Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

વિરાટ કોહલીને લાગ્યો મોટો ઝટકો, છીનવાયો નંબર-૧નો તાજ

  • ડેરિલ મિચેલ બન્યો નંબર-૧ બેટ્‌સમેન
  • મિચેલે ભારત સામેની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતા ૨ સદી ફટકારી હતી, જેનો તેને ફાયદો મળ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૬ – ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI શ્રેણીના સમાપન પછી ICC દ્વારા ODI રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક ફેરફારો થયા છે. ઇન્દોર ODIમાં શાનદાર સદી ફટકારવા છતાં વિરાટ કોહલીને મોટો ઝટકો લાગ્યો છે. તો પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માને પણ નુકશાન થયું છે. જો કે, ટીમ ઇન્ડિયા સામે સતત બે મેચોમાં સદી ફટકારનાર ડેરિલ મિશેલને મોટો ફાયદો થયો છે. તે હવે રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે.

તાજેતરમાં જ વિરાટ કોહલી રોહિત શર્માને પછાડીને નંબર-૧ બેટ્‌સમેન બન્યો હતો. જુલાઈ ૨૦૨૧ બાદ કોહલી પહેલીવાર નંબર-૧ વનડે બેટ્‌સમેન બન્યો હતો. જો કે, મિચેલે ભારત સામેની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતા ૨ સદી ફટકારી હતી, જેનો તેને ફાયદો મળ્યો છે અને હવે તે નંબર-૧ વનડે બેટ્‌સમેન બની ગયો છે.

મિચેલ ૮૪૫ રેકિંગ પોઈન્ટ સાથે નંબર-૧ પર છે, તો કોહલી ૭૯૫ પોઈનેટ સાથે બીજા નંબરે છે. ત્યારબાદ ઇબ્રાહિમ ઝદરાન, રોહિત શર્મા, શુભમન ગિલ અને બાબર આઝમ જેવા મોટા બેટ્‌સમેન છે. આ બીજી વખત છે જ્યારે મિચેલને ODI રેન્કિંગમાં નંબર ૧ સ્થાન મળ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં તે ફક્ત ત્રણ દિવસ માટે ટોપ પર રહ્યો હતો, ત્યારબાદ રોહિત શર્મા નંબર-૧ પર હતો.

ટીમ ઈન્ડિયાએ કિવીઓ સામે ૨-૧થી શ્રેણી ગુમાવી હોવા છતાં વિરાટ કોહલીએ સારું પ્રદર્શન કર્યું હતું. કોહલી હવે ICC ODI રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. કોહલીનું રેટિંગ હવે ૭૯૫ છે. ડેરિલ મિચેલ હવે નંબર વન પર પહોંચી ગયો છે.

૮૪૫ રેટિંગ સાથે મિશેલ કોહલીને પાછળ છોડી દીધો છે. તો રોહિત શર્મા એક સ્થાનના નુકશાન સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ ખરાબ ફોર્મ છતાં પાંચમા સ્થાને યથાવત છે.

Related posts

કેન્સવિલે ખાતે વેલેન્ટાઇન ડે સ્ક્રેમ્બલ

Master Admin

IndianOil UTT Season 6: Jaipur Patriots Beat Dabang Delhi to Reach Final as Sreeja Akula, Yashansh Malik Shine in Thrilling 8‑7 Win

Reporter1

ICC T20 વિશ્વકપ ૨૦૨૬નો બહિષ્કાર બાંગ્લાદેશને પડશે ભારે

Master Admin
Translate »