Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર, સિક્રેટ સર્વિસે બચાવ્યો જીવ

ફાયરિંગ બાદ ટેબલ નીચે છુપાયા મહેમાનો

સુરક્ષા દળોએ તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિને બહાર કાઢ્યા હતાઃ હુમલાખોરને ઠાર મરાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ — અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ પર ફાયરિંગની ઘટના બની છે. ડિનર દરમિયાન વ્હાઈટ હાઉસમાં ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હોટેલ હિલ્ટનમાં હાજર હતા ત્યારે જ ફાયરિંગ થયું હતું. આવામાં સુરક્ષા દળોએ તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિને બહાર કાઢ્યા હતા. હુમલા બાદ હુમલાખોરને ઠાર મરાયો હોવાની માહિતી મળી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્‌વીટ કરીને માહિતી આપી.

અંધાધૂંધ ફાયરિંગ બાદ સિક્રેટ સર્વિસના નિર્દેશ પર કાર્યક્રમમાં હાજર મહેમાનોને ટેબલ નીચે જવા માટે કહેવામાં આવ્યું. ભારે હથિયારોથી સજ્જ સુરક્ષાકર્મીઓ તરત જ સ્ટેજ પર પહોંચી ગયા અને સમગ્ર કાર્યક્રમ સ્થળને સુરક્ષિત કર્યું.ઘટના બાદ ઘણા લોકો બહાર નીકળતા જોવા મળ્યા. વોશિંગ્ટનની હિલ્ટન હોટલમાં થયેલા ફાયરિંગની ઘટનાથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા પર મોટા સવાલ ઉભા થયા છે. હોટલમાં ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તથા તેમના પત્ની પણ હાજર હતા. ફાયરિંગ બાદ તાત્કાલિક અસરથી સુરક્ષા કર્મીઓએ ટ્રમ્પની ટેબલ નીચે છુપાડી દીધા હતા, અને ત્યાંથી સલામત સ્થળે ખસેડ્યા હતા.

હકીકતમાં, હિલ્ટન હોટલમાં વ્હાઈટ હાઉસનું કોરસ્પોન્ડન્ટ્‌સ ડિનરનું આયોજન કરાયું હતું. આ દરમિયાન હોટલમાં ૨૬૦૦ થી વધુ લોકો હાજર હતા. હોટલના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં, ફાયરિંગનો અવાજ સાંભળવા મળે છે. આ ઘટના બાદ હોટલમાં અફરાતફરી મચી ગઈ હતી. હુમલાખોરને પકડી લેવાયો હતો.

ફાયરિંગનો અવાજ ડિનર હોલના એકદમ ઉપરના રૂમમાંથી આવી હતી. વીડિયોમાં જોવા મળ્યું કે, મેલાનિયા ટ્રમ્પ ભીડમાં કંઈક જોઈને ચોંકી ગયા હતા. જેમ ફાયરિંગ થયાનો અવાજ આવ્યો, હોલમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે ટેબલ નીચે છુપાઈ ગયા હતા. હોટલના કર્મચારી અને વેઈટર્સ બહાર તરફ ભાગતા નજર આવ્યા હતા.

વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ એસોસિયેશન દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં પત્રકારો, દિગ્ગજ રાજકારણીઓ અને હોલીવુડની હસ્તીઓ ભાગ લે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રેસની સ્વતંત્રતાની ઉજવણી અને પત્રકારત્વ માટે શિષ્યવૃત્તિ એકત્ર કરવાનો હોય છે. હાલમાં સિક્રેટ સર્વિસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા શંકાસ્પદની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હોટેલ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Related posts

પીસ બોર્ડમાં નહીં જોડાઓ તો ૨૦૦ ટકા ટેરિફ નાંખીશ : ટ્રમ્પની ફ્રાન્સને ધમકી

Master Admin

પીએમ મોદી અને પીએમ કાર્નીની મુલાકાત દરમિયાન અનેક કરાર પર થયા હસ્તાક્ષર

Master Admin

કેનેડામાં નોકરી મળવી હવે પહાડ ચઢવા જેવું અઘરું!

Master Admin

Leave a Comment

Translate »