Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ-સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો

મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ૨૮મી માર્ચને શનિવારે ૪૭૧૬૮ કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ નોંધાયું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહુવા,તા.૨૮ માર્ચ ૨૦૨૬ — મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ૨૮મી માર્ચને શનિવારે લાલ ડુંગળીના ભાવ ભાવ ૮૦ રૂપિયાથી ૨૫૪ રૂપિયા સુધી રહ્યા હતા. જે ગઈકાલની સરખામણીએ ૨૬ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે સફેદ ડુંગળીના ભાવ ૨૦૦ રૂપિયાથી લઈને ૨૮૯ સુધી રહ્યા હતા. જે ગઈકાલની સરખામણીએ ૬૭ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જાણો અન્ય પાકના ભાવ કેવા રહ્યા..

મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ૨૮મી માર્ચને શનિવારે ૪૭૧૬૮ કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ નોંધાયું હતું, જેના ભાવ ૮૦ રૂપિયાથી ૨૫૪ રૂપિયા સુધી રહ્યા હતા. જે ગઈકાલની સરખામણીએ આજે લાલ ડુંગળીના ભાવમાં ૨૬ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે સફેદ ડુંગળીના ૧,૬૫,૪૦૮ કટ્ટાનું વેચાણ નોંધાયું હતું, જેના ભાવ ૨૦૦ રૂપિયાથી લઈને ૨૮૯ સુધી રહ્યા હતા. જે ગઈકાલની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં આજે ૬૭ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

તો, આજે ૨૮મીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૬,૯૪,૫૫ નગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેના ભાવ ૪૮૬ રૂપિયાથી લઈને ૨૭૫૫ રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં ૬૧૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે ઘઉં ટુકડાના ૨૬૩૬ કટ્ટાની આવક નોંધાઈ હતી, તેના ભાવ ૩૫૧ રૂપિયાથી લઈને ૭૦૦ રૂપિયા સુધી રહ્યા હતા. જે ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં ૪૮ રૂપિયાનો વધારો નોંધાયો છે.

વધુમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તલ સફેદનો ભાવ ૧૬૮૦ રૂપિયાથી લઈને ૨૩૩૫ રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે તલ કાળાનો ભાવ ૧૦૦૦ રૂપિયાથી લઈને ૩૪૦૦ સુધી રહ્યો હતો. જેથી ૮૫ કટ્ટા તલની આવક નોંધાઈ હતી. જેમાં સફેદ તલના ભાવમાં ૨૩૫ રૂપિયાનો વધારો નોંધાયો હતો અને તલ કાળાના ભાવમાં ૬૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે.
આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે જુવારની ૬૭૨ કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના ભાવ ૩૩૩ રૂપિયાથી લઈને ૯૭૩ સુધી રહ્યો હતો.

જ્યારે બાજરીની ૪૮૭ કટ્ટાની આવક નોંધાઈ હતી. તેના ભાવ ૨૨૧ રૂપિયાથી ૫૮૯ રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે ચણાના ૧,૨૩૬ કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેના ભાવ ૭૦૦ રૂપિયાથી ૧૦૩૧ રૂપિયા સુધી રહ્યા હતા. આમ કોઈ જણસના ભાવમાં વધારો તો કોઈમાં ઘટાડો નોંધાતા કેટલાક ખેડૂતો ખુશખુશાલ તો કેટલાક નિરાશ જોવા મળ્યા હતા.

Related posts

વિધાનસભામાં મોટા ભાગના ધારાસભ્યો એક શબ્દથી આશ્ચર્યમાં મુકાયા હતા

Master Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય

Master Admin

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ

Master Admin

Leave a Comment

Translate »