Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદની ટ્રાવેલ્સ કંપનીમાં મૂકેલા પાર્સલમાં થયો ભેદી બ્લાસ્ટ

પોલીસ અને ફાયરની ટીમે તપાસ કરી હતી

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૧ માર્ચ ૨૦૨૬ — ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાઓથી શાળા, કોર્ટ, પોસ્ટ ઓફિસની કચેરીઓમાં બ્લાસ્ટ થવાના ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ખરેખર એક ભેદી ધડાકો થયો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો છે. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના પાલડી વિસ્તારમાં અનેક ટ્રાવેલ્સની કંપનીઓ આવેલી છે. અહીં એક ટ્રાવેલ્સની કંપનીની બહારની બાજુએ અચાનક પાર્સલ બ્લાસ્ટ થયો છે. પાલડી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો છે. જોકે, આ પાર્સલમાં સિલિકોન સ્પ્રે હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આ સિલિકોન સ્પ્રેનું પાર્સલ ગરમીમાં મૂકવાને કારણે બ્લાસ્ટ થયાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાની તીવ્રતા જોઈને અને અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ડરી ગયા હતા. આ બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ લોકોમાં કુતુહલ સર્જાયું હતુ અને જોવા માટે લોકોના ટોળેટાળા આવી ગયા હતા. નોંધનીય છે કે, થોડા મહિનાઓથી ગુજરાતની સંખ્યાબંધ શાળાઓને અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઇલ મળી રહ્યા હતા. જેમાં મેઈલ મળતા પશ્ચિમ બંગાળના સૌરવ બિશ્વાસને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો હતો. કોર્ટે તેને ૧૪ માર્ચ સુધી રિમાન્ડ પર મોકલ્યો છે. આ આરોપીની પૂછપરછમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને અનેક મહત્ત્વની જાણકારી મળી છે. આ આરોપી ઈ મેઈલ આઈ.ડી ઓનલાઈન વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ વેચેલા મેઈલ આઇડીનો ઉપયોગ કરીને ધમકી ભર્યા ઈ મેઈલ કરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત સહિત ૬ રાજ્યમાં ધમકી ભર્યા ઇમેઈલ મોકલવામાં આવ્યા હતા.

Related posts

શહેરના ૩ લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન

Master Admin

તંત્રની ઘોર બેદરકારી સામે રોષ: જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો કણો

Master Admin

ચેટીચંદ મહોત્સવ 2026: મણીનગરમાં ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી પૂર્ણ

Master Admin

Leave a Comment

Translate »