Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

વહીવટીતંત્ર જો ઈચ્છે તો અરાજકતા પર અંકુશ લગાવી શકે છે

હું બોલું તો તમે બોલશો કે બોલે છે
સંજય શ્રીવાસ્તવ
(મો) ૭૦૦૦૫ ૮૬૬૫૨

બકરીઈદ પર મુસ્લિમોને રસ્તા પર નમાઝ પઢવાની મંજૂરી બંગાળ અને ઉત્તરપ્રદેશમાં આપવામાં આવી ન હતી પરંતુ બંને જગ્યાએ કોઈ પણ પ્રકારની અરાજક સ્થિતિ પેદા ન થઈ. બધું જ શાંતિપૂર્વક સંપન્ન થઈ ગયું. એ અલગ વાત છે કે પોલીસ પ્રશાસનને સતર્ક રહેવું પડ્યું. પરંતુ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી જેણે આ નક્કી કરી લીધું હતું કે રસ્તા પર નમાઝ પઢવા દેવામાં આવશે નહીં. સરકારોની દ્રઢ ઈચ્છાશક્તિ હોવાના કારણે ક્યાંયથી પણ અપ્રિય ઘટનાના કોઈ સમાચાર ન આવ્યા નહીંતર અગાઉની સરકારોના સમયમાં અત્યાર સુધી ઘણી જગ્યાએ રમખાણો ફાટી નીકળ્યા હોત. સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના રહેતા મુસ્લિમોને માથે ચડાવી દેવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશ અને બંગાળમાં તો ફક્ત ગુંડાઓનું રાજ્ય સ્થાપિત થઈ ગયું હતું. અતીક અહેમદના કૂતરા સાથે મુલાયમ સિંહ હાથ મિલાવતા હતા. જે આઝમ ખાનની બોલબાલા હતી આજે તે જેલના સળિયા પાછળ પોતાના જીવનના પાપોનું પ્રાયશ્ચિત કરી રહ્યો છે. બધી હેકડી નીકળી ગઈ છે. આનું કારણ છે કે સરકારનું સજાગ હોવું. હવે યોગી કોઈ માફિયાની સામે નતમસ્તક થઈ રહ્યા નથી. આ જ હાલ શુભેન્દુ અધિકારીનો છે. તેઓ બંગાળની નવી તસવીર બનાવવા જઈ રહ્યા છે. હજી થોડા દિવસના કાર્યે આ બતાવી દીધું છે કે તેમનો કાર્યકાળ કેવો હોવા જઈ રહ્યો છે. પારણામાંથી જ બાળકના પગ દેખાઈ જાય છે તેમ બધું સ્પષ્ટ થઈ રહ્યું છે. બંગાળની પોલીસ એ જ છે પરંતુ સત્તા બદલાતા જ તેમની કાર્યશૈલી જ બદલાઈ ગઈ. હવે તૃણમૂલના ગુંડાઓની કમરમાં દોરડું બાંધીને રસ્તા પર ચડ્ડી અને બનિયાનમાં ફેરવવામાં આવી રહ્યા છે. હજી તો બંગાળમાં મોટી માછલીઓને પકડવાની બાકી છે. કદાચ તેમાં ઘણો સમય લાગી શકે છે. પરંતુ બંગાળમાં ગુંડાઓની આફત જરૂર આવી ગઈ છે. કેટલાક બાંગ્લાદેશીઓ પાછા જવા લાગ્યા છે પરંતુ કેટલાક તો પોતાને અહીં નાગરિકતાના પ્રમાણપત્રો પણ બનાવી ચૂક્યા છે તેથી તેમને શોધવા મુશ્કેલ છે. પરંતુ એટલું નક્કી છે કે હવે ઘૂસણખોરોની સંખ્યામાં ઘટાડો જરૂર આવશે. સરહદ પર હવે વાડ લગાવવાના કામમાં તેજી આવશે. બીએસએફ આ કાર્યને તત્પરતાથી કરશે. બંગાળમાં કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ ટીએમસીના શાસનકાળમાં લાગુ કરી શકાઈ ન હતી હવે તેને પૂરી રીતે લાગુ કરવામાં આવી રહી છે. હવે બંગાળના મુખ્યમંત્રીનું લક્ષ્ય એ હોવું જોઈએ કે ત્યાં નવા ઉદ્યોગો સ્થપાય. ત્યાં કાયદાનું