Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

નારણપુરા ક્રોસિંગ પાસે AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત

બસે ૩ બાઇક અને કારને અડફેટે લીધા

આ અકસ્માત અત્યંત ગંભીર હતો, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૭ મે ૨૦૨૬ — શહેરના નારણપુરા ક્રોસિંગ પાસે આજે એક મોટી અકસ્માતની ઘટના ઘટી છે. પૂરપાટ ઝડપે આવતી AMTS બસની અચાનક બ્રેક ફેલ થઈ જતા બસ બેકાબૂ બની હતી અને રસ્તા પર પસાર થઈ રહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, AMTS બસે સામે આવી રહેલી એક કાર અને ત્રણ બાઇકને જોરદાર ટક્કર મારી હતી. બસની ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ફંગોળાઈને સીધી રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માતને પગલે રોડ પર વાહનોના કુરચેકુરચા ઉડી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ અકસ્માત અત્યંત ગંભીર હતો, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વાહનચાલકોનો આબાદ બચાવ થયો છે. જોકે, વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. અકસ્માત બાદ નારણપુરા ક્રોસિંગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Related posts

સિક્સ સેન્સિસ વાના અમદાવાદમાં રજૂ કરે છે તેનું ‘સિગ્નેચર વાના સોશિયલ’

Master Admin

ભારતની પ્રથમ સ્પિન રેવ ઇવેન્ટ કવિશા યુફિટ ફ્લો ફેસ્ટમાં 1,000 થી વધુ લોકોએ ભાગ લીધો, જેમાં એક સમયે 100 થી વધુ લોકોએ સ્પિન કર્યું

Master Admin

સરસપુર વિસ્તારના બે મિત્રોએ યુવતીનું અપહરણ- બ્લેકમેઇલ કરી દુષ્કર્મ ગુજાર્યું

Master Admin

Leave a Comment

Translate »