Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

હું પીએમ મોદીનું રાજકીય કરિયર ખતમ કરવા નથી માંગતો : ટ્રમ્પ

ટ્રમ્પના જૂના વીડિયો પર તર્કવિતર્ક

૧૫ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ વ્હાઇટ હાઉસમાં એક સંબોધન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અંદાજમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ – અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય કરિયરને લઈને ભૂતકાળમાં આપવામાં આવેલા એક નિવેદન પર ભારત સરકારના વિદેશ મંત્રાલયે (સ્ઈછ) પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે વીડિયો સાચો હોય કે ખોટો, તપાસ કરી યોગ્ય કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ૧૫ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ વ્હાઇટ હાઉસમાં એક સંબોધન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અંદાજમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તે સમયે ભારત રશિયા પાસેથી તેલની મોટા પાયે ખરીદી કરતું હતું, જેના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં વધારે પડતી ખટાશ આવી ગઈ હતી. તેવામાં સંબોધનમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તેવો ભરોસો આપ્યો છે. ત્યારબાદ ટ્રમ્પે ઁસ્ મોદીને ‘મહાન વ્યક્તિ’ ગણાવતા રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, ‘મોદી ટ્રમ્પને પ્રેમ કરે છે, બાદમાં તેમણે ભૂલ સમજાઈ હતી, જેથી કહ્યું કે હું નથી ઇચ્છતો કે ‘પ્રેમ‘ શબ્દને ખોટી રીતે રજૂ કરવામાં આવે, કારણ કે હું તેમનું પોલિટિકલ કરિયર બરબાદ કરવા નથી માંગતો.’ ભારત અમેરિકાની ટ્રેડ ડીલ વચ્ચે જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેને અલગ રીતે દર્શાવવામાં આવ્યો છે. આ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થતાં વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા રણધીર જયસ્વાલને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘મેં આ વીડિયો જોયો નથી. જો આવો કોઈ વીડિયો અસ્તિત્વમાં છે, પછી ભલે તે સાચો હોય કે ખોટો, અમે તેની તપાસ કરીશું અને તેના પર યોગ્ય એક્શન લઈશું.’ટ્રમ્પે ભલે તે સમયે દાવો કર્યો હોય કે ભારતે તેલ ખરીદી અંગે ખાતરી આપી છે, પરંતુ ભારતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે તેના માટે ૧૪૦ કરોડ ભારતીયોની ‘ઊર્જા સુરક્ષા’ સૌથી વધુ મહત્ત્વની છે. ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને જ આંતરરાષ્ટ્રીય નિર્ણયો લેશે.

Related posts

મિલિટરી ઓપરેશનમાં વધુ ૬૭ તાલિબાનોને ઠાર માર્યા

Master Admin

પેટ્રોલ-ડીઝલની ચિંતા ખતમ, હવે હોર્મુઝ નહીં અન્ય રસ્તાથી આવશે તેલ

Master Admin

યુદ્ધ શરૂ કરશો તો ખતમ અમે કરીશું : ઈરાનનો ખુલ્લો પડકાર

Master Admin

Leave a Comment

Translate »