીવો ઓછો કર્યો, ધુમાડો વધારે કર્યો. પ્રેમ ઓછો વહેંચ્યો, અવાજ વધારે કર્યો. મા-બાપ સાથે બેઠા ઓછું, મોબાઈલમાં ફોટા પાડ્યા વધારે. પાડોશીના ઘરે ગયા ઓછું, પાડોશીને બતાવ્યું વધારે. દિલ સાફ કર્યું ઓછું, ઘર સાફ કર્યું વધારે.
ફટાકડો ફોડવો સહેલો છે, અંદરનો અવાજ ફોડવો અઘરો છે. લોકો સહેલું કરે છે, અઘરું છોડી દે છે. દિવાળીએ બધા નવા કપડાં પહેરે છે, પણ જૂના વિચારો કોઈ ઉતારતું નથી. દિવાળીએ બધા ઘર સાફ કરે છે, પણ મન સાફ કરવાનું કોઈ યાદ રાખતું નથી.
દિવાળી તો એની છે, જેનો દીવો બુઝાયા પછી પણ બળતો રહે. જે માણસ દિવાળીએ બીજાનું ઘર જોઈને બળે છે, એના ઘરમાં ક્યારેય દીવો થતો નથી. જે ઘરમાં દીકરી હસે છે, એ ઘરમાં રોજ દિવાળી છે. જે ઘરમાં મા રડે છે, એ ઘરમાં ક્યારેય દિવાળી નથી.
પૈસાવાળાની દિવાળી લાઈટમાં દેખાય છે, ગરીબની દિવાળી આંખમાં દેખાય છે. દિવાળીના દિવસે બધા દેવને દીવો કરે છે, બીજા દિવસે એ જ દેવને ભૂલી જાય છે. સાચો ફટાકડો એ છે, જે અંદર ફૂટે. ખોટો ફટાકડો એ છે, જે બહાર ફૂટે અને અંદર ધુમાડો મૂકી જાય.
દિવાળી એટલે કપડાં નવા નહીં, વિચાર નવા. દિવાળી એટલે ઘર સાફ નહીં, મન સાફ. દિવાળી એટલે ફટાકડા નહીં, અંદરનો અહંકાર ફોડવાનો તહેવાર. દિવાળી આવી, દિવાળી ગઈ, લોકો દીવા કરે છે, પણ દિલમાં દીવો કરવાનું ભૂલી જાય છે.
દીવો બુઝાઈ જશે, ફટાકડા ફૂટી જશે, લાઈટો ઉતરી જશે, મીઠાઈ ખવાઈ જશે, બાકી રહેશે તો માત્ર એક જ વસ્તુ – તમે કોના દિલમાં દીવો કર્યો? સાચી દિવાળી એ નથી કે તમારા ઘરમાં કેટલા દીવા છે, સાચી દિવાળી એ છે કે તમારા કારણે કેટલા ઘરોમાં દીવા થયા. અંધારું કેટલુંય મોટું હોય, એક નાનો દીવો એને હરાવી દે છે. એમ દુઃખ કેટલુંય મોટું હોય, એક નાનો પ્રેમ એને હરાવી દે છે.
ઈદ હોય કે દિવાળી, દીવો તો એક જ છે.
ઈદમાં ચાંદ જોઈને લોકો ખુશ થાય છે, દિવાળીમાં દીવો જોઈને લોકો ખુશ થાય છે. ચાંદ દૂર છે, દીવો નજીક છે, પણ બંનેનું કામ એક જ છે – અંધારાને હરાવવું. જેને ચાંદમાં પોતાનો ઈશ્વર દેખાય છે, એને દીવામાં પણ એ જ દેખાશે. જેને દીવામાં પોતાનો ઈશ્વર દેખાય છે, એને ચાંદમાં પણ એ જ દેખાશે.
