Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

રાજકોટમાં ૧૪ વર્ષની સગીરા પર ગેંગરેપ કરાયો

ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ

પીડિતાની બહેનપણી સહિત આઠ લોકો વિરુદ્ધ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે : ઉંડી પોલીસ તપાસ શરૂ

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ, તા.૨૦ મે ૨૦૨૬ — રાજકોટમાં ૧૪ વર્ષની સગીરા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરમાં ૧૪ વર્ષની સગીરા ગેંગરેપનો શિકાર બની હતી. સાત આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. પીડિતાની બહેનપણી સહિત આઠ લોકો વિરુદ્ધ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર ૫૦ દિવસમાં ઘર, હોટલ અને કારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયાના મિત્રતા કેળવી સગીરાને પ્રેમજાળમાં ફસાવી સાત જેટલા શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લાગ્યો છે. પીડિત સગીરાને તેની જ બહેનપણીએ તેને એક મોબાઈલ આપ્યો હતો. જેમાં ઈન્સ્ટાગ્રામ પર મુખ્ય આરોપી ડેવિલ સાથે સંપર્ક કરાવ્યો હતો. ડેવિલે સગીરાને વિશ્વાસમાં લીધી હતી અને બાદમાં ૨૯ માર્ચે ડેવિલે પીડિતાને લેવા માટે અન્ય આરોપી સાહીલને બાઈક લેવા મોકલ્યો હતો. સાહીલ પીડિતાને લઈને જંગલેશ્વરમાં પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં ડેવિલે સગીરાને ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચર્યુ હતું. જે બાદ સગીરાની બહેનપણીએ તેનો પરિચય મિહિર કુગશીયા સાથે કરાવ્યો હતો. ૬ મેએ આરોપી મિહિર સગીરાને લઈને નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલમાં લઈ જઈ પોલીસની ઓળખ આપી દુષ્કર્મ આચર્યું હતું. એટલુ જ નહીં, પીડિતાની બાજુમાં રહેતા રઝાક ઠેબાએ પણ ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક કરીને ૧૬ મેના રોજ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ૧૭ મેના રોજ ક્રુરતાની પરાકાષ્ઠા વટાવતા આરોપી રઝાકે ધવલ, આશીકુ શાહમદાર સાથે મળીને સગીરાને કારમાં બેસાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને વારાફરતી દુષ્કર્મ આચર્યુ હતું. ભક્તિનગર પોલીસે પીડિતાની બહેનપણી સહિત આઠ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનાર સગીરાના પિતાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે એક સગીરા (બહેનપણી) સહિત ડેવિલ, સાહીલ, મિહીર, રજાક, ધવલ, આશીફ અને સુલતાન એમ કુલ ૮ આરોપીઓ સામે મ્દ્ગજી અને પોક્સો (ર્ઁંઝ્રર્જીં) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Related posts

HCLTechએ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર સાથે ભારતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી

Reporter1

ગુજરાતમાં એસટી કર્મચારીઓ હવે તંત્ર સામે આંદોલન કરશે

Master Admin

એએમ/એનએસ ઈન્ડિયા અને આઇઆઇટી રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પરહસ્તાક્ષર કર્યા

Master Admin

Leave a Comment

Translate »