Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

યુદ્ધ ઈરાનમાં પણ માઠી અસર ચીન-ભારત પર

ઓઈલના ભાવ વધતા બંને દેશોનો વિકાસ દર ઘટશે

ચીન જે વિશ્વનું સૌથી મોટું તેલ આયાતકાર છે, તેના માટે UNનો રિપોર્ટ ખતરાની ઘંટી સમાન છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૧ એપ્રિલ ૨૦૨૬ –– અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ હવે તેની અસર દુનિયાના ખિસ્સા પર પડી રહી છે. ઇસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં અને હોર્મુઝની ખાડીમાં તણાવ વધતા ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. આ સ્થિતિ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે એશિયાના આર્થિક એન્જિન ગણાતા ચીન અને ભારત માટે ચિંતાજનક અનુમાન જાહેર કર્યા છે.

ચીન જે વિશ્વનું સૌથી મોટું તેલ આયાતકાર છે, તેના માટે UNનો રિપોર્ટ ખતરાની ઘંટી સમાન છે. વર્ષ ૨૦૨૫ માં ચીનનો ગ્રોથ રેટ ૫% રહ્યો હતો, જે આ વર્ષે ઘટીને ૪.૩% થી ૪.૬% ની વચ્ચે રહેવાની શક્યતા છે. આ ઉપરાંત સપ્લાય ચેઈન ખોરવાઈ છે. વેનેઝુએલા પર ટ્રમ્પના અંકુશ બાદ હવે ઈરાન યુદ્ધને કારણે તેલ અને ગેસના પુરવઠામાં જે અવરોધ આવ્યો છે, તેની સૌથી સીધી અને નકારાત્મક અસર ચીન પર પડી છે.

UN એ માત્ર ચીન જ નહીં, પણ ભારતની વિકાસની રફ્તાર પર પણ બ્રેક વાગવાની આશંકા વ્યક્ત કરી છે. ગયા વર્ષે ૭% થી વધુની ઝડપે દોડતું ભારતનું અર્થતંત્ર આ વર્ષે ૬% ની આસપાસ સીમિત રહે તેવી શક્યતા છે. મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ, ગેસોલિન અને ફર્ટિલાઈઝરના ભાવમાં થયેલો વધારો ભારત જેવા કૃષિપ્રધાન અને ઉર્જા નિર્ભર દેશ માટે મોટો પડકાર છે.

UN ના અર્થશાસ્ત્રી હમઝા મલિકના જણાવ્યા અનુસાર, એશિયા-પેસિફિક વિસ્તાર વૈશ્વિક વિકાસનું એન્જિન છે. જો આ એન્જિનની ગતિ ધીમી પડશે, તો તેની અસર આખી દુનિયા પર જોવા મળશે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ પણ અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૬ માં આ પ્રદેશનો ગ્રોથ રેટ ૫.૧% રહેશે, જે અગાઉના ૫.૪% કરતા ઓછો છે.

દુનિયાનો ત્રીજા ભાગનો તેલ વેપાર હોર્મુઝની ખાડી મારફતે થાય છે. જો અમેરિકા-ઈરાન જંગને કારણે આ રસ્તો બ્લોક થાય, તો ક્રૂડના ભાવ રોકેટ ગતિએ વધી શકે છે, જે મોંઘવારીમાં મોટો વધારો કરશે.

ચીનના નાણામંત્રી ભલે દાવો કરતા હોય કે તેમની અર્થવ્યવસ્થા લચીલી છે, પરંતુ ેંદ્ગ નો આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો એશિયાના મહાસત્તા બનવાના સપના પર આર્થિક ગ્રહણ લાગી શકે છે.

Related posts

‘અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન’

Master Admin

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ૧૦ વિમાનો તોડી પાડ્યા

Master Admin

ભારત વિરુદ્ધ અમેરિકા-યુક્રેનનું ખતરનાક પ્રોક્સી વોર

Master Admin

Leave a Comment

Translate »