બંગાળમાં વડાપ્રધાન મોદીના TMC પર પ્રહાર
ભાજપ સરકાર બનશે તો મહિલાઓને ૫ લાખ રૂપિયા સુધીનું મફત ઈલાજ મળશે : જન ઔષધિ કેન્દ્રો પર ૮૦ ટકા સુધી સસ્તી દવાઓ મળશે : મોદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ — પશ્ચિમ બંગાળના બોંગાંવમાં રવિવારે (૨૬ એપ્રિલ) યોજાયેલી વિજય સંકલ્પ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, TMCની નિર્મમતા એ બંગાળની ઓળખ (મા, માટી અને માનુષ)ને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ૧૫ વર્ષ પહેલા ્સ્ઝ્ર ‘મા-માટી-માનુષ’ના નારા સાથે સત્તામાં આવી હતી, પણ આજે તેમના મોઢેથી આ શબ્દો પણ નીકળતા નથી. જો તેઓ તેનો ઉલ્લેખ કરશે તો તેમના પાપ બહાર આવી જશે. TMCની નિર્મમતા એ માતાઓને રડાવી, માટીને માફિયાઓ અને ઘુસણખોરોને સોંપી દીધી અને માનુષને સ્થળાંતર માટે મજબૂર કરી દીધા છે.
પીએમ મોદીએ કહ્યું કે, બંગાળ પાસે અગણિત શક્યતાઓ છે અને આ રાજ્ય ફરીથી દેશનું નંબર ૧ રાજ્ય બની શકે છે. પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરતાં કહ્યું કે, નેતાજીએ કહ્યું હતું, ‘તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.’ આજે બંગાળને તમારા એક મતની જરૂર છે. તમે અમને તમારો મત આપો, અમે તમને TMCથી મુક્તિ અપાવશું.
પીએમ મોદીએ પહેલા તબક્કાના મતદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જનતાએ પહેલા તબક્કામાં જ ્સ્ઝ્રના અહંકારને તોડી નાખ્યો છે અને બીજા તબક્કામાં ભાજપની મોટી જીત નિશ્ચિત છે. મહિલાઓની સુરક્ષા અંગે પીએમ મોદીએ TMC સરકાર પર ગંભીર આરોપ મૂક્યા. તેમણે કહ્યું, TMCના મહા જંગલરાજની સૌથી મોટી પીડિત અમારી બહેનો અને દીકરીઓ છે.
સંદેશખાલીમાં બહેનો સાથે અન્યાય થયો, પણ સરકાર ગુંડાઓની સાથે રહી. દીકરીઓ ગુમ થઈ રહી છે અને સરકાર સૂઈ રહી છે.” તેમણે જનતાને અપીલ કરી કે આવી ઘટનાઓ ક્યારેય ભૂલવી નહીં જોઈએ અને ૪ મે પછી ભાજપ સરકાર બનશે ત્યારે દોષિતો સામે કડક કાર્યવાહી થશે. સભામાં પીએમ મોદીએ મહિલાઓ માટે અનેક વચનો આપ્યા. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર બનશે તો મહિલાઓને ૫ લાખ રૂપિયા સુધીનું મફત ઈલાજ મળશે. જન ઔષધિ કેન્દ્રો પર ૮૦ ટકા સુધી સસ્તી દવાઓ મળશે. બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની તપાસ અને રસીકરણ મફત રહેશે. ગર્ભાવસ્થામાં ૨૧,૦૦૦ રૂપિયાની સહાય અને દીકરીઓની ગ્રેજ્યુએશન માટે ૫૦,૦૦૦ રૂપિયાની મદદ મળશે.
પીએમ મોદીએ કહ્યું કે, દીકરીઓની અભ્યાસ અને દવાઓની સંપૂર્ણ જવાબદારી ભાજપ સરકાર લેશે. ઉપરાંત, પીએમ મોદીએ દર વર્ષે ૩૬,૦૦૦ રૂપિયા સીધા મહિલાઓના ખાતામાં જમા કરાવવાનો, આંગણવાડી અને મહિલા હેલ્થ વર્કર્સના પગારમાં સુધારો કરવાનો અને સરકારી નોકરીઓમાં દીકરીઓને ૩૩ ટકા આરક્ષણ આપવાનો પણ વચન આપ્યો હતો.

