Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

નેગેટીવ વિચારોથી દૂર રહીને વીર્યની સમસ્યા માટે………

ડૉ. શ્રીરામ વૈદ્ય
Mob ૯૮૨૫૦૦૯૨૪૧

Email: sgvaid19@outlook.com

શીઘ્ર સ્ખલનની સમસ્યા, તેના કારણોમાં મુખ્યત્વેઃ શરીરમાં જાતિય શક્તિ વધારનારા ખોરાક ને અભાવે આ સમસ્યા થોડા લગ્નજીવન બાદ સહજમાં જ જોવા મળે છે.

યુવાવસ્થામાં પડેલી હસ્તમૈથુનની આદતને કારણે લગ્નજીવનના અમુક સમય બાદ નબળી પડેલી નસો એ જલ્દી વીર્યસ્ત્રાવ અને અસ્થાયી સ્વરૂપમાં નપુંસકતા કે ઉત્તેજના નો અભાવ પેદા કરે છે અમુક વર્ષના લગ્નજીવન પછી આ સમસ્યા મોટાભાગના પુરુષોમાં જોવા મળે છે જેનું માનસિક કારણ પણ એક કારણ છે. આવા સમયે કેટલાક ઔષધો લાભદાયી નિવડે છે; જેમાં કૌચાંપાક ૧૦ ગ્રામ બે વાર અશ્વગંધાદિ ચૂર્ણ ૧૦ ગ્રામ રાત્રે દૂધ સાથે વીર્યસ્તંભક વટી ૧ ગોળી બે વાર, સુવર્ણ મકરધ્વજ વટી બે ગોળી બે વાર મધ સાથે થોડા દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું અને માનસિક સ્વસ્થતા સાથે સમાગમ ક્રિયામાં પ્રવ?ત્ત થવું. ઉપરોક્ત ઔષધો ૩ થી ૪ મહિના સુધી ચાલુ રાખવા ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો. રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે. માં ઉપયોગી થાય અને સુખી દાંપત્યમાં સહયોગી બને એવું એક ઔષધ રસતંત્ર સાર નામના ગ્રંથમાં આપવામાં આવ્યું છે.

આ ઔષધ ઘરે બનાવવું હોય તો લવિંગ, જાવંત્રી, તજ, અક્કલકરો, સમુદ્ર શોષ વરધારાના બીજ આ દરેક દ્રવ્ય દસ દસ ગ્રામ લઈ બારીક ચૂર્ણ બનાવી લેવું. એ પછી એમાં ૬૦ ગ્રામ દળેલી સાકર તથા જરૃર પ્રમાણે ચોખ્ખું મધ મેળવી બરાબર ઘુંટી થોડું સૂકાય એટલે વટાણા જેવડી ગોળી બનાવી લેવી. આઠ દસ દિવસ આ ગોળી છાયામાં સૂકવી રાખવી અને સુકાઈ ગઈ છે એવું લાગે પછી કાચની શીશીમાં ભરી લેવી. આમાંથી બે બે ગોળી સવાર સાંજ જાયફળ વાળા દૂધ સાથે લેવી. આ ગોળનાં નિયમિત સેવનથી શુક્ર ધાતુ પાતળી હોય તો ઘટ્ટ બને છે. અને ધ્વજભંગ કે નપુંસકતા જેવી સ્થિતિ હોય તો દૂર થાય છે. જેમને કાયમી કબજિયાત કે બંધકોશની તકલીફ રહેતી હોય તેમણે આ ઔષધની સાથે રોજ રાત્રે હરડે, એરંડભૃષ્ટ હરીતકી કે સ્વાદિષ્ટ વિરેચનનું સેવન કરવું.