ઈદનો ચાંદ એક રાતનો છે, દિવાળીનો દીવો એક રાતનો છે, પણ પ્રેમનો દીવો આખી જિંદગીનો છે. ઈદ એટલે દિલ સાફ, દિવાળી એટલે મન સાફ. બંને ન થાય તો તહેવાર નકામો છે. ઈદમાં ગળે મળવું છે, દિવાળીમાં પગે લાગવું છે. બંનેનો અર્થ એક જ છે – પોતાને નીચે મૂકવો. ઈદમાં સેવૈયા વહેંચાય છે, દિવાળીમાં મીઠાઈ વહેંચાય છે. વહેંચવાની વસ્તુ અલગ છે, વહેંચવાનો ભાવ એક જ છે.
ઈદમાં ચાંદ દેખાય છે, દિવાળીમાં દીવો દેખાય છે, ચાંદ પણ અજવાળું આપે છે, દીવો પણ અજવાળું આપે છે, બંને કહે છે – અંધારાથી ડર નહીં, અજવાળું થઈને જીવ. ઈદ હોય કે દિવાળી, જે ઘરમાં પ્રેમ નથી, એ ઘરમાં ક્યારેય દિવાળી નથી. ઈદ હોય કે દિવાળી, તહેવાર તો બહાનું છે, સાચો તહેવાર તો એ છે, જ્યારે દિલમાં પ્રેમ જાગે છે.
ઈદ હોય કે દિવાળી, જે માણસ માફ નથી કરતો, એ માણસ તહેવાર નથી કરતો, એ માણસ માત્ર રજા કરે છે.
ઈદ હોય કે દિવાળી, જે ઘરમાં મા નથી, એ ઘરમાં તહેવાર નથી. ઈદ હોય કે દિવાળી, જે ઘરમાં દીકરી હસતી નથી, એ ઘરમાં અજવાળું નથી. ઈદ હોય કે દિવાળી, પાડોશી ભૂખ્યો હોય તો તહેવાર અધૂરો છે. ઈદ હોય કે દિવાળી, જે માણસ પોતાના ઘરે જ દીવો કરે છે, એનો દીવો એક રાતનો છે, જે માણસ બીજાના ઘરે દીવો કરે છે, એનો દીવો આખી જિંદગીનો છે.
ઈદમાં નવા કપડાં, દિવાળીમાં નવા કપડાં. કપડાં નવા થઈ ગયા, પણ વિચાર જૂના જ રહી ગયા. ઈદ હોય કે દિવાળી, ગરીબનો તહેવાર આંખમાં હોય છે, પૈસાવાળાનો તહેવાર લાઈટમાં હોય છે. ઈદમાં ફટાકડા નથી, દિવાળીમાં ફટાકડા છે, પણ બંનેમાં એક વસ્તુ સરખી છે – લોકો તહેવાર ઓછો કરે છે, દેખાડો વધારે કરે છે. દિવાળી ઓછી જોઈ, ફટાકડા વધારે ફોડ્યા, ઈદ ઓછી જોઈ, ફોટા વધારે પાડ્યા.
આ વખતે મેં મીઠાઈ નથી વહેંચી, મેં માફી વહેંચી છે. કારણ કે મીઠાઈ એક દિવસમાં ખવાઈ જાય છે, માફી આખી જિંદગી મીઠી રાખે છે. જે દિવાળીએ માણસ રડે છે, એ દિવાળી ખોટી નથી હોતી, એ દિવાળી સાચી હોય છે. કારણ કે જેને યાદ આવે છે, એને જ પ્રેમ હોય છે. જેને યાદ જ નથી આવતી, એને દિવાળી શું, ઈદ શું.
જે માણસ ઈદમાં બીજા ધર્મના માણસને ગળે લગાવે છે, એની ઈદ સાચી છે. જે માણસ દિવાળીમાં બીજા ધર્મના માણસને દીવો આપે છે, એની દિવાળી સાચી છે. ઈદનો ચાંદ જોઈને જેને પોતાની મા યાદ આવે છે, એની ઈદ સાચી છે. દિવાળીનો દીવો જોઈને જેને પોતાના બાપુ યાદ આવે છે, એની દિવાળી સાચી છે.