રાજ્ય સ્થાપિત થઈ શકે જેથી દેશભરની મોટી કંપનીઓ ત્યાં પોતાનો કારોબાર શરૂ કરી શકે. એક જમાનામાં બંગાળ સૌથી સમૃદ્ધ રાજ્ય હતું ત્યાં દરેક પ્રકારના કારખાના હતા પરંતુ વામપંથીઓએ તેમનો નાશ કરી દીધો. રહીસહી કસર મમતાના પંદર વર્ષના શાસને પૂરી કરી દીધી. છેલ્લા ચાલીસ વર્ષોમાં બંગાળ પૂરી રીતે બરબાદ થઈ ગયું. હવે આ બીજેપીની જવાબદારી છે કે કેવી રીતે બંગાળનો સર્વાંગી વિકાસ થઈ શકે. યોગી આદિત્યનાથે જે રીતે ઉત્તરપ્રદેશ જેવા બીમારુ રાજ્યને પાટા પર લાવી દીધું છે તેવી જ રીતે શુભેન્દુ અધિકારીએ પણ યોગીના માર્ગ પર ચાલવું પડશે. અસમમાં પણ યુસીસી કાયદો લાગુ થઈ ગયો છે. બાકીના રાજ્યોએ આના પર કામ કરવું જોઈએ. રાજ્યો, જ્યાં બીજેપી સરકારને ત્રણ ચતુર્થાંશ બહુમતી છે ત્યાં આને લાગુ કરવું જ જોઈએ. ઉત્તરપ્રદેશમાં અતિક્રમણ કરનારાઓની આફત આવેલી છે રોજ ક્યાંક ને ક્યાંક બુલડોઝર ગરજી રહ્યું છે. જોવામાં આવે તો એક વિશેષ વર્ગે ખૂબ જ ચાલાકીપૂર્વક સરકારી જમીનો પર કબજો કરી રાખ્યો છે હવે તેમને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. આખા દેશની ડેમોગ્રાફી જ બદલાઈ ગઈ છે. સરકાર તે દિશામાં પ્રયત્ન કરી રહી છે. ઉત્તરાખંડમાં ગેરકાયદેસર મજારોનો સિલસિલો કાયમ થઈ ચૂક્યો હતો. ધામી સરકાર તેને હટાવવાનું કામ કરી રહી છે. આ કામને આખા દેશમાં યુદ્ધના ધોરણે કરવું જોઈએ. રેલવે અને સેનાની જમીનો પર જે અતિક્રમણ થઈ ચૂક્યું છે તેને હવે આ સરકારના શાસનકાળમાં જ સમાપ્ત કરી શકાય છે નહીંતર આગળ શું થશે એ રામ જ જાણે. અતિક્રમણના મામલામાં પણ કોર્ટે તત્પરતા બતાવવી જોઈએ. વર્ષો સુધી કોર્ટમાં કેસ પેન્ડિંગ રહે છે. ફેંસલો થવા સુધીમાં એક પેઢી સમાપ્ત થઈ જાય છે. શહેરોની અંદર રસ્તા પહોળા કરવામાં વહીવટીતંત્રને પરસેવો છૂટી જાય છે. એક બે મકાનોના લીધે આખો રોડ બની શકતો નથી કારણ કે તેમના કેસ કોર્ટમાં વર્ષો સુધી પેન્ડિંગ રહે છે અને કોર્ટ પણ આમાં તત્પરતા દાખવતી નથી. સરકારે આ કાયદો બનાવી દેવો જોઈએ કે હવે ઉપજાઉ જમીનને મકાન નિર્માણ માટે વેચવામાં કે ખરીદવામાં આવશે નહીં. શહેરોમાં મહત્તમ માળની ઈમારતો બને જેથી ઓછી જગ્યામાં મહત્તમ લોકો રહી શકે. પ્રવાસન સ્થળો પર પણ હોટલો બહુમાળી હોય. સરકાર ઈચ્છે તો આને સરકારી અને પ્રાઈવેટના જોડાણથી નિર્માણ કરી શકે છે. આજકાલ રસ્તાઓનું નિર્માણ આ જ પ્રકારે કરવામાં આવી રહ્યું છે. સરકારનું બિલ્ડરો સાથે પણ આ જ પ્રકારનું જોડાણ કરી શકાય છે. હવે આપણે એકલ મકાનોને બહુમાળી ઈમારતોમાં તબદીલ કરવા જ પડશે કારણ કે ધીમે ધીમે જનસંખ્યા વૃદ્ધિ આ દેશમાં થતી જઈ રહી છે. ખેતી લાયક જમીનો હવે ઘટતી જઈ રહી છે, આવનારા દિવસોમાં ખાદ્ય સંકટ ઘેરું થઈ જશે.

હમણાં ખાડી યુદ્ધના કારણે દેશમાં સંકટની સ્થિતિ ઉત્પન્ન થતી જઈ રહી છે. રોજ ટ્રમ્પ બકવાસ કરે છે કે ઈરાન સાથે કરાર થવા જઈ રહ્યો છે પરંતુ ઈરાન તરફથી અંગૂઠો બતાવવામાં આવી રહ્યો છે. ઈરાન અમેરિકાની નબળી નસને ઓળખી ચૂક્યું છે. તે ટ્રમ્પની પોકળ ધમકીથી ડરવાનું નથી. ટ્રમ્પ આ યુદ્ધમાં બુરી રીતે ફસાઈ ગયો છે. તેણે પોતાની ખોટી નીતિઓના કારણે અમેરિકાની નાક કપાવી દીધી છે. અમેરિકા સાથે વિયેતનામમાં આ જ હાલ થયા હતા. હવે આ વિશ્વમાં કોઈની દાદાગીરી ચાલી શકે નહીં. ઈરાન પાસે પરમાણુ ટેકનિક ઉપલબ્ધ છે તે જ્યારે ઈચ્છે ત્યારે પરમાણુ હથિયાર હાસિલ કરી શકે છે. શું ખબર તેણે એવું કરી પણ લીધું હોય. યુક્રેન જેવો નાનો એવો દેશ રશિયાને નાકે ચણા ચવડાવી ચૂક્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેની જંગ ક્યારે ખતમ થશે એ કહી શકાય નહીં. યુક્રેનને જ્યાં સુધી નાટો દેશોનો સાથ મળતો રહેશે ત્યાં સુધી આ જંગ ચાલતી રહેશે. તેવી જ રીતે ઈરાનની પાછળ ચીન અને રશિયાનો હાથ છે. માત્ર ઈઝરાયેલનો મકસદ સાફ છે તેણે ફિલિસ્તિનના સિત્તેર ટકા હિસ્સા પર કબજો કરવો છે અને બીજી તરફ દક્ષિણી લેબેનાનમાં પોતાનો કબજો કાયમ કરી લેવો જેથી તે બફર ઝોનની જેમ કામમાં આવી શકે. ઈઝરાયેલ જે ઈચ્છતું હતું તે લગભગ થઈ ગયું છે. ઈરાન સાથે યુદ્ધ તેને ખૂબ મોંઘું પડશે. કારણ કે ઈરાનની મિસાઈલોએ ઈઝરાયેલમાં ઘણી તબાહી મચાવી હતી. ઈરાનની મિસાઈલ ક્ષમતા ઓછી થઈ નથી. ઈરાન સતત પોતાની મિસાઈલનો જથ્થો વધારવામાં સક્ષમ થતું જઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સાઈઠ દિવસોનું સીઝફાયર થવા જઈ રહ્યું છે. તેનાથી શું હાસિલ થશે એ જોવું રસપ્રદ રહેશે. એટલું તો નક્કી થઈ ગયું કે અમેરિકાની સામે ઈરાને ઘૂંટણ ટેક્યા નથી. આ અસલમાં ઈરાનની જીત છે. અમેરિકાને આ યુદ્ધથી ખૂબ આર્થિક નુકસાન થયું છે. આવનારા સમયમાં અમેરિકામાં મંદીનો દોર શરૂ થશે. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ એકદમ અસફળ રહી. ટ્રમ્પના લીધે અમેરિકા અને નાટો દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. એવું આની પહેલા ક્યારેય થયું ન હતું. ટ્રમ્પમાં રાજકીય સમજણનો અભાવ છે. જે રીતે રાહુલ ગાંધીએ આ દેશમાં કોંગ્રેસનો સફાયો કરી દીધો તે જ રીતે ટ્રમ્પ પણ ત્યાં પોતાની રિપબ્લિકન પાર્ટીનો સફાયો કરી દેશે. આવનારી ચૂંટણીમાં તેમની પાર્ટીનો સફાયો નક્કી છે.

Related posts

મોમ્બાસા કથાની પૂર્ણાહૂતિ;૯૬૨મી રામકથા ૨૩ ઓગસ્ટથી પોલેન્ડથી શરૂ થશે.

Reporter1

નેશનલ અવોર્ડ વિજેતા શિલ્પા રાવ X અનુરૂદ્ધ: ‘મદ્રાસી’ ના ‘ઉનાધુ એનાધૂ’ (Unadhu Enadhu) થી મ્યુઝિકલ તોફાન

Reporter1

પેપર લીક પર નિર્ણાયક ફટકોઃ પેપર લીક વિરોધી સુધારા બિલ ૨૦૨૬ – ૩ મહિનામાં ફાસ્ટ-ટ્રેક કોર્ટનો ચુકાદો, ૧૦ વર્ષ સુધીની જેલ? ૧૦ કરોડનો દંડ – શું તે નવા ભારતની પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે? 

Master Admin

Leave a Comment

Translate »