આ ઔષધમાં આવતા મોટા ભાગના દ્રવ્યો શુક્ર વર્ધક, શક્તિપ્રદ અને શીઘ્ર સ્ખલનને રોકનાર તથા કામેચ્છાને પ્રબળ કરે તેવા છે. પરિણીત પુરુષો માટે તો આ એક વરદાન સિદ્ધ થાય તેવું ઔષધ છે. આ સસ્તો, સરળ અને નિર્દોષ પ્રયોગ કોઈ પણ પુરૃષ કરી શકે છે. એક અનુભૂત ઔષધ યોગઃ કૌચાં, અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, આમળાં, વિદારી કંદ, ગોખરુ, સફેદ મૂસળી, સાલમપંજા અને જાયફળ આ દસ દ્રવ્યો સરખા ભાગે લઈ તેના જેટલી જ સાકર મેળવી ચૂર્ણ બનાવી લેવું. સવાર સાંજ આમાંથી પાંચ સાત ગ્રામ જેટલું ચૂર્ણ ગળ્યા ગરમ દૂધ સાથે લેવું. આના નિયમિત સેવનથી કામશક્તિ પણ પ્રબળ બને છે.

શુક્ર સ્તંભન કરનાર એક બીજું ઔષધ આપેલ છે જેનો પાઠ નીચે મુજબ છેઃ અક્કલકરો, સૂંઠ, ચણકબાબ, કેસર, લીંડીપીપર, જાયફળ, લવિંગ અને સફેદ ચંદન આ આઠ ઔષધો દસ દસ ગ્રામ લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ઔષધમાં જરૂરી પાણી મેળવી ઘૂંટીને સૂકાય એટલે ગોળી બનાવી લેવી. આમાંથી વટાણા જેવડી બે ગોળી સવાર સાંજ ઘી તથા મધ સાથે મેળવી સતત એક માસ સુધી લેવાથી શુક્રનું સ્તંભન થાય છે. ઈચ્છા થાય ત્યારે ઉત્તેજના થઈ શકે છે અને વધુ સમય સુધી સમાગમને માણી શકાય છે. એટલે કે શીઘ્ર સ્ખલનની તકલીફ રહેતી નથી. અમૃતાદિવટી એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી, ચંદ્રપ્રભાવટી એક એક ગોળી સવારે બપોરે અને રાત્રે લેવી. બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું. ગળો, ગોખરૂ, આમળા, શતાવરી, અશ્વગંધા, સફેદ મૂસળી, આ દરેક ઔષધો સૌ-સૌ ગ્રામ લાવી તેને મિશ્ર કરી ખૂબ ખાંડી. વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી સ્વચ્છ બાટલીમાં ભરી લેવું. પછી રોજ સવારે અને રાત્રે એક ચમચી જેટલા આ ચૂર્ણમાં એટલી જ સાકર અને બે ચમચી શુધ્ધ ઘી મિશ્ર કરી દૂધ સાથે પીવું-

શુક્રજનન ઔષધો આ પ્રમાણે છે. જીવક, ઋષભક, કાકોલી, ક્ષીર કાકોલી, જંગલી મગ, જંગલી અડદ, મેદા, મહામેદા, જટામાંસી અને કુલિગ આ ઔષધો શુક્રને ઉત્પન્ન કરનાર ગણાવાય છે. જ્યારે આયુર્વેદિય ઉપચારક્રમથી ઘણા કેસોમાં આશ્વર્ય થાય એવા ઘણાં સારા પરિણામ મળે છે. એક બીજો ઔષધ યોગ પણ શીઘ્ર સ્ખલનમાં ઉપયોગી છે. આ ચૂર્ણ વીર્ય વર્ધક, કામોત્તેજક અને સ્તંભન શક્તિ વધારનારું છે. પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિએ આ ઔષધ શતાવરી અથવા તો ગળોસત્ત્વ મેળવીને લેવું. વિદારી કંદ સફેદ મૂસળી, પંજાબી સાલમ, અશ્વગંધા, મોટા ગોખરું અને અક્કલકરો આ છ ઔષધો સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ બનાવી લેવું. આમાંથી એક ચમચી જેટલું ચૂર્ણ સવારે અને રાત્રે ગરમ દૂધ સાથે લેવું.

