Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

બે ગુરુ અને મુક્તિનાં રસ્તા બે : ઓશો અને કૃષ્ણમૂર્તિ!કિન્તુ, મંઝિલ એક જ!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

૨૦મી સદીમાં ભારતની ધરતીએ બે એવા સૂરજ આપ્યા જેમણે આખા વિશ્વના મનને હચમચાવી દીધા. એકનું નામ જિદ્દુ કૃષ્ણમૂર્તિ અને બીજાનું ઓશો રજનીશ. બંનેએ એક જ વાત કરી – “તમે જ મુક્ત થાઓ”. પણ રસ્તા એકદમ અલગ.

૧. જિદ્દુ કૃષ્ણમૂર્તિ – હિમાલયની શાંતિ
૧૮૯૫માં મદ્રાસમાં જન્મ. થિયોસોફિકલ સોસાયટીએ તેમને “વિશ્વ શિક્ષક” બનાવવા માંગ્યા. પણ ૧૯૨૯માં તેમણે સંસ્થા જ તોડી નાખી અને કહ્યુંઃ “સત્ય એ કોઈ પગદંડી વાળો રસ્તો નથી”.
કૃષ્ણમૂર્તિનો સિદ્ધાંત એક જ હતોઃ કોઈ ગુરુ નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ પદ્ધતિ નહીં.
તેઓ કહેતા ર્”ંહ્વજીદૃિી”. પોતાના ગુસ્સા, લોભ, ડરને નિર્ણય વગર જોતા રહો. એ જોવામાં જ પરિવર્તન છે.
તેમના પ્રવચન શાંત તળાવ જેવા હતા. પ્રશ્ન પૂછો, તેઓ બીજો પ્રશ્નથી જવાબ આપે.
પુસ્તકોઃ હ્લિીીર્ઙ્ઘદ્બ કર્િદ્બ ંરી દ્ભર્હુહ, ્‌રી હ્લૈજિં ટ્ઠહઙ્ઘ ન્ટ્ઠજં હ્લિીીર્ઙ્ઘદ્બ.
તેઓ આખી જિંદગી એકલા ફર્યા. કોઈ આશ્રમ, કોઈ ચેલા નહીં. કહેતા “હું કોઈને અનુયાયી બનાવવા નથી આવ્યો”.
૨. ઓશો રજનીશ – બજારનો ઉત્સવ
૧૯૩૧માં કુચવાડામાં જન્મ. ફિલોસોફીના પ્રોફેસર હતા. પણ પ્રવચન આપતા જ દુનિયા બદલી નાખી.
ઓશોએ કહ્યુંઃ “પહેલા જીવો, પછી જાણો”. દબાયેલી ઇચ્છાઓને દબાવવાથી તે વધુ બળવો કરે. એટલે ડ્ઢઅહટ્ઠદ્બૈષ્ઠ સ્ીઙ્ઘૈંટ્ઠર્ૈંહ આપ્યું – ૧૦ મિનિટ બૂમો, ૧૦ મિનિટ નૃત્ય, ૧૦ મિનિટ શાંતિ.
તેઓ “ર્ઢહ્વિટ્ઠ ંરી મ્ેઙ્ઘઙ્ઘરટ્ઠ” ની વાત કરતા. એટલે કે બહારથી ર્ઢહ્વિટ્ઠ જેવા મસ્ત અને અંદરથી મ્ેઙ્ઘઙ્ઘરટ્ઠ જેવા શાંત.
બુદ્ધ, કૃષ્ણ, ઈસુ, લાઓત્સે, સૂફી – બધાનું સાર કાઢીને રોજ ૧ કલાક પ્રવચન આપતા. ૬૫૦૦+ પ્રવચન છે.
પૂનાનો આશ્રમ અને અમેરિકાનું “રજનીશપુરમ” વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યા. સંન્યાસ, લાલ કપડા, માળા – એક નવો સંપ્રદાય બન્યો.
બંનેમાં સાફ સુથરો ફરકઃ
૧. ગુરુઃ કૃષ્ણમૂર્તિ – “હું કોઈનો ગુરુ નથી”. ઓશો – “હું તમારો મિત્ર છું”.
૨. સંગઠનઃ કૃષ્ણમૂર્તિ – કોઈ સંસ્થા નહીં. ઓશો – વિશાળ સંગઠન.
૩. ધ્યાનઃ કૃષ્ણમૂર્તિ – બેસીને અવલોકન. ઓશો – નાચીને, રડીને મુક્તિ.
૪. શૈલીઃ કૃષ્ણમૂર્તિ – તાત્વિક, ગંભીર. ઓશો – રમૂજ, વાર્તા, કટાક્ષ.
સમાનતા શું?
બંનેએ કહ્યું કે મંદિર, મસ્જિદ, પૂજા-પાઠથી મુક્તિ નહીં મળે. મુક્તિ અંદર છે. બંનેએ રાજકારણ, ધર્મના ઠેકેદારો અને મનની ગુલામીને તોડી.
એ વાસ્તે પણ પરામર્ષ પછી નિષ્કર્ષઃ
જો તમે શાંત, એકલા, વિચારીને ચાલનારા છો તો કૃષ્ણમૂર્તિ તમારા માટે.
જો તમે ભાવનાશીલ, ઉત્સવ પ્રિય, દબાયેલા છો તો ઓશો તમારા માટે.
એકે કહ્યું “રસ્તો છોડી દો”. બીજાએ કહ્યું “૧૦૦૦ રસ્તા છે, ગમે તે પકડો”.
મંઝિલ એક જ – સ્વતંત્રતા!જય અધ્યાત્મ! જય ગુરુદેવ ભવઃ

Related posts

ડિજિટલ સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારીઃ મેટા વિવાદ, નીટ ચળવળ, અને ઉભરતી વૈશ્વિક નીતિ પડકાર – ૨૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણાયક અવલોકનો 

Master Admin

પ્રાચિન જાવાનીઝ સભ્યતા અને રામાયણી સનાતની દેશ ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી ૯૪૧મી રામકથાનો મંગલ પ્રારંભ

Reporter1

દરેક ક્ષેત્રમાં સ્કોલર નહીં પણ સ્મોલર બનીને રહેવું જોઈએ

Reporter1

Leave a Comment

Translate »