Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ભાજપ નેતાને ટોળાએ દોડાવી-દોડાવીને માર્યા

જીવ બચાવવા નેતાજીએ ભાગવું પડ્યું

કુમારગંજમાં ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકાર પર ટોળાએ હુમલો કર્યો, જીવ બચાવવા માટે ભાગવું પડ઼યું (સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૨૩ એપ્રિલ ૨૦૨૬ –– પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, એવામાં અનેક ઠેકાણેથી હિંસા અને મારામારીના સમાચાર સામે આવ્યા છે. મુર્શિદાબાદમાં TMC અને હુમાયું કબીરની વચ્ચે ઝપાઝપી થયાનો મામલો હજુ શાંત નથી થયો, ત્યાં હવે કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે.

દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકાર પર ટોળાએ હુમલો કર્યો હતો. જેના કારણે તેઓએ જીવ બચાવવા માટે ભાગવું પડ઼યું હતું.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસનો એક જવાન ભાજપ ઉમેદવારને બચાવતા અને ઘટનાસ્થળેથી દૂર લઈ જતા દેખાય છે. જ્યારે પોલીસની હાજરીમાં જ કેટલાક લોકો ભાજપના ઉમેદવારને થપ્પડ અને મુક્કા મારતા દેખાય છે.
આ ઘટના વિશે કુમારગંજના ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકારનું કહેવું છે કે, “કુમારગંજ વિધાનસભા ક્ષેત્રમાં ૮-૧૦ પોલિંગ સ્ટેશનો પરથી અમારા પોલિંગ એજન્ટોને જબરદસ્તી હટાવી દેવામાં આવ્યા હતા. મેં વ્યક્તિગત રીતે દખલગીરી કરી અને કહ્યું કે અમારા પોલિંગ એજન્ટોને અંદર જવા દેવામાં આવે. જ્યાં હું ત્યાં પહોંચ્યો ત્યારે TMCના કાર્યકર્તાઓએ મારા પર હુમલો કરી દીધો.” ભાજપ ઉમેદવાર શુભેન્દુ સરકારનો દાવો છે કે, TMC કાર્યકર્તાઓએ તેમના પર હુમલો કર્યો, જેનાથી તેઓને ઇજાઓ થઈ અને તેમની ગાડીમાં તોડફોડ કરવામાં આવી. ચૂંટણી પંચે આ હુમલાખોરની તરત જ ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ આ અંગે રિપોર્ટ પણ માંગ્યો છે.

Related posts

હોર્મુઝ માર્ગ બંધ થતાં જ LPG, પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે અસર

Master Admin

ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે

Master Admin

સંસદમાં મહિલા અનામત માટે PM મોદીનો માસ્ટરપ્લાન તૈયાર

Master Admin

1 comment

Callie4017 April 24, 2026 at 1:16 pm Reply

Leave a Comment

Translate »