Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

૧૧ દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો કરાયો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો

પેટ્રોલમાં ૨.૬૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું : દેશમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી , તા.૨૫ મે ૨૦૨૬ — સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને, તેલ કંપનીઓએ હવે વધુ આયાતનો બોજ સામાન્ય લોકો પર હપ્તામાં નાખવાનું શરૂ કર્યું છે. આજે પેટ્રોલમાં ૨.૬૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. દિલ્હીમાં પેટ્રોલ રૂ.૨.૬૧ મોંઘુ થઈને પ્રતિ લિટર ૧૦૨.૫૨ પર પહોંચી ગયું છે. ડીઝલ રૂ.૨.૭૧ વધીને પ્રતિ લિટર રૂ.૯૫.૨૦ પર પહોંચી ગયું છે.
સૌથી નોંધપાત્ર વધારો એ છે કે છેલ્લા ૧૧ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથી વખત વધારો છે. પહેલો વધારો ૧૫ મેના રોજ લગભગ ૩ રૂપિયાનો, પછી ૧૯ મેના રોજ લગભગ રૂ.૯૦નો, ફરી ૨૩ મેના રોજ લગભગ રૂ.૯૦નો અને હવે ફરી ૨૫ મેના રોજ નોંધપાત્ર વધારો થયો છે. એકંદરે, છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલ રૂ.૭.૩૫ અને ડીઝલ રૂ.૭.૫૩ પ્રતિ લિટર મોંઘુ થયું છે.
આ ભાવ વધારા સાથે, ડીઝલ, જે અગાઉ દિલ્હીમાં પ્રતિ લિટર રૂ.૯૨ .૪૯ હતું, તે હવે આજથી રૂ.૯૫.૨૦ પ્રતિ લિટરના ભાવે વેચાશે. આનો અર્થ એ થયો કે ડીઝલ પ્રતિ લિટર રૂ.૨.૭૧ મોંઘુ થયું છે. એ જ રીતે, પેટ્રોલ, જે અગાઉ રૂ.૯૯.૫૧ પ્રતિ લિટર હતું, તે આજે ૨૫ મેના રોજ વધીને રૂ.૧૦૨.૧૨ પ્રતિ લિટર થયું છે.

રાજધાનીમાં ફક્ત નિયમિત પેટ્રોલ અને ડીઝલ જ નહીં, પરંતુ પ્રીમિયમ ઇંધણના ભાવ પણ એ જ ગતિએ વધ્યા છે. XP95, જેનો ભાવ રૂ.૧૦૬.૬૩ પ્રતિ લિટર હતો, તે ૨૫ મેના રોજ વધીને રૂ.૧૦૯.૨૪ થયો. XG ની કિંમત રૂ.૯૭.૮૧ થી વધીને રૂ.૧૦૦.૫૨ પ્રતિ લિટર થઈ ગઈ.

મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ રૂ.૧૧૧.૨૧ પ્રતિ લિટર છે, જે ગઈકાલના રૂ.૧૦૮.૪૫ કરતા થોડો વધારે છે. અહીં પેટ્રોલનો સૌથી ઓછો ભાવ ૬ મેના રોજ રૂ.૧૦૩ પ્રતિ લિટર હતો.

નોઇડામાં, ડીઝલનો ભાવ રૂ.૯૫.૫૬ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૨.૧૨ પ્રતિ લિટર, XP95નો ભાવ રૂ.૧૧૦.૬૮ પ્રતિ લિટર અને XGનો ભાવ રૂ.૧૦૧.૧૭ પ્રતિ લિટર છે.

ભોપાલમાં, ડીઝલનો ભાવ રૂ.૯૯.૬૪ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૧૪.૫૭ પ્રતિ લિટર, XP95નો ભાવ રૂ.૧૨૩.૮૮ પ્રતિ લિટર અને XGનો ભાવ રૂ.૧૦૪.૯૦ પ્રતિ લિટર છે.

