Nirmal Metro Gujarati News
article

નરોડા ખાતે અટલ સ્મૃતિ કાર્યક્રમ માં ‘તેજપુંજ’ અને ‘અટલ અંજલિ’ બે વિશિષ્ટ પુસ્તકોનું અનોખી રીતે થયેલું લોકાર્પણ

 

મેટ્રો ક્લ્ચરલ ક્લ્બ દ્વારા આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, પ્રેરણાદાયી કવિ અને દુરંદેશી નેતા સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપાઈજીની ૧૦૦મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ અટલ સ્મૃતિ – સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ, શ્રી રામ ચોક, નિકોલ- નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં દસકોઈના માન. ધારાસભ્યશ્રી અને ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાનાં પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, યુવાઓના લોક પ્રિય નેતા અને વિરમગામનાં માન ધારાસભ્યશ્રી હાર્દિકભાઈ પટેલ,અમદાવાદના ઠક્કરબાપા નગરના માન. ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયા , સાહિત્યકાર પદ્મ શ્રી વિષ્ણુભાઈ પંડ્‌યા, લાયન્સ ક્લબનાં હોદ્દેદારો માન. વાઈસ.ડીસ્ટ્રીક્ટ ગર્વનર શ્રી હિરેનભાઈ મેવાડા, માન. પૂર્વ ડીસ્ટ્રીક્ટ ગર્વનર શ્રી દેવજીભાઈ પટેલ, અમદાવાદ સીટીના માન. પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ વગેરે ઉપસ્થીત રહયા હતા.

તદઉપરાંત બાલ મહિલા વિકાસના ચેરમેન અને નરોડાના કોર્પોરેટર અલકાબેન મિસ્ત્રી,વિશ્વ હિન્દુ પરિષદના સંયોજક કમલભાઈ રાવલ, અમદાવાદ શહેર ઉપ પ્રમુખ ડો. ચંદાબેન, ગાંધીનગર માહાનગર પાલિકાના કોર્પોરેટર અને બાંધકામ સમિતીના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ,ગુજરાત પત્રકાર સમિતિનાં પ્રમુખ બી.આર. પ્રજાપતી , ઠક્કર નગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર વિષ્ણુભાઈ રાંદડીયા ,એલ.આઈ.સી. મહામંત્રી દિનેશભાઈ , બળદેવભાઈ ડોડીયા સૈજપુર વોર્ડ, મિડીયા સેલ પ્રો. મેહુલભાઈ બારોટ, પરેશભાઈ નોંદડીયા કમલભાઈ, રાવલ (દાદા સાહેબ) ભગવા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વગેરે ઉપસ્થીત રહયા હતા.
કાર્યક્રમની મધ્યે જાણીતાં કવયિત્રી , લેખિકા અને સાહિત્યકાર ડો. બીનાબેન પટેલ દ્વારા લખાયેલા શ્રી અટલ બિહારી વાજપાઈજીની વિચારધારાને ઉજાગર કરતા ‘તેજપુંજ’ અને ‘અટલ અંજલિ’ નામના બે વિશિષ્ટ પુસ્તકોના લોકાપર્ણ સાહિત્યકાર પદ્મ શ્રી વિષ્ણુભાઈ પંડ્‌યા દ્વારા કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆત મેટ્રો ક્લ્ચરલ ક્લ્બનાં સભ્યો અને જે.જે. મેવાડા દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યુ અને જે.જે. મેવાડા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું . કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોનું ટ્રોફી અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને અંતે મેટ્રો કલ્ચરલ ક્લબનાં પ્રમુખ મુકેશ પટેલ દ્વારા આભાર પ્રવચન અપાયુ હતું.

આ અટલ સમૃતિ- સંગીત સંધ્યા કાર્યક્રમને પ્રસિદ્ધ સંદીપ ક્રિશ્ચિયન ઓરકેસ્ટ્રાનાં દેશ – વિદેશમાં નામના મેળવનાર ખ્યાતનામ કલાકારો વર્સેટાઇલ સિંગર પ્રિયંકા બસુ, વિશ્વનાથ બાટુંગે , વોઇસ ઓફ કિશોરદા આંનદ વિનોદ વગેરે દ્વારા સંગીત સંધ્યાને પોતના સુરથી સંગીતમય બનાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

મેટ્રો ક્લ્ચરલ ક્લબની ટીમ દ્વારા અલગ અલગ સમિતી થકી કાર્યક્રમનું વ્યવસ્થાપન કરવામાં આવ્યુ હતું. જેમા સ્વાગત સમિતીમાં રાજુભાઈ પટેલ (કોર્પોરેટર ),દિનેશભાઈ ડિ. પટેલ , અરવિંદભાઈ સોલંકી , મહેન્દ્રભાઈ વર્મા, એમ.પી. પટેલ, ડો. ડી.એસ. પટેલ,કનુભાઈ પટેલ (લાયન્સ પ્રમુખ), વી સી. પટેલ વગેરેએ વ્યવસ્થાપન કાર્યુ હતું. સ્ટેજ વ્યવસ્થા સમિતિ , એંકરીગ -પાયલબેન શાહ ડો. અનિલભાઈ પટેલ , અરવિંદભાઈ, રાજેશભાઈ સોની વગેરેએ વ્યવસ્થાપન કર્યુ હતું. ભોજન વ્યવસ્થા અજય પટેલ, રિષિ પટેલ, પ્રકાશ પટેલ, અલ્પેશ પટેલ, અરવિંદ પટેલ દ્વારા સંભાળવામાં આવી હતી.
આ કાર્યક્મમાં આશરે 1500 જેટલાં શ્રોતાઓ હાજર હતાં ખુબ ભવ્ય રીતે આખા કાર્યક્મની ઉજવણી કરાઈ હતી.

Related posts

Indian spiritual leader Morari Bapu dedicates Ram Katha at the United Nations to the organisation for world peace

Reporter1

Ujjivan Small Finance Bank receives RBI approval for foreign exchange services

Reporter1

Marriott International and Accenture in India Launch Transformative Skill Development Program for Youth in Hospitality

Reporter1
Translate »