Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશની ઘટના બની

અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી

બંને ટ્રેઇની પાયલટ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૩ મે ૨૦૨૬ — મહારાષ્ટ્રના બારામતીમાં ફરી એકવાર પ્લેન ક્રેશ થયાની માહિતી સામે આવી છે. આ પ્લેન એક ટ્રેઇની વિમાન હતું. માહિતી અનુસાર આ ટુ સીટર વિમાન બારામતીના ગોજુબાબી ગામમાં જ તૂટી પડ્યું હતું. તેમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાયાની માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અજિત પવારનું પ્લેન પણ અહીં જ બારામતીમાં ક્રેશ થયું હતું. બંને ટ્રેઇની પાયલટ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ એ જ બારામતી વિસ્તાર છે જ્યાં અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન પણ અકસ્માતનો ભોગ બન્યું હતું. ફરી એકવાર એ જ સ્થળે પ્લેન ક્રેશ થતાં સુરક્ષા અને ટેક્નિકલ પાસાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે.

Related posts

ભારતના મેન્યુફેક્ચરિંગ અને હાઈ-ટેક્નોલોજી ક્ષેત્ર માટે ભવિષ્યની જરૂરિયાત મુજબ ટેલેન્ટ તૈયાર કરવા NAMTECH અને સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (SPPU)એ કોલોબ્રેશન કર્યુ.

Master Admin

દેશમાં પેટ્રોલ, ડીઝલ કે LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે

Master Admin

ISHRAE અમદાવાદ HVAC&R પર ફાર્મા કનેક્ટ 3.0 નું આયોજન કરશે

Master Admin

Leave a Comment

Translate »