આ ચૂર્ણ બનાવવા માટે અશ્વગંધા, સફેદ મૂસળી, વિદારી કંદ, કૌચાં બીજ, શતાવરી, જેઠીમધ, જાયફળ, આમળા, લીંડી પીપર, સફેદ ચંદન, લાલ ચંદન, જટામાંસી, ગળોસત્ત્વ, એલચી અને લવિંગ આ દરેક દ્રવ્યો સો સો ગ્રામ લઈ બરાબર સાફ કરી ખાંડી નાખવું અને જે ચૂર્ણ થાય તેને કપડાથી કે ઝીણી ચાળણીથી ચાળી શીશીમાં ભરી મૂકવું. પાંચથી દસ ગ્રામ જેટલું આ ચૂર્ણ અસમાન ભાગે લીધેલા ઘી તથા મધમાં મેળવી ચાટી જવું. કફ વધારે હોય તેવી વ્યક્તિએ મધ બે ચમચી અને ઘી એક ચમચી લેવું તો પિત્ત વધારે હોય અને પાચન સારું હોય તેવી વ્યક્તિએ બે ચમચી ઘીમાં એક ચમચી મધ તથા આ ચૂર્ણ મેળવી ચાટી જવું. જે દ્રવ્યના સેવનથી વીર્ય વધે અને વ્યક્તિ ઘોડાની માફક અથક રહીને અનેકવાર મૈથુન કરી સ્ત્રીને તૃપ્ત કરી શકે તે દ્રવ્યને આયુર્વેદમાં વાજિકરણ કહે છે. વાજિકરણ શબ્દની સાથે શુક્રની વૃદ્ધિ, સ્તંભન શક્તિ અને કામેચ્છાનું પ્રાબલ્ય પણ જોડાઈ જાય છે. આથી ચૂર્ણમાં એ બધી શક્તિનો સમાવેશ પણ સમજી લેવોઘરે બનાવી શકાય એવો એક પાકઃ એક કિલો સારા, કૌચાં બીજ લાવી ગરમ પાણીમાં બાફી, ફોતરા કાઢી, લૂછી, સૂકવીને ચૂર્ણ બનાવી લેવું. એ ચૂર્ણમાં બસો ગ્રામ ગાયનું ઘી મેળવી ધીમા તાપે શેકી નાખવું. દાણો પડે અને સહેજ રતાશ પકડે ત્યાં સુધી શેકવું. એ પછી દોઢ કિલો દળેલી સાકરનું ચૂર્ણ નાખી ચાસણી કરવી. ચાસણી પાકે અને તાર થવા માંડે એટલે કૌચાનો માવો અને સાડા પાંચ લીટર દૂધ તથા બસો ગ્રામ બીજું ઘી મેળવી ધીમા તાપ પર પકાવવું. હલાવતા હલાવતા કડછીને ચોંટે એવું જાડું થાય એટલે એમાં જાયફળ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, અક્કલકરો, જાવંત્રી, તાલિમ ખાનું, કેસર, સાટોડી, બળદાણા, નાગબલા, કાળી મૂસળી, અફીણ, લોહભસ્મ તથા અભ્રક ભસ્મ પ્રત્યેક બબ્બે તોલા અને ચંદન, અગર, કસ્તૂરી તથા ભીમસેની કપૂર એ પ્રત્યેક ત્રણ ગ્રામ નાખી પાક સિદ્ધ કરવો. સવાર સાંજ આ પાકનું વીસેક ગ્રામ જેટલું સેવન કરવાથી બળ, વીર્ય, તેજ અને કામ શક્તિની વૃદ્ધિ થાય છે. શરીર પુષ્ટ બને છે અને શીઘ્ર સ્ખલન કે નપુંસકતા જેવી તકલીફ પણ દૂર થાય છે. વંધ્યત્વના કેસમાં ખાસ કરીને શુક્રાણુની અલ્પતા હોય ત્યારે સુવર્ણ મકરધ્વજ સાથે આ પાક આપી ખૂબ સારા પરિણામ મેળવેલા છે. આ પાકના ગ્રેન્યુઅલ્સ બનાવીને પણ દૂધ સાથે લઈ શકાય છે.

Related posts

Rotary Club of Ahmedabad Skyline’s Women’s Care Project Impacts Over 380 Girls Across Three Schools

Reporter1

બજેટ ૨૦૨૬ અને રાષ્ટ્રીય ફલક પર બદલાતા સમીકરણોઃ વિકસિત ભારતનો રોડમેપ કે માત્ર આંકડાકીય માયાજાળ?

Master Admin

ભારતના આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં રામકથાનો પ્રારંભ કર્યો

Reporter1

Leave a Comment

Translate »