ઈદ હોય કે દિવાળી, તહેવાર તો બહાનું છે. સાચો તહેવાર તો એ છે, જ્યારે બે તૂટેલા દિલ ફરી જોડાય છે. ઈદ અને દિવાળી બંને કહે છે – એક દિવસ હસી લે, બાકીના દિવસો તો રડવામાં જ જવાના છે. જે માણસ ઈદમાં હિન્દુને ગળે લગાવે છે, એની ઈદ સાચી છે. જે માણસ દિવાળીમાં મુસલમાનને દીવો આપે છે, એની દિવાળી સાચી છે.
આજ યહ ભી દિવાળી હૈ, આજ વો ભી દીપાવલી થી. વો વાળી દિવાળીમાં મા હતી, બાપુ હતા, આખું ઘર હતું. આ વાળી દિવાળીમાં બધું છે, બસ એ લોકો જ નથી. એ દિવાળીએ માટીના દીવા હતા, પણ દિલમાં અજવાળું હતું. આ દિવાળીએ લાઈટોના ઝગમગાટ છે, પણ દિલમાં અંધારું છે.
આજ યહ ભી દિવાળી હૈ, આજ વો ભી દીપાવલી થી, ઈદ હો યા દિવાળી, દીવો તો એક જ છે.
મારા ઘરમાં આજે અંધારું નથી, મારા ઘરમાં આજે શાંતિ છે. અંધારું તો એને લાગે છે, જેને બહારના દીવા જોવા છે. જેને અંદરનો દીવો દેખાઈ ગયો, એને અંધારું ક્યારેય નડતું નથી. ઈદ હોય કે દિવાળી, મારે તહેવાર સાથે લેવા-દેવા નથી, મારે તો એ માણસ સાથે લેવા-દેવા છે, જે તહેવારના દિવસે પણ એકલો બેઠો છે. એના ઘરે જઈને બેસવું, એ જ મારી દિવાળી છે. એના ઘરે જઈને બેસવું, એ જ મારી ઈદ છે.
અંતે સાર એક જ –
ઘર ઘર દિવાળી અને મારા ઘરે અંધારું છે, ઘર ઘર ઈદ અને મારા ઘરે એકલતા છે, તો ચાલો, આ વખતે મારા ઘરનો દીવો બીજાના ઘરમાં કરીએ, મારી ઈદની સેવૈયા બીજાને ખવડાવીએ, કારણ કે બીજાના ઘરમાં દીવો કરવો, એ જ સાચી દિવાળી છે, બીજાને ગળે લગાવવું, એ જ સાચી ઈદ છે.
આ વખતે ઉલટું કરીએ, ફટાકડા ઓછા ફોડીએ, દિવાળી વધારે જોઈએ, દીવો ઓછો કરીએ, પ્રેમ વધારે કરીએ. કારણ કે દીવો બુઝાઈ જશે, ફટાકડા ફૂટી જશે, લાઈટો ઉતરી જશે, મીઠાઈ ખવાઈ જશે, બાકી રહેશે તો માત્ર એક જ વસ્તુ – તમે કોના દિલમાં દીવો કર્યો?!દીપાવલીની શુભેચ્છાસહ નૂતન વર્ષાભિનંદન!

Related posts

29 Global Participants Join EDII’s Entrepreneurship Programme, Celebrate Navratri with Garba Festivities

Reporter1

વડીલો આપણા ઘરનો પાયો છે – ફક્ત ભાગ્યશાળી લોકોને જ તેમના આશીર્વાદ મળે છે.

Master Admin

વૈશ્વિક જાહેર સંદેશાવ્યવહારના શિખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અજોડ ડિજિટલ વર્ચસ્વ

Master Admin

Leave a Comment

Translate »