Nirmal Metro Gujarati News
sports

વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ

ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ

વૈભવ સૂર્યવંશીએ અંડર-૧૯ વર્લ્ડ કપની ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચમાં તાબડતોબ ૧૭૫ રન બનાવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૬: અંડર-૧૯ વર્લ્ડ કપમાં વૈભવ સૂર્યવંશી નામનું વાવાઝોડું આવ્યું અને તરખાટ મચાવી દીધો છે, વૈભવ સૂર્યવંશીએ તાબડતોબ બેટિંગ કરીને ઈંગ્લેન્ડના બોલરોના છોતરાં કાઢી નાખ્યા છે. તેણે ઝડપી બેટિંગ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે, ભારતે ૨૫ ઓવરમાં ૨૫૦ રન કરી દીધા છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે વૈભવ સૂર્યવંશી બહુ ઝડપથી પોતાની બેવડી સદી પૂર્ણ કરી લેશે, પરંતુ તે ૨૫ રન દૂર રહી ગયો હતો, વૈભવ સૂર્યવંશીએ શરુઆતથી જ સ્ફોટક બેટિંગ શરુ કરી દીધી હતી અને તે સદીની નજીક પહોંચી ગયો ત્યારે પણ પોતાની રન બનાવવાની ગતિને ધીમી કરી નહોતી અને આ પછી તેણે ૧૫૦ રન પણ બનાવી લીધા હતા.

વૈભવ સૂર્યવંશીએ મેચની ૪ ઓવર સુધી ધીરજ રાખી હતી પરંતુ આ પછી તેણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરુ કરી દીધો અને તેણે જોતજોતામાં પોતાની સદી પૂર્ણ કરી લીધી હતી. વૈભવ સૂર્યવંશીએ ૮૦ બોલમાં ૨૧૮થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરીને ૧૭૫ રન બનાવ્યા હતા, જેમાં ૧૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગાનો સમાવેશ થાય છે.

વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચમાં માત્ર ચોગ્ગા અને છગ્ગાથી જ ૧૫૦ રન બનાવી લીધા હતા, જ્યારે દોડીને તેણે માત્ર ૨૫ જ રન લીધા હતા.

વૈભવ સૂર્યવંશીનું નામ પડતા એવી ચર્ચાઓ કરી રહ્યા હતા કે તે મોટી ટીમ અને મહત્વની મેચમાં ચાલતો નથી તેમના મોઢા બંધ કરી દીધા છે. વૈભવ સૂર્યવંશીએ જે પ્રમાણે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ભારતનો સ્કોર સરળતાથી ૪૦૦ની પાર જવાની શક્યતાઓ દેખાઈ રહી હતી. પરંતુ તેની વિકેટ પડ્યા બાદ હવે સ્થિતિ સામાન્ય બદલાઈ છે.

ભારતે ફાઈનલ મેચમાં ટોસ જીત્યો હતો અને આયુષ માતરેએ બેટિંગનો નિર્ણય લીધો હતો. ભારતની ઓપનિંગ જોડી ચોથી ઓવરમાં જ તૂટી ગઈ હતી. જેમાં એરોન જ્યોર્જે ટીમના ૨૦ રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી હતી. પરંતુ આ પછી કેપ્ટન આયુષ અને વૈભવની શાનદાર પાર્ટનરશીપ બની હતી, જેની મદદથી ભારતે સરળતાથી ૨૦૦ રન હાંસલ કરી લીધા હતા.

વૈભવ સૂર્યવંશી અને આયુષ માત્ર વચ્ચે ૯૦ બોલમાં ૧૪૨ રનની પાર્ટનરશીપ કરી હતી. જેમાં આયુષે પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી અને વૈભવ ૯૭ રન પર બેટિંગ કરી રહ્યો હતો. જોકે, આયુષની વિકેટ પડ્યા પછી વૈભવે સદી પૂર્ણ કરીને તોફાની બેટિંગ ચાલુ રાખી હતી અને તેણે વેદાંત ત્રિવેદી સાથે માત્ર ૩૯ બોલમાં ૮૯ રનની પાર્ટનરશીપ બનાવી લીધી હતી. જેમાં વેદાંતના માત્ર ૧૦ અને વૈભવના ૭૮ રન હતા.

Related posts

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત

Master Admin

દુબઈ: સૌથી મોટા સ્પોર્ટ્સ સિઝન સાથે રમતગમત પ્રવાસનનું એક વૈશ્વિક કેન્દ્ર 

Reporter1

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: દિયા ચિતાલે એ દબંગ દિલ્હીને અંતિમ ક્ષણોમાં જીત અપાવી

Reporter1

Leave a Comment

Translate »