Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
entertainment

૧૦ દિવસમાં જ ધુરંધર ફિલ્મની કમાણી ૧૦૦૦ કરોડને પાર

ધુરંધર ફિલ્મનો ધમાકો

આ આંકડામાં આગામી દિવસોમાં વધારો થવાનો અંદાજ

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૯ માર્ચ ૨૦૨૬ –– ધુરંધર ૨ ફિલ્મ રિલીઝ થયા પછી બોલીવુડના ઘણા રેકોર્ડ તુટી રહ્યા છે. ધુરંધર ૨ ફિલ્મની કમાણીનો આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૫ ની બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધરનો આ બીજો પાર્ટ છે. આ ફિલ્મ લોકોને ધુરંધર કરતાં પણ વધારે પસંદ આવી છે. સામાન્ય રીતે એવું થતું હોય કે દર્શકોને ફિલ્મનો બીજો પાર્ટ પહેલા પાર્ટ જેટલો સારો ન પણ લાગતો હોય પણ ધુરંધર ૨ ફિલ્મ લોકોને પહેલા પાર્ટ કરતાં પણ વધારે પસંદ આવી રહી છે.

ધુરંધર ફિલ્મ બોલીવુડની આંગળીના વેઢે ગણી શકાય તેવી સફળ ફિલ્મોમાંથી એક બની છે જેણે ખૂબ ઓછા સમયમાં કરોડોની કમાણી કરી હોય. આ ફિલ્મના કમાણીના આંકડા ચોંકાવનારા છે. હજુ તો ફિલ્મ રિલીઝ થઈ તેને ૧૦ જ દિવસ થયા છે હજુ તો ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાયેલી રહેશે. ધુરંધર ૨ ની શરુઆતી દિવસોની કમાણી પુષ્પા ૨, બાહુબલી ૨, એનિમલ, જવાન સહિતની ફિલ્મો કરતાં પણ વધારે છે. ધુરંધર ૨ ફિલ્મની બોક્સ ઓફિસ કમાણી રિલીઝના બીજા શનિવારે ૬૨.૮૫ કરોડ રુપિયા હતી. ભારતમાં ધુરંધર ૨ ની કમાણી ૮૫૫ કરોડથી વધી ચુકી છે. ધુરંધર ૨ ના વર્લ્ડવાઈડ કલેકશનની વાત કરીએ તો ફિલ્મની કમાણી ૧૧૪૧ કરોડથી વધી ચુકી છે. ઓવરસીઝ માર્કેટમાં ફિલ્મની કમાણી ૨૮૬ કરોડ જેટલી છે. ધુરંધર ૨ ફિલ્મ આવી જ રીતે ચાલશે તો ટુંક સમયમાં ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી ૧૨૦૦ કરોડનો આંકડો પાર કરી લેશે.

ભારતમાં સૌથી ઓછા સમયમાં ૧૦૦૦ કરોડની કમાણી કરી હોય તેવી ફિલ્મોમાં પુષ્પા ૨ અને ધુરંધર ૨ પહેલા ક્રમે આવે છે. બંને ફિલ્મે ૭ દિવસમાં ૧૦૦૦નો આંકડો પાર કર્યો હતો. ત્યારબાદ બાહુબલી ૨ આવે છે જેની કમાણી ૧૦ દિવસમાં ૧૦૦૦ થી વધી હતી. ત્યારબાદ આરઆરઆર ફિલ્મ ૧૬ દિવસ, કેજીએફ ૨ ફિલ્મની કમાણી ૧૦૦૦ કરોડને પાર ૧૭ દિવસે ગઈ હતી. જવાન ફિલ્મે ૧૮ દિવસમાં ૧૦૦૦ કરોડનો આંકડો પાર કર્યો હતો. જ્યારે ધુરંધર ફિલ્મની કમાણી ૨૨ દિવસે ૧૦૦૦ કરોડને પાર હતી.

Related posts

ફિલ્મ ‘કેસરી વીર’ ને મળી નવી રિલીઝ ડેટ, 16 મે ના રોજ રિલીઝ થશે ફિલ્મ પેનોરમા સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રિલીઝ થયેલી ‘કેસરી વીર’ 16 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે!

Reporter1

Yas Island Abu Dhabi launches “Zindagi Ko Yas Bol”; reuniting India’s Heartthrobs and Iconic trio; Hrithik Roshan, Farhan Akhtar and Abhay Deol

Reporter1

ગુજરાતી સિનેમાના ‘કોમેડી એવેન્જર્સ’નો ધમાકો! 12 જૂને હાસ્યનો મહોત્સવ લઈને આવી રહી છે ‘બધું ઓલરાઈટ છે’

Master Admin

Leave a Comment

Translate »