Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
DharmikGujarat

અંબાજીમાં યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્‌

ગેસની વધુ અછત સર્જાશે તો ચુલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિઃશુલ્ક જમાડવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અંબાજી,તા.૧૪ માર્ચ ૨૦૨૬ — અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તેલની અને ગેસની કટોકટી સર્જાઈ છે. જેની અસર હવે ભારત પર પણ પડવાની શરૂ થઈ ગઈ છે. દેશમાં હાલ તો પૂરવઠો જાળવી રાખવા અને ડોમેસ્ટિક ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે કોમર્શિયલ ગેસ પર કાપ મુક્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં હાલ તો ગેસની કોઈ અછત જણાતી નથી. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ ૫ હજાર જેટલા ભક્તો બંને ટાઈમ નિશુલ્ક જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ તો ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગેસ પર જ રસોઈ કરવામાં આવે છે પરંતુ આગામી સમયમાં ગેસની વધુ અછત સર્જાશે તો ચુલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિઃશુલ્ક જમાડવામાં આવશે.
જો કે કોમર્શિયલ ગેસ આપવાનું બંધ કરાતા અંબાજીમાં ૩૦ થી ૪૦ હોટેલો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો તમામ રેસ્ટોરન્ટ્‌સ અને હોટેલો બંધ કરવાની ફરજ પડશે.

આ અંગે ગેસ એજન્સીના માલિકે જણાવ્યુ કે જે રીતે સોશિયલ મીડિયામાં ગેસની જેટલી અછત બતાવવામાં આવી રહી છે. તે તદ્દન ખોટી છે. હાલમાં પુરતો સ્ટોક છે અને તમામને સમયસર ગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે. દરેક ઘરમાં ગેસની અછત ન સર્જાય તે માટે માત્ર કોમર્શિયલ ગેસ પર કાપ મુકવામાં આવ્યો છે. જોકે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટરે પણ જિલ્લામાં ત્રણ કંપનીની ૩૭ જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી. ગેસની તકલીફ ન પડે અને સાથે ગેસ ન સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Related posts

મહેસાણા જિલ્લામાં કોંગ્રેસની બંધ બાજી સામે ભાજપે મોડી રાત્રે પત્તાં ખોલ્યાં

Master Admin

વલસાડ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનેમોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

Master Admin

ગુજરાતમાં વાહનચાલકો બેફામઃ પાંચ વર્ષમાં હિટ એન્ડ રનના ૯૫૯૭ બનાવ

Master Admin

Leave a Comment

Translate »