ચંદીગઢમાં, ડીઝલનો ભાવ રૂ.૮૯.૪૭ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૧.૫૧ પ્રતિ લિટર અને XGનો ભાવ રૂ.૯૪.૬૫ પ્રતિ લિટર છે.

ગાંધીનગરમાં, ડીઝલનો ભાવ રૂ.૯૮.૧૩ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૨.૦૧ પ્રતિ લિટર, XP95નો ભાવ રૂ.૧૧૦.૫૭ પ્રતિ લિટર અને XGનોભાવ રૂ.૧૦૩.૩૭ પ્રતિ લિટર છે.

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવો પર સૌથી પહેલા આમ આદમી પાર્ટીનું રિએકશન આવ્યું છે. પાર્ટીના મીડિયા ઇન્ચાર્જ અનુરાગ ઢાંઢાએ કહ્યું કે, “મોદી સરકાર જનતાને એક જ ઝટકામાં નહીં, પણ ધીમે-ધીમે મારી રહી છે.” છેલ્લા ૧૦ દિવસમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમત ૭.૫૦ રૂપિયા વધારી છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયો છે. અહીં પેટ્રોલ ૧૦૧.૮૧ રૂપિયા અને ડીઝલ ૯૭.૯૩ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

ક્યારે કેટલો વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?
• ૧૯ May પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૯૦ પૈસાનો વધારો
• ૨૩ May પેટ્રોલમાં ૮૭ પૈસા અને ડીઝલમાં ૯૧ પૈસા પ્રતિ લિટરનો વધારો
• ૨૫ May પેટ્રોલ ૨.૬૧ અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટરનો વધારો

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઈને લોકોના રિએકશન પણ સામે આવી રહ્યા છે. કાનપુરના એક વ્યક્તિએ કહ્યું, “એક સામાન્ય માણસ પર ઘણી મુશ્કેલીઓ છે. પહેલા આપણે ૧૦૦ રૂપિયાનું પેટ્રોલ ભરાવતા હતા, તો ૧ લિટર કરતા પણ વધારે પેટ્રોલ આવતું હતું. આજે લિટર પેટ્રોલ પણ નથી આવતું. સરકારે આના પર ધ્યાન આપવું જોઈએ.” દિલ્હીના એક ગ્રાહકે કહ્યું, “અમે ખૂબ પરેશાન છીએ. ઘણી જગ્યાએ ડીઝલ પણ મળતું નથી. આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. ટેક્સી ડ્રાઈવરોની મુશ્કેલીઓ વધશે. ડીઝલના ભાવ ઓછા થવા જોઈએ.”

અનંતનાગના એક વ્યક્તિએ કહ્યું, “કિંમતો સતત વધી રહી છે અને અમને ખૂબ પરેશાની થઈ રહી છે. જો યોગ્ય ખરીદાર મળે તો હું મારી ગાડી વેચવાનો વિચાર કરી રહ્યો છું. બચત કરવી મુશ્કેલ થઈ ગઈ છે.” ફરીદાબાદના એક વ્યક્તિએ સરકારને અપીલ કરી, “મોંઘવારી પહેલેથી જ અસર કરી રહી છે. સરકારને આ પર નિયંત્રણ લાવવું જોઈએ અને ઓછા આવકવાળા લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ.” એક અન્ય વ્યક્તિએ કહ્યું, “જનતા પરેશાન છે. જો રોજ ભાવ વધતા રહેશે તો લોકો કેવી રીતે સંભાળી શકશે? ઓફિસ જવું અને રોજિંદી જિંદગી ચલાવવી મુશ્કેલ થઈ જશે.”

Related posts

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકોઃ ચાંદી ૬,૦૦૦ સસ્તી થઈ

Master Admin

ઓછી વીજળી વાપરનારાઓનું પણ લાઈટ બિલ હવે વધી જશે

Master Admin

ત્રીજી માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશે

Master Admin

Leave a Comment

Translate »