Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujaratPolitics

ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા પર કોંગ્રેસના ટેકેદાર પર જીવલેણ હુમલાનો આક્ષેપ

ચૂંટણી પહેલાં પણ ધમકીઓ અપાઇ હતી

કોંગ્રેસના એક સક્રિય ટેકેદાર પર લોખંડના હથિયાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણ,તા.૩૦ મે ૨૦૨૬ — પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ચૂંટણીની જૂની અદાવતને લઈને ભાજપના એક મોટા ગજાના નેતા સામે દાદાગીરી અને જીવલેણ હુમલો કરવાનો ગંભીર આક્ષેપ લાગતા રાજકારણ ગરમાયું છે. સાંતલપુર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ ચૂંટણીની અદાવત રાખીને કોંગ્રેસના એક સક્રિય ટેકેદાર પર લોખંડના હથિયાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર દીપકસિંહ જાડેજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ જાડેજાના મજબૂત સમર્થક હતા. આક્ષેપ છે કે ચૂંટણી પહેલાં પણ દીપકસિંહને કોંગ્રેસના પ્રચારમાંથી હટી જવા અને સમર્થન પાછું ખેંચી લેવા માટે ફોન પર ધમકીઓ આપવામાં આવી હતી. જોકે, ધમકીઓ છતાં તેઓ કોંગ્રેસ સાથે મક્કમ રહેતા આખરે ચૂંટણી પત્યા બાદ તેની ખુન્નસ રાખીને આ હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે.

રાજકીય અદાવતમાં લોખંડના હથિયાર વડે સીધો માથાના ભાગે હુમલો કરવામાં આવતા દીપકસિંહ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ભાજપના હોદ્દેદાર દ્વારા જ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી આ પ્રકારે જીવલેણ હુમલો કરાતા સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

ચોથા રાઉન્ડ બાદ પણ ૫૦૦૦થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો

Master Admin

મારુતિ સુઝુકી હાંસલપુરના ચોથા પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થવાને પગલે વાર્ષિક 10 લાખની ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરી

Master Admin

મણિકર્ણિકા ઘાટ વિવાદ : કાશીને બદનામ કરવા તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો

Master Admin

Leave a Comment

Translate »