Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીએ કર્યુ ૨૭ કરોડનું દાન

મા અંબે પ્રત્યે અનંત અંબાણીની અતૂટ શ્રદ્ધા

ભક્તોને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન મળે તે માટે ‘જય અંબે તિથિ ભોજન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અંબાજી, તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬: યાત્રાધામ અંબાજીમાં મા અંબેના દર્શનાર્થે દરરોજ હજારો ભક્તો આવે છે. હવે આ ભક્તોને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન મળે તે માટે ‘જય અંબે તિથિ ભોજન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પવિત્ર પહેલમાં એક જ દિવસમાં ૩૦ કરોડ રુપિયાનું દાન મળ્યુ છે. જેમાં સૌથી મોટું યોગદાન અનંત અંબાણી દ્વારા આપવામાં આવ્યું છે. જય અંબે તિથિ ભોજન યોજના અંતર્ગત રીલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણી દ્વારા ૨૭ કરોડની રકમ અર્પણ કરાઈ છે. આ દાનથી અંબાજી આવતા માઈભક્તોને પ્રસાદ સ્વરૂપે નિઃશુલ્ક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજનાના પ્રારંભ દિવસે જ ભક્તોમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો અને કુલ ૩૦ કરોડ રૂપિયાથી વધુ દાન એકત્ર થયું હતું.

જય અંબે તિથિ ભોજન યોજના હેઠળ એક દિવસના બંને સમયના ભોજન માટે ૧ લાખ ૫૧ હજાર રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનોની જન્મતિથિ, લગ્નવાર્ષિકી કે પુણ્યતિથિ જેવા પ્રસંગે આ યોજના અંતર્ગત દાન આપી શકે છે. આ રીતે દાન આપનાર ભક્તો મા અંબેની કૃપા મેળવવા સાથે સમાજ સેવા પણ કરી શકે છે. અમદાવાદના એક શ્રદ્ધાળુએ પણ તિથિ ભોજન યોજનામાં ૫૨ લાખની રકમ ભેટ ધરી છે.

Related posts

આજે દુનિયાને અણુબોંબની નહીં, અણુવ્રતની જરૂર છે.

Master Admin

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 649 જન્મ જયંતીની અમદાવાદમાં ઉજવણી

Master Admin

શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા – શ્રી મોરારિબાપુ

Master Admin

Leave a Comment

Translate »