Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: દિયા ચિતાલે એ દબંગ દિલ્હીને અંતિમ ક્ષણોમાં જીત અપાવી

 

અમદાવાદ, જૂન 2025: ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6માં શુક્રવારે અમદાવાદના એકા અરેનામાં રમાયેલ બીજી મેચમાં દબંગ દિલ્હી ટીટીલી એ કોલકાતા થંડરબ્લેડ્સને અંતિમ ક્ષણોમાં હરાવી રોમાંચક જીત મેળવી. દિલ્હીની જીતની મુખ્ય સ્ટાર દિયા ચિતાલે બની, જેણે અંતિમ મેચમાં અનન્યા ચાંદેને સીધી ગેમમાં હરાવી ટીમને 8-7થી નિર્ણાયક જીત અપાવી હતી. દબંગ દિલ્હી આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચ્યું છે, જ્યારે ડેમ્પો ગોવા ચેલેન્જર્સ બીજા ક્રમે છે.
દિલ્હી અને કોલકાતાની મેચ 2 યુવા સ્ટાર વચ્ચેની મેચથી થઈ હતી. 18 વર્ષીય અંકુર ભટ્ટાચાર્યએ પોતાના અજેય અભિયાનને યથાવત્ રાખતા સિંગાપુરના ઈજાક ક્વેકને ગોલ્ડન પોઈન્ટ પર હરાવી 2-1થી જીત મેળવી. જે પછી પુએર્ટો રિકોની એડ્રિયાના ડિયાઝે મારિયા શિયાઓને 2-1થી હરાવી કોલકાતાને લીડ અપાવી. સાથિયાન જ્ઞાનશેખરન અને મારિયા શિયાઓનું મિક્સ્ડ ડબલ્સમાં કમબેક કરાવતા 2-1થી જીત મેળવી હતી. જોકે, કોલકાતાના અરુણા કાદરીએ સાથિયાનને હરાવી ફરી ટીમને લીડ અપાવી. નિર્ણાયક મેચમાં દિયા ચિતાલે એ પરિપક્વતા દાખવતા અનન્યા ચાંદેને 3-0થી હરાવી જીત અપાવી. ડિયાઝ ફોરન પ્લેયર ઓફ ધ ટાઈ અને શૉટ ઓફ ધ ટાઈનો એવોર્ડ જીતી, જ્યારે દિયા ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈ રહી.

Related posts

ટી૨૦ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકોઃ પેટ કમિન્સ આખી ટૂર્નામેન્ટમાંથી આઉટ

Master Admin

T20 વર્લ્ડ કપના બહિષ્કારની ચેતવણી ઉચ્ચારતા પાકિસ્તાનને રહાણેએ તતડાવ્યું

Master Admin

BNI પ્રોમિથિયસ બોક્સ ક્રિકેટ લીગ 2026: ક્રિકેટના રોમાંચ વચ્ચે સભ્યો એકતા, સૌહાર્દ અને વ્યવસાયિક નેટવર્કિંગના અનોખા માહોલમાં જોડાયા

Master Admin
Translate »