Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત

પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષા મુદ્દે થઈ ચર્ચા

આ સંવાદ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને ઈદ અને નવરોઝની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ માર્ચ ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને ઈદ અને નવરોઝની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આ તહેવારોનો પવિત્ર સમય પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે. વાતચીત દરમિયાન પ્રાદેશિક સુરક્ષાને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી અને તેની સખત નિંદા કરી હતી. તેમણે જણાવ્યું કે, આવા હુમલાઓ માત્ર પ્રાદેશિક સ્થિરતા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈન માટે પણ મોટો ખતરો સાબિત થઈ રહ્યા છે, જેના કારણે વિશ્વભરમાં માલસામાનની અવરજવર પર માઠી અસર પડી શકે છે.

વૈશ્વિક વેપારના હિતમાં વડાપ્રધાન મોદીએ ફ્રીડમ ઓફ નેવિગેશન એટલે કે દરિયાઈ માર્ગો પર મુક્ત અવરજવરની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે શિપિંગ લેન્સ એટલે કે દરિયાઈ વેપારના માર્ગો સુરક્ષિત અને ખુલ્લા રહે તે અત્યંત મહત્ત્વનું છે.

Related posts

ટાટા મોટર્સે ફ્રેઇટ, લોજિસ્ટિક્સ અને પેસેન્જર મોબિલિટી સેગમેન્ટમાં 3,400થી વધુ વાહન ઓર્ડર સાથે eCV લીડરશિપને મજબૂત બનાવી

Master Admin

અનંત ભાઈ અંબાણી તેમના વેડિંગ જેકેટ પર પ્રાણીઓ પ્રત્યેના તેમના જુસ્સાને પહેરે છે – પ્રાણીઓના બચાવ અને સંરક્ષણના કારણને પ્રોત્સાહન આપે છે

Reporter1

સાંસદ સંદીપ પાઠક સામે પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી

Master Admin

Leave a Comment

Translate »