Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
entertainmentnational

રાજપાલ યાદવે શરૂ કરી યુટ્યૂબ ચેનલ; જેમાં મળશે મનોરંજનનો ડબલ ડોઝ

રાજપાલ યાદવનું એક નવું સાહસ

૧૩ દિવસ જેલમાં રહ્યાં બાદ રાજપાલ યાદવે એક નવી શરૂઆત કરી : એક્ટર ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સક્રિય

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ –– ૯ કરોડના ચેક બાઉન્સ કેસમાં જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયેલા રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું છે. જો કે, થોડા દિવસો પહેલાં એક્ટરે વેનિટી વેનમાંથી વીડિયો શેર કરીને સપોર્ટ કરનારા લોકોનો દિલથી આભાર માન્યો હતો. હવે એક્ટરે ફિલ્મોની સાથે સાથે નવા કામની શરૂઆત પણ કરી છે. એક્ટરે ફેન્સને વિનંતી કરી છે કે તમારો પ્રેમ અને સપોર્ટ આ માટે બહુ જરૂરી છે. અભિનેતા રાજપાલ યાદવે તેની યુટ્યૂબ ચેનલ શરૂ કરી છે જેમાં નવા પ્રકારનું મનોરંજન લોકોને પૂરું પાડશે. એક્ટરે વીડિયો શેર કરીને જણાવ્યું છે કે કરિયરમાં નવી એક વસ્તુ જોડાઈ રહી છે અને તે છે યુટ્યૂબ ચેનલ.

રાજપાલ યાદવે જણાવ્યું કે, આ નવી વસ્તુની શરૂઆત કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી તૈયારી કરી રહ્યો હતો અને આજે એ દિવસ આવી ગયો છે. આજથી મારી યુટ્યૂબ ચેનલ શરૂ થઈ ગઈ છે, જેનું ઓફિશિયલી નામ રાજપાલ નૌરંગ યાદવ છે. એક્ટરના ચેનલનું મિશન દરેક લોકોને મનોરંજન પૂરું પાડવાનું છે. આનો અર્થ એ થાય છે કે માત્ર ફિલ્મો દ્વારા જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને હસાવવા માટે તૈયાર છે.

રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવ્યા બાદ પૂરી રીતે કમબેક માટે તૈયાર છે ત્યારે એક્ટરની અપકમિંગ ફિલ્મ ભૂત બંગલા ૧૦ એપ્રિલનાં રોજ રિલીઝ થશે.

જો કે, અત્યાર સુધીમાં આ ફિલ્મનું પોસ્ટર અને ફર્સ્ટ સોન્ગ જ રિલીઝ થયું છે. ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે એવું લાગી રહ્યું છે. આ મૂવીને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને થોડા દિવસો પહેલાં દિલ્હી હાઇકોર્ટે ૧૮ માર્ચ સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે ભત્રીજાનાં લગ્નમાં હાજરી આપી હતી.

નોંધનીય છે કે, રાજપાલ યાદવ તેમની ફિલ્મ ’અતા પતા લાપતા’ બનાવવા માગતા હતા. તેના માટે તેમણે દિલ્હીની એક કંપની મુરલી પ્રોજેક્ટ્‌સ પાસેથી લગભગ ૫ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર ન ચાલી અને આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ. આ પૈસા ચૂકવવા માટે તેમણે (રાજપાલ યાદવે) આપેલા ચેક બેંકમાં બાઉન્સ થયા. અહીંથી જ કેસ કોર્ટમાં પહોંચ્યો. વ્યાજ અને દંડ સાથે આ રકમ વધીને લગભગ ૯ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.

Related posts

ઓડિશામાં ધોરણ-૭ની બાળકીનું જાતીય શોષણ કરનારા ૫ શિક્ષકો ઝડપાયા

Master Admin

Snake Squad and Desi Feels on Sony BBC Earth this August!

Reporter1

પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારું છે : શબાના આઝમી -જીવનમાં સાત આહાર ઊર્જાને ઉર્ધ્વગામી કરે : મોરારિબાપુ

Master Admin

Leave a Comment

Translate »