Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

સફેદ LED લાઇટ માપવાના મશીનો જ નથી, પરિપત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાન

ટેકનિકલ મશીનોનો સદંતર અભાવ

જ્યાં નિયમો તો છે પણ તેનો અમલ કરાવવા માટેની પાયાની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૬ — રાજ્યમાં વાહનોમાં વપરાતી સફેદ LED લાઈટોના વધતા વ્યાપને રોકવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર હાલ માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ આરટીઓ અધિકારીએ કરેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, આરટીઓ તંત્ર પાસે સફેદ LED લાઈટની તીવ્રતા માપી શકે તેવા જરૂરી લક્સ મીટર કે અન્ય ટેકનિકલ મશીનોનો સદંતર અભાવ છે. આ પરિસ્થિતિને કારણે ’દીવા તળે અંધારું’ જેવો ઘાટ સર્જાયો છે, જ્યાં નિયમો તો છે પણ તેનો અમલ કરાવવા માટેની પાયાની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી.

આરટીઓ સામે ઉઠેલા સવાલોમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જો લાઈટની તીવ્રતા માપવાના સાધનો જ ન હોય, તો વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કઈ રીતે કરવી પૂર્વ અધિકારીએ જણાવ્યું કે ટેકનિકલ માપદંડ વગર માત્ર નરી આંખે જોઈને લાઈટની તીવ્રતા નક્કી કરવી કાયદાકીય રીતે મુશ્કેલ છે. પરિણામે, રસ્તાઓ પર રાત્રિ દરમિયાન અન્ય વાહન ચાલકોની આંખોને અંજી નાખતી આ તીવ્ર લાઈટોના કારણે અકસ્માતનો ભય રહે છે, છતાં તંત્ર લાચાર બનીને બેસી રહ્યું છે. આ કાગળ પરના પરિપત્રને વાસ્તવિકતામાં લાવવા માટે સાધનોની તાતી જરૂરિયાત હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

Related posts

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા 200 વંચિત બાળકો સાથે 80મા સ્વાતંત્ર્ય દિનની વિશેષ ઉજવણી

Master Admin

જનતાનો મિજાજ ગરમઃ સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકી દીધા

Master Admin

મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અમદાવાદ અને જયપુર કેમ્પસમાં ફેફલ્ટી ટ્રેનિંગ સાથે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન કરિક્યુલમ-ઈન્ટરનેશનલ (WAC–i) કાર્યક્રમનો પ્રારંભ કરાયો

Master Admin

Leave a Comment

